દેશભરમાં ગુરુવારે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. દેશના દરેક ખૂણે ભક્તો પોતાની યથાશક્તિ ભગવાન રામના જન્મોત્સવથી ઉત્સાહભેર ઉજવણી કરે છે. ત્યારે આવી જ એક અનોખી ઉજવણી વિશે આ અહેવાલમાં વાત કરીશું.
અયોધ્યા રામમંદિર વિવાદને 173 વર્ષ પૂરા થયા છે. અને અયોધ્યામાં રામ મંદિર બનવાનું પણ શરૂ થઈ ગયું છે, એ પળને 173 કલાકની દોડનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવી રામનવમીના આ પાવન તહેવારને ઉજવાશે.
મૂળ આયોધ્યાનો રહેવાસી અને હાલમાં અમદાવાદમાં અભ્યાસ કરતો 23 વર્ષીય આકાશ ગુપ્તા, જે દસ વર્ષથી દોડનો શોખ ધરાવે છે. આકાશ એક અઠવાડિયામાં 173 કલાક દોડી જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવશે.
આકાશ ગુપ્તાએ આ ઉપરાંત પહેલાં પણ અમદાવાદથી મુંબઈ સુધી દોડ લગાવી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. અને, હાલ આકાશ 23મી તારીખથી 1 સપ્તાહમાં 173 કલાક દોડી પહેલાના રેકોર્ડને બ્રેક કરશે. સાથે જ આકાશ ગુપ્તાએ બીજા પણ 2 રેકોર્ડ બનાવ્યા છે, જેમાં 12 કલાકમાં 82 કિલોમીટર બેકવર્ડ રનિંગ અને બેટફૂટ (ખુલાપગે )રનીંગમાં જૂનો રેકૉર્ડ 220 કિલોમીટર હતો. જેને 270 કિલોમીટરની સાથે આકાશ ગુપ્તાએ બ્રેક કર્યો.
આ સાથે જ આકાશ ગુપ્તાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ત્રણેયમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. (Input Credit - Hiren Joshi)