પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદા ધરાવાયો દાડમનો અન્નકૂટ, જુઓ મનમોહક તસવીરો
શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ દાદાને આજે પૂનમ નિમિત્તે દાળમનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. હજારો લોકોએ દાદાના અન્નકૂટનો દિવ્ય દર્શનનો લાભ ઓનલાઈન તથા પ્રત્યક્ષ રીતે લીધો હતો. દાદાને આજે સાંજે વિશેષ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.


સાળંગપુર ધામમાં દરરોજ હજારો ભક્તો દાદાના દર્શને આવે છે, બોટાદ જિલ્લામાં આવેલું દાદાનું ઘામ ગુજરાત સહિત દેશ અને વિદેશમાં ખ્યાતી ઘરાવે છે અને દરરોજ લોકો અહીં આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

આજે પૂનમ અને શનિવારનો દિવસ હોવાને કારણે દાદાને ખાસ અન્નકૂટ તથા વિશેષ આરતી કરવામાં આવી હતી અને સાંજે પણ ષોડશોપચાર પૂજન કરી વિશેષ આરતી કરવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે તા.24-02-2024ને શનિવારના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી હૃદયપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાને દાડમનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

પૂનમ નિમિતે સાંજે 5:૩૦ કલાકે દાદાનું ષોડશોપચાર પૂજન-અર્ચન એવં પુષ્પાભિષેક-સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. દાદાના હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.

શનિવાર હોવાને કારણે દાદાના ભક્તો શ્રીકષ્ટભંજનદેવ દાદાના દર્શન કરવા માટે વિશેષ આવે છે. જો કે દાદાના દર્શને આવતા ભક્તો માટે મંદિર દ્વારા ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે.

હજારો લોકોએ દાદાના અન્નકૂટનો દિવ્ય દર્શનનો લાભ ઓનલાઈન તથા પ્રત્યક્ષ રીતે લીધો હતો. દાદાને આજે સાંજે વિશેષ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

































































