ગુજરાતના આ સ્થળે શ્રી રામે શબરીના ચાખેલા બોર ખાધા હતા, આ તિર્થસ્થાને રામભક્તોની અતૂટ શ્રદ્ધા ઝળકે છે

ત્રેતા યુગનાં રામાયણકાળમાં સીતાજીની શોધમાં દક્ષિણ દિશામાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રીરામ અને ભ્રાતા લક્ષ્મણ માતા શબરીને ડાંગ જિલ્લાનાં સુબિર પાસેનાં શબરીધામનાં ચમક ડુંગર નામક સ્થળે રૂબરૂમાં દર્શન આપ્યા હતા. શબરી માતાનાં એઠા બોર પ્રભુ શ્રીરામે આરોગી ઉચ્ચ નિચ્ચનો ભેદ દૂર કર્યો હોવાની લોકવાયકા પ્રચલિત છે.

Ankit Modi
| Edited By: | Updated on: Mar 18, 2024 | 3:09 PM
ડાંગ જિલ્લામાંથી માતા શબરીનાં વંશજો 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચી બોર અને ધનુષ બાણ ભેટ ધરશે. ડાંગ જિલ્લાનાં શબરી ધામ સૂબિર ખાતેથી માતા શબરીનાં વંશજો અયોધ્યા ખાતે જઈ પ્રભુ શ્રીરામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં યજ્ઞમાં ભાગ લઈ શબરી અને રામ મિલનનો ભારતવર્ષને ભક્તિમય સંદેશો પણ પાઠવશે.

1 / 7
ત્રેતા યુગનાં રામાયણકાળમાં સીતાજીની શોધમાં દક્ષિણ દિશામાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રીરામ અને ભ્રાતા લક્ષ્મણ માતા શબરીને ડાંગ જિલ્લાનાં સુબિર પાસેનાં શબરીધામનાં ચમક ડુંગર નામક સ્થળે રૂબરૂમાં દર્શન આપ્યા હતા. શબરી માતાનાં એઠા બોર પ્રભુ શ્રીરામે આરોગી ઉચ્ચ નિચ્ચનો ભેદ દૂર કર્યો હોવાની લોકવાયકા પ્રચલિત છે.

ત્રેતા યુગનાં રામાયણકાળમાં સીતાજીની શોધમાં દક્ષિણ દિશામાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રીરામ અને ભ્રાતા લક્ષ્મણ માતા શબરીને ડાંગ જિલ્લાનાં સુબિર પાસેનાં શબરીધામનાં ચમક ડુંગર નામક સ્થળે રૂબરૂમાં દર્શન આપ્યા હતા. શબરી માતાનાં એઠા બોર પ્રભુ શ્રીરામે આરોગી ઉચ્ચ નિચ્ચનો ભેદ દૂર કર્યો હોવાની લોકવાયકા પ્રચલિત છે.

2 / 7
ભગવાન રામે ડાંગની ધરા પર પાવન પગલા પાડયા હોવાથી શબરીધામ પ્રત્યે ભાવિક ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે. સને 2006 દરમિયાન અહીં રામ કથાકાર મોરારી બાપુના સુચનથી ભવ્ય 'શબરી કુંભ મેળા' નું આયોજન કરાયુ હતુ.અહીં  પવિત્ર પંપા સરોવરમાં સ્નાન કરી લોકો આસ્થા વ્યક્ત કરે છે.

3 / 7
શબરીધામ ખાતેનાં ચમક ડુંગરનો વિકાસ થતા આજે ભગવાન પ્રભુ શ્રીરામ, ભ્રાતા લક્ષ્મણ અને માતા શબરીની નયનરમ્ય પ્રતિમા સાથે વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે.સ્થાનિક આદિવાસી ભાવિક ભક્તો સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે.

4 / 7
22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ લલ્લાના ભવ્ય મંદિરના નિર્માણ સાથે પ્રભુ અને શબરી માતાના મિલનનાં દિવસે એટલે કે તા.14 જાન્યુઆરીએ વહેલી સવારે પંપા સરોવરથી શબરીધામ સુધી સાત કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા નીકળશે.જેમાં પ્રભુ શ્રીરામ, ભ્રાતાશ્રી લક્ષ્મણ, અને ભીલડી માતા શબરીની વેશભૂષા સાથે ભજન, કીર્તન, લોકનૃત્ય, રામધૂન સાથે લોકો જોડાશે.

5 / 7
શબરી માતા સેવા સમિતિના અધ્યક્ષ ડો.ચીંતુભાઈ ચૌધરી અનુસાર 22 જાન્યુઆરી સુધી અનેકવિધ કાર્યક્રમોના સથવારે પ્રભુ શ્રીરામ લલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ઉજવવામાં આવશે. ત્રેતા યુગમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો વિસ્તાર એટલે ડાંગ જિલ્લાના સૂબિરનાં ચમક ડુંગર પર માતા શબરી દરરોજ ભગવાન રામની પ્રતીક્ષામાં માર્ગની સાફ સફાઈ કરી બોર તોડી મુકતા હતા.

6 / 7
14મી જાન્યુઆરીનાં રોજ પ્રભુ શ્રીરામે માતા શબરીને સાક્ષાત દર્શન આપી એઠા બોર આરોગ્યા હતા. અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે માતા શબરીના વંશજો રામ લલાનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે આ અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું છે.

7 / 7

Latest News Updates

Follow Us:
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

g clip-path="url(#clip0_868_265)">