AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોના-ચાંદીમાં ઇતિહાસ રચાશે! વર્ષ 2027 સુધીમાં ભાવ નવી ઊંચાઈએ પહોંચશે, ગ્લોબલ રિપોર્ટનો ‘મોટો દાવો’

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોટી હલચલ જોવા મળી રહી છે. જાન્યુઆરી 2026ના ઓલ-ટાઇમ હાઈ સ્તરથી સોનું લગભગ 24% અને ચાંદી 50% સુધી સસ્તી થઈ ચૂકી છે. એવામાં ખાસ વાત એ છે કે, ભારતીય અને ચીની બજારોની માંગ તેમજ સેન્ટ્રલ બેંકોના સપોર્ટથી આગામી સમયમાં કિંમતો ફરી નવી ઊંચાઈ સર કરી શકે છે.

| Updated on: Oct 20, 2026 | 1:52 PM
Share

1 / 10
સોના અને ચાંદીની કિંમતો છેલ્લા 9 મહિનામાં જોરદાર રીતે પછડાઈ ચૂકી છે. 29 જાન્યુઆરી 2026ના ઓલ ટાઈમ હાઈથી સોનું લગભગ 24% અને ચાંદી 50% સુધી સસ્તી થઈ ચૂકી છે. આમ જોવા જઈએ તો, સોનું 45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 2.10 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી (ગોલ્ડ સિલ્વર પ્રાઈસ ક્રેશ) સસ્તી થઈ ચૂકી છે

2 / 10
આ દરમિયાન કિંમતી ધાતુઓ પર રિસર્ચ કરતી બ્રિટિશ કંપની મેટલ્સ ફોકસ (Metals Focus) દ્વારા સોના-ચાંદીમાં તેજીનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. મેટલ્સ ફોકસના મતે, વર્ષ 2027માં સોનાની સરેરાશ કિંમત 5,330 ડૉલર પ્રતિ ઓંસ (ગોલ્ડ પ્રાઈસ આઉટલુક) અને ચાંદીની સરેરાશ કિંમત 84.40 ડૉલર પ્રતિ ઓંસ રહી શકે છે. વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં સોનું 6,000 ડૉલર (લગભગ 1.85 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ) અને ચાંદી 90 ડૉલર પ્રતિ ઓંસ (લગભગ 2.75 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ) ની આસપાસ અથવા તેનાથી ઉપર (સિલ્વર પ્રાઈસ આઉટલુક) પહોંચી શકે છે.

3 / 10
મેટલ્સ ફોકસમાં ગોલ્ડ-સિલ્વરના ડિરેક્ટર મેથ્યુ પિગોટે જણાવ્યું કે, "આ વર્ષે સોનાના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં લાંબાગાળાના તેજીવાળા ફંડામેન્ટલ્સ નબળા પડ્યા નથી. સોનાની કિંમતોમાં હાલમાં ઘટાડાનો અર્થ મંદીનો દોર શરૂ થવાનો નથી પરંતુ બજારમાં સ્થિરતા આવવાની પ્રક્રિયા પણ હોઈ શકે છે. સંસ્થાગત રોકાણકારો અને કેન્દ્રીય બેંકોની ખરીદી સોનાને 4,000 ડૉલર પ્રતિ ઓંસથી ઉપર સહારો આપી રહી છે." પિગોટે એ પણ જણાવ્યું કે, સોનાની કિંમતોમાં બ્રેક કેમ લાગી? મિડલ ઈસ્ટની શું ભૂમિકા છે? સાથે તેમણે એ પણ જણાવ્યું કે, સોના અને ચાંદીની કિંમતોમાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

4 / 10
સોનાની કિંમતો પર મોંઘવારી, ઊર્જાની ઊંચી કિંમતો અને વ્યાજ દરોને લઈને બનેલી અનિશ્ચિતતાનું દબાણ છે. ઊંચી બોન્ડ યીલ્ડના કારણે રોકાણકારોને એવા વિકલ્પો આકર્ષક લાગી રહ્યા છે, જ્યાં નિયમિત વળતર મળે છે. આ ઉપરાંત શેરબજાર, ક્રિપ્ટોકરન્સી અને બીજી કોમોડિટીમાં પણ રોકાણની તકો મળી રહી છે. પિગોટના મતે, સોનાની કિંમત જ્યારે 4,000 ડૉલર પ્રતિ ઓંસની આસપાસ આવે છે, ત્યારે સંસ્થાગત રોકાણકારો ફરી ખરીદી કરવા લાગે છે. કેન્દ્રીય બેંકો પણ કિંમતોને સહારો આપી રહી છે. વધતું સરકારી દેવું, બજેટ ખાદ્ય અને અમેરિકી આર્થિક નીતિઓ અંગેની અનિશ્ચિતતા સોનાની લાંબાગાળાની માંગને મજબૂત કરી રહી છે.

5 / 10
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ સંઘર્ષ સોના અને ચાંદીની કિંમતો માટે મોટો પડકાર બની રહ્યો છે. તણાવના કારણે ઊર્જાની કિંમતો વધે છે, જેનાથી મોંઘવારી વધવાનું જોખમ રહે છે. આનાથી અમેરિકી ડૉલર મજબૂત થઈ શકે છે અને કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરોને ઊંચા જાળવી રાખવાની આશંકા વધે છે. સામાન્ય રીતે મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતા સોનાની માંગ વધારી દે છે. એવામાં જ્યારે મોંઘવારીની સાથે ડૉલર અને વ્યાજ દરોને પણ મજબૂતી મળે છે, ત્યારે સોનાની તેજી પર દબાણ આવી શકે છે. પિગોટનું કહેવું છે કે, "રોકાણકારોનો વિશ્વાસ પાછો લાવવા માટે ઊર્જા બજારમાં તણાવ ઘટવો અને મિડલ ઈસ્ટમાં વાતચીતના મોરચે નક્કર પ્રગતિ જરૂરી છે. માત્ર વાતચીતની જાહેરાતથી બજારનો વિશ્વાસ પાછો ફરવો મુશ્કેલ છે, જ્યાં સુધી તેના પરિણામો જમીન પર દેખાય નહીં." પિગોટનું માનવું છે કે, "અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા લાંબા સમય સુધી સતત વ્યાજ દરો વધારવાની અપેક્ષા નથી. ખૂબ વધારે કડકાઈથી અર્થતંત્રની રફતાર ધીમી થઈ શકે છે, જેનાથી આગળ ચાલીને સોનાની માંગને સમર્થન મળશે."

6 / 10
મેટલ્સ ફોકસના મતે, "સોનાની સરેરાશ કિંમત વર્ષ 2026માં 4,600 ડૉલર પ્રતિ ઔંસ અને વર્ષ 2027માં 5,330 ડૉલર પ્રતિ ઓંસ રહી શકે છે. આ લગભગ 16% નો વધારો છે. વર્ષ 2027ની ચોથી ત્રિમાસિકમાં સરેરાશ કિંમત 5,600 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાનું અનુમાન છે. બજારની પરિસ્થિતિઓ અનુકૂળ રહી, તો ભાવ 6,000 ડૉલરની આસપાસ જઈ શકે છે. વર્ષના અંતિમ મહિનાઓમાં ભારત અને ચીન જેવા બજારોમાં સોનાની ભૌતિક માંગ પણ કિંમતોને સહારો આપી શકે છે. હાલમાં સોનાના સિક્કાઓ અને બારમાં રોકાણની માંગ જાન્યુઆરીના શરૂઆતી ઉછાળા સામે નબળી રહી છે. ડીલરોને જૂનું સોનું વેચવા પાછળ નવી ખરીદીની અસર પણ મર્યાદિત રહી છે."

7 / 10
'ચાંદી' માટે ચિત્ર સોનાના મુકાબલે વધુ જટિલ છે. ચાંદીની સરેરાશ કિંમત વર્ષ 2026માં 72.60 ડૉલર અને વર્ષ 2027માં 84.40 ડૉલર પ્રતિ ઓંસ રહી શકે છે, એટલે કે લગભગ 16% નો વધારો જોવા મળી શકે છે. આવતા વર્ષની ચોથી ત્રિમાસિકમાં ભાવ 90 ડૉલર પ્રતિ ઔંસથી ઉપર જઈ શકે છે. જો કે, ચાંદીની ઔદ્યોગિક માંગમાં નબળાઈ તેજીના રાહમાં અડચણરૂપ બની શકે છે. કંપનીનું અનુમાન છે કે, "ચાંદીનું વૈશ્વિક બજાર વર્ષ 2026માં 3.54 કરોડ ઔંસની અછતથી વર્ષ 2027માં 3.73 કરોડ ઔંસના સરપ્લસ (અધિશેષ) માં આવી શકે છે.  આનું પ્રમુખ કારણ સોલાર પેનલ બનાવતી કંપનીઓ દ્વારા ચાંદીનો વપરાશ ઘટાડવો છે. કંપનીઓ ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને ટેકનોલોજીની કાર્યક્ષમતા વધારવા માટે દરેક પેનલમાં ઓછી ચાંદી નાખી રહી છે. કેટલીક કંપનીઓ તાંબા જેવા બીજા વિકલ્પો પર પણ કામ કરી રહી છે."

8 / 10
પિગોટના મતે, ચાંદીની આગામી મોટી તેજીનો મુખ્ય આધાર ઔદ્યોગિક માંગના બદલે રોકાણકારોની વાપસી હશે. જો સોનામાં તેજી આવે છે અને ચાંદી સાથે જોડાયેલા એક્સચેંજ ટ્રેડેડ ઉત્પાદનોમાં રોકાણ વધે છે, તો બજારમાં ઉપલબ્ધ ચાંદીની માત્રા ઘટી શકે છે. આનાથી કિંમતોને સમર્થન મળી શકે છે. જો કે, તેમને આ વખતે પહેલા જેવી અત્યંત ભૌતિક અછત અને પુરવઠા સંબંધી દબાણની અપેક્ષા નથી, જેણે ચાંદીને પહેલા 120 ડૉલર પ્રતિ ઔંસની ઉપર પહોંચાડવામાં ભૂમિકા ભજવી હતી.

9 / 10
ભારતમાં પણ 'ચાંદી' માટે ભૌતિક રોકાણ માંગ નોંધપાત્ર છે. વર્ષ 2026 માં ભારતીય રોકાણ માંગમાં આશરે 10% ઘટાડો થઈ શકે છે. આને નબળાઈ તરીકે અર્થઘટન ન કરવું જોઈએ, કારણ કે વર્ષ 2025 ના બીજા ભાગમાં ખરીદી અપવાદરૂપે મજબૂત હતી. તે ઊંચા સ્તરોના ઘટાડા છતાં માંગ મજબૂત રહે છે. પિગોટના મતે, 'સોના' માટે કેન્દ્રીય બેંકોની ખરીદી, સરકારી દેવું અને આર્થિક અનિશ્ચિતતા લાંબાગાળે સહારો બની શકે છે. ચાંદીની તેજી માટે સોનાનું મજબૂત પ્રદર્શન અને રોકાણકારોની સક્રિય ભાગીદારી મહત્ત્વપૂર્ણ રહેશે. જો કે, આ અનુમાનો છે; પાક્કા ભાવ નહીં. વ્યાજ દરો, ડૉલર, જીઓ-પોલિટિકલ તણાવ અને રોકાણ પ્રવાહમાં બદલાવથી બજારની દિશા બદલાઈ શકે છે.

10 / 10
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Diwali Muhurat Trading: NSE એ જાહેર કરી ‘તારીખ’ અને ‘ટાઇમિંગ’, રોકાણ કરતા પહેલા જોઈ લો ‘આખું શિડ્યુલ’

Follow Us
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ

સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video

ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત

સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે

ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'

વિદેશી મહિલાએ એક જ ઝાટકે આખેઆખું 'ફાયર પાન' મોઢામાં મૂકી દીધું

વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં માથાકૂટનો નવો વળાંક,

દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો

g clip-path="url(#clip0_868_265)">