Diabetes Care: ડાયાબિટીસ દરેક ઋતુમાં કંટ્રોલમાં રહેશે, આ શાકભાજી ખાવાનું શરૂ કરો
ડાયાબિટીસ (Diabetes)ને નિયંત્રિત કરી શકાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં કેટલીક એવી શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ, જેનાથી તમે દવા પર ઓછા નિર્ભર રહિ શકો.આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે, તમારે ડાયટમાં કઈ કઈ શાકભાજીને સામેલ કરવી જોઈએ. જેનાથી તમારે ડાયાબિટસમાં દવા પર ઓછું નિર્ભર રહેવું પડે.

Blood Sugar: ડાયાબિટીસની બિમારી આજ-કાલ કોમન થઈ ગઈ છે. મોટાથી લઈને યુવાનો પણ આ બિમારીની ઝપેટમાં આવવા લાગ્યા છે. ડાયાબિટીસની બિમારી તમે માત્ર હેલ્ધી લાઈફસ્ટાઈલ દ્વારા કંટ્રોલ કરી શકો છો. હેલ્થ એક્સપર્ટસ હંમેશા બ્લડ શુગરના દર્દીઓને સલાહ આપે છે કે, તેની લાઈફ સ્ટાઈલ સ્વસ્થ રાખે. હંમેશા ડાયટમાં લાપરવાહીના કારણે બ્લડ શુગરનો ખતરો વધુ રહે છે.

તેમે તમારા આહારમાં શુ લઈ રહ્યા છો તેની સીધી અસર બ્લડ શુગર પડે છે. તેથી આહાર માટે ડાયાબિટીઝ ફ્રેન્ડલી બનવું મહત્વપૂર્ણ છે. બ્લડ સુગરનું સ્તર સામાન્ય રહેવું જોઈએ, એટલા માટે તમે એક્સસાઈઝની સાથે સાથે તમારા ડાયટમાં કેટલાક શાકભાજીનો સમાવેશ કરો.

ટમેટાંનો ઉપયોગ તમે સલાડ કે પછી સબ્જીના રુપમાં કરી શકો છો. ટમેટાંમાં રહેલા પોષ્ક તત્વ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક હોય શકે છે. (photo : healthline.com)

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે. તેમણે પોતાની ડાયટમાં શિમલા મિર્ચ સામેલ કરવી જોઈએ. જેમાં રહેલા વિટામિન સી, કે પોટેશિયમ અને વિટામિન બી 6 હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે. (photo : tv9hindi)

લીલા મરચાં વગર કોઈ પણ ફુડ અધુરું છે. પછી મરચાં તીખાં જ કેમ ન હોય દરેક ઋતુમાં મળતાં લીલા મરચાંનું સેવન ડાયાબિટીસના દર્દીએ લાલ મરચાંની જગ્યાએ કરવું જોઈએ. લીલા મરચાંમાં કેપ્સેસિન નામનું એક ખાસ રસાયણ હોય છે. જેના કારણે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા સુધરે છે. (photo :doorkisan.com )

આંદુને સબ્જી અને મસાલા બંન્નેના રુપમાં કરી શકો છો. હાઈ બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે આંદુમાં અનેક તત્વ હોય છે. દરરોજ ડાયટમાં સામેલ કરવાથી બ્લડ શુગર લેવલ યોગ્ય કરી શકો છો.(photo : )