AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો દાદાગીરીનો Video વાયરલ ! યુવકને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ

Breaking News : માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો દાદાગીરીનો Video વાયરલ ! યુવકને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2026 | 1:38 PM
Share

જૂનાગઢ જિલ્લાના માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો યુવક સાથે બોલાચાલી અને દાદાગીરી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકારણમાં ચર્ચા જાગી છે. આ મામલે મનીષ ઝાલાવાડિયાએ ધારાસભ્ય પર મારપીટ, અપશબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપ કર્યા છે. નવરાત્રિના 25 હજાર રૂપિયાના ફાળાને લઈને વિવાદ શરૂ થયો હોવાનો યુવકનો દાવો છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણમાં ખળભળાટ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જનપ્રતિનિધિ કરીકે પોતાની ગરિમા ભૂલીને બેફામ વાણીનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જોવા મળે છે કે અરવિંદ લાડાણીએ બાઈક પર આવેલા યુવક સાથે દાદાગીરી કરતા જોવા મળે છે અને યુવકને મનફાવે તેમ અપશબ્દો કહીને ધમકી આપી રહ્યાં છે.

યુવકને આપી મારી નાખવાની ધમકી !

ઉલ્લેખનીય છે કે ભોગ બનનારા મનીષ ઝાલાવાડીયાએ ધારાસભ્ય અરવિંદ લાડાણી પર માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. મનીષ ઝાલાવાડીયાએ આપવિત્તી જણાવતા કહ્યું કે, દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે દરમિયાન અરવિંદભાઈએ અન્ય સમાજની નવરાત્રિમાં નવરાત્રિમાં 25,000 રૂપિયાનો ફાળો લખાવ્યો હતો, તેનો વીડિયો અન્ય સમાજવાળાએ અમને મોકલ્યો અને અમે અમારા નવરાત્રિના ગ્રુપમાં મૂક્યો હતો. એનો ખાર રાખીને અરવિંદભાઈએ મને બેફામ ગાળો આપી હતી અને મારા પર હુમલો કરાયો.

ડરથી યુવકે અડધા ભાવે માલ વેચવા મજબૂર!

આ ઉપરાંત યુવકે વધુ એક દાવો કર્યો છે કે ધારાસભ્યે તેમણે માણાવદરમાંથી ધંધો બંધ કરીને જતુ રહેવાની ધમકી આપી છે. વધુમાં યુવકે કહ્યું કે મારો પર હુમલો કરી મને મનફાવે તેવી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. માણાવદરનો ધંધો બંધ કરી જવાની ધમકી મળતા મેં અડધા ભાવે માલ વેચી નાખવામાં મજૂબર બન્યો હતો.

આ પણ વાંચો : Girnar Lili Parikrama : 15 કલાક વહેલા ગિરનારની લીલી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ, લાખો ભાવિકો ઉમટ્યા, જુઓ Video

Published on: Nov 20, 2026 01:33 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">