AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાનો ‘વનવાસ’ અને ’25 વર્ષનો રેકોર્ડ’, દિવાળી પહેલા આવશે ‘મોટી તેજી’ કે ‘ફસાશે પૈસા’?

દિવાળી અને તહેવારોની મોસમમાં દરેક ઘરમાં સોનાની ખરીદીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે, શું અત્યારે 'સોનું' ખરીદવું યોગ્ય છે અને આગળ તેના ભાવ કઈ દિશામાં જઈ શકે છે? છેલ્લા 25 વર્ષના ઇતિહાસમાં 'સોના' સાથે કંઈક એવો ખતરનાક ખેલ થયો છે કે, જેને એક્સપર્ટે સોનાનો 'વનવાસ' કહ્યો છે.

| Updated on: Oct 20, 2026 | 6:59 PM
Share
તહેવારોની સીઝન છે અને દરેક ઘરમાં 'સોનું' ખરીદવાની ચર્ચા ચાલી રહી છે. હવે મોટો સવાલ એ છે કે, શું અત્યારે સોનું ખરીદવું યોગ્ય છે અને આગળ તેની કિંમત આખરે કઈ દિશામાં જઈ શકે છે? તો જણાવી દઈએ કે, કેડિયા એડવાઈઝરીના અજય કેડિયાએ આનો જવાબ આપી દીધો છે.

1 / 7
અજય કેડિયાનું કહેવું છે કે, સોનામાં આગામી સમયમાં લાંબી અને મોટી તેજી આવી શકે છે. તેથી, રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં 18 થી 20% સુધી સોનું રાખવું જોઈએ. તેમણે ક્રૂડ ઓઈલ, શેરબજાર અને સોનાના પરસ્પર સંબંધોને જોડીને આખી તસવીર સમજાવી છે.

2 / 7
છેલ્લા 25 વર્ષમાં ત્રણ વખત એવું બન્યું છે કે, જ્યારે ક્રૂડ ઓઈલ ખૂબ મોંઘુ થયું અને ત્યારબાદ સોનાએ એક સરખો રસ્તો અપનાવ્યો. ક્રૂડ ઓઈલ જ્યારે ઉપર જાય છે, ત્યારે દુનિયામાં અનિશ્ચિતતા વધે છે અને શેરબજાર નીચે પડવા લાગે છે. આવા સમયમાં રોકાણકારો નાણાં માટે તેમના બીજા રોકાણો વેચે છે અને આ વેચવાલીમાં 'સોનું' પણ નીચે આવી જાય છે. એક્સપર્ટના મતે, આવું 7-8 મહિના સુધી ચાલે છે. આને કેડિયાએ સોનાનો 'વનવાસ' કહ્યો છે.

3 / 7
વર્ષ 2008માં ક્રૂડ ઓઈલમાં તેજી આવ્યા બાદ સોનામાં લગભગ 7-8 મહિના ઘટાડો રહ્યો. ત્યારબાદ ઓક્ટોબર 2008 ની નીચી સપાટીથી સોનામાં જોરદાર તેજી આવી. ત્યારબાદ 1 માર્ચ 2022 ના રોજ રશિયા-યુક્રેન સંકટ વચ્ચે ક્રૂડ ઓઈલ 130 ડોલર સુધી પહોંચ્યું. આ પછી લગભગ આઠ મહિના સોનું ગગડ્યું અને પછી એક મોટી રેલી શરૂ થઈ, જેમાં 'સોનું' જાન્યુઆરી 2026 માં 5,600 ડોલર સુધી પહોંચ્યું. આટલું જ નહીં, 1 માર્ચ 2026 ના રોજ ક્રૂડ ઓઈલ 120 ડોલર પર પહોંચ્યું અને સોનામાં પછી તે જ કહાની ફરીથી જોવા મળી.

4 / 7
કેડિયા કહે છે કે, આ ત્રણેય વખત સોનામાં 26% થી 28% નો ઘટાડો નોંધાયો અને આ વખતે પણ લગભગ તેમજ થયું છે. તેમનું માનવું છે કે, 20 ઓક્ટોબર પછી સોનાનો આ વનવાસ સમાપ્ત થઈ શકે છે. કેડિયાએ યાદ અપાવ્યું કે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ્યારે સોનું 5,400 ડોલર પર હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે; તે 4,000 ડોલર કે તેનાથી નીચે જઈ શકે છે. હવે તેમનું કહેવું છે કે, સોનાએ એક મજબૂત બેઝ બનાવી લીધો છે. કોઈ શેર જેમ એક કદમ પાછળ હટીને મોટી છલાંગ લગાવે છે, તે જ રીતે સોનું પણ મોટી તેજીની તૈયારી કરી રહ્યું છે. તેમણે વધુમાં એ પણ કહ્યું કે, આ તેજી રાતોરાત નહીં આવે.

5 / 7
કેડિયાના જણાવ્યા મુજબ, સોનામાં તેજી પાછળ આ વખતે સૌથી મોટું કારણ "ફાઈનાન્શિયલાઈઝેશન ઓફ ગોલ્ડ" (સોનાનું નાણાકીયકરણ) છે. અગાઉ ભારતીયો સોનું ખરીદીને તિજોરીમાં મૂકી દેતા હતા. એટલા માટે એવું કહેવાય છે કે, ભારતમાં લગભગ 35,000 ટન સોનું પાયું છે પરંતુ હવે લોકો સોનાને રોકાણ તરીકે પણ ખરીદી રહ્યા છે. તેમના મતે, દુનિયાભરની સેન્ટ્રલ બેંકો સોનું ખરીદી રહી છે, ETF માં ખરીદી વધી રહી છે અને ચીન પણ પોતાના ભંડારમાં સોનું ઉમેરી રહ્યું છે. ટૂંકમાં સોનાને ચારેય બાજુથી ટેકો મળી રહ્યો છે.

6 / 7
કેડિયા જણાવે છે કે, છેલ્લા 10 વર્ષમાં 'સોનું' (વર્ષ 2017 માં લગભગ 1.8% અને વર્ષ 2021 માં લગભગ 2.5 થી 3%) ફક્ત બે જ વખત ઘટ્યું. બાકીના વર્ષોમાં સોનાએ સતત ડબલ ડિજિટ વળતર આપ્યું છે. કેડિયાનું કહેવું છે કે, સોનામાં રોકાણની ત્રણેય જરૂરી ખૂબી (લિક્વિડિટી, સુરક્ષા અને વળતર) છે. તેથી, તેઓ પોર્ટફોલિયોમાં 18 થી 20% સુધી 'સોનું' રાખવાની સલાહ આપે છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોના-ચાંદીમાં ઇતિહાસ રચાશે! વર્ષ 2027 સુધીમાં ભાવ નવી ઊંચાઈએ પહોંચશે, ગ્લોબલ રિપોર્ટનો ‘મોટો દાવો’

Follow Us
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ

ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ

મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે

સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ

સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video

ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત

સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે

ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'

વિદેશી મહિલાએ એક જ ઝાટકે આખેઆખું 'ફાયર પાન' મોઢામાં મૂકી દીધું

g clip-path="url(#clip0_868_265)">