Ahmedabad: રામોલમાં રાવણદહન માટેના રાવણ બનાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં- જુઓ Photos
Ahmedabad: અમદાવાદમાં દશેરા પૂર્વે રાવણદહન માટે રાવણ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ યુપીથી કારીગરો રાવણ બનાવવા માટે ગુજરાત આવે છે અને રાવણ દોઢ મહિના અગાઉથી રાવણ બનાવવાની કામગીરી શરૂ કરી દે છે. હાલ રાવણ બનાવવાની તૈયારીઓને અંતિમ તબક્કામાં છે. જેમા મોટાભાગના રાવણ બનીને તૈયાર છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં રાવણના ઓર્ડર મુજબના પૂતળા તૈયાર થાય છે. જેમા 10 ફુટથી 50 ફુટ સુધીના પૂતળા તૈયાર કરવામાં આવે છે.

Ahmedabad: અમદાવાદમાં રામોલ વિસ્તારમાં રાવણ દહન માટેની રાવણ તૈયાર કરવામાં આવે છે. આ રાવણ યુપીના વૃંદાવન, આગ્રા અને મથુરાથી આવેલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે.

અહીં કારીગરો દ્વારા 10 ફુટથી લઈને 50 ફુટ સુધીના મહાકાય રાવણ તૈયાર કરવામાં આવે છે. કારીગરો વિવિધ કમિટીના ઓર્ડર મુજબના રાવણ તૈયાર કરે છે

યુપીના કારીગરો દશેરા પહેલા દોઢ મહિના અગાઉ ગુજરાત આવી જાય છે અને રાવણ બનાવવાની કામગીરી શરૂ કરી દે છે. 40 ફુટનો એક રાવણ બનાવતા એક થી બે દિવસનો સમય લાગે છે

આ રાવણની બનાવટમાં કાગળ, બામ્બુ, જિલેટીવ, લાકડી, ફટાકડા અને ગુંદરનો ઉપયોગ થાય છે. ત્રણ પાર્ટમાં રાવણને તૈયાર કરવામાં આવે છે

રાવણનું મસ્તક, શરીર અને પગ એમ ત્રણ ભાગમાં રાવણ તૈયાર થાય છે. આ વર્ષે રાવણની કિંમતમાં પણ વધારો થયો છે. પ્રતિ 10 ફુટ રાવણના 6 હજાર રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા છે

મોંઘવારીને કારણે રાવણ પણ મોંઘા થયા છે. આ વર્ષે 10 ફુટના એક રાવણની કિંમત 6 હજાર રૂપિયા છે. કાગળ અને ગુંદરના ભાવ વધતા રાવણના ભાવમાં 5 ટકાનો વધારો કરાયો હોવાનુ કારીગરો જણાવે છે