RSSના વડા મોહન ભાગવતે આપી વિપક્ષ અને આંદોલનકારીઓને ચેતવણી, કહ્યું- ભારતમાં ફ્રાન્સ અને બાંગ્લાદેશ જેવી સ્થિતિ બનાવવાનો પ્રયાસ
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે વિપક્ષ અને આંદોલનકારીઓને ચેતવણી આપતાં જણાવ્યું કે પ્રજાતંત્રમાં આંદોલનનો હેતુ સમાધાન હોવો જોઈએ, સમાજમાં વિભાજન નહીં. તેમણે ફ્રાન્સ અને બાંગ્લાદેશનો ઉલ્લેખ કરી ભારતને દબાવવા માગતી વૈશ્વિક શક્તિઓના ષડયંત્ર સામે સાવચેત કર્યા.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે વિપક્ષ અને આંદોલનકારીઓને આકરી ચેતવણી આપતાં જણાવ્યું છે કે ભારતમાં પણ ફ્રાન્સ, નેપાળ, અલ્બાનિયા અને બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દુનિયામાં ભારતને દબાવવા માગતી શક્તિઓ સક્રિય છે, જેનો હેતુ વાસ્તવિક પરિસ્થિતિ સુધારવાનો નહીં પરંતુ ‘રિઝાઇમ ચેન્જ’ કરીને પોતાના સ્વાર્થ ખાતર પોતાના પિઠ્ઠુઓને સત્તા પર બેસાડવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર સત્તા બદલવાથી દેશની સમસ્યાઓ હલ થતી નથી.
તેમણે જણાવ્યું કે લોકશાહીમાં સમસ્યાઓ વચ્ચે આંદોલન થવું સ્વાભાવિક છે, પરંતુ આંદોલનનો એકમાત્ર ઉદ્દેશ્ય સમસ્યાનું સમાધાન લાવવાનો હોવો જોઈએ. આપણા અખંડ સમાજમાં કોઈ અનબન, દ્વેષ કે વિભાજન પેદા ન થવું જોઈએ. જ્યારે આંદોલન કોઈ અન્ય લક્ષ્યથી ચાલે છે ત્યારે તે રાજનીતિનું સાધન બની શત્રુભાવ ભડકાવે છે.
ભાગવતે ઉમેર્યું કે કેટલાક લોકો ભારત અને હિન્દુ સમાજને તોડવા માગે છે, જેમને આવા નેતાઓનું સમર્થન પણ મળે છે. આ તાકાતો મતભેદોને મનભેદ બનાવી, અન્યાય અને વિક્ટિમહુડની ભાવના ઊભી કરી દેશની વ્યવસ્થાઓ પ્રત્યે અશ્રદ્ધા તથા અરાજકતા ફેલાવવાની કાર્યપદ્ધતિ અપનાવે છે. ભારતનું મોટું થવું આવી શક્તિઓને અવરોધશે, જેથી તેઓ પોતાના હિત માટે આવા ખેલ કરી રહી છે.
ઉપદેશમાં જીવન મરણની વાત કરી રહ્યા હતા પાદરી, ગણતરીની ક્ષણોમાં જ માથા પર પડ્યો ક્રોસ, મૃત્યુની વાત કરી અને મૃત્યુ આવી…
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video
