Ahmedabad: અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે જી.એસ મલિકે લીધો ચાર્જ, ગાર્ડ ઓફ ઓનર આપી કરાયુ સન્માન- જુઓ Photos
Ahmedabad:અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે જી.એસ. મલિકે ચાર્જ લીધો છે. તેઓ 1993ની બેચના IPs અધિકારી છે. 8 જાન્યુઆરી 1994ના રોજ તેમની નિમણુક કરવામાં આવી હતી.


Ahmedabad: જી.એસ મલિક અમદાવાદના નવા પોલીસ કમિશનર બન્યા છે. આજે તેમણે કમિશનર તરીકેનો ચાર્જ ગ્રહણ કર્યો છે. આ દરમિયાન કમિશનર કચેરી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. નવનિયુક્ત કમિશનરે ચાર્જ લીધો ત્યારે અમદાવાદ શહેરના તમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમિશનર કચેરીએ હાજર રહ્યા હતા.

1993ની બેચના IPS અધિકારી છે GS મલિકની 8 જાન્યુઆરી 1994ના રોજ IPS તરીકે નિમણુક કરવામાં આવી હતી. તેઓ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લામાં ફરજ બજાવી ચુક્યા છે.

અમદાવાદ રેન્જ આઈજી, એસીબી અને ક્રાઇમ બ્રાંચના ડીસીપી તરીકે જી.એસ.મલિક ફરજ બજાવી ચુક્યા છે. છેલ્લા 5 વર્ષ થી BSFના વડા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ડીજી કક્ષાના અધિકારી પોસ્ટિંગ અપાતું હતું. જી.એસ.મલિક એડિશનલ ડીજી કક્ષાના અધિકારી હોવાથી અમદાવાદ પોલીસ કમિશનરની પોસ્ટ ડિગ્રેટ કરવામાં આવી છે.

નવનિયુક્ત પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યા બાદ મીડિયા સમક્ષ જણાવ્યુ કે ફરી અમદાવાદ આવ્યાની ખુશી છે. પહેલા પણ તેઓ DCP ક્રાઈમ તરીકે ફરજ બજાવી ચુક્યો છુ. તેમણે જણાવ્યુ કે પોલીસનું કામ ગુના અટકાવવાનું છે. શહેરમાં કાયદો વ્યવસ્થા, ટ્રાફિક, અસામાજિક પ્રવૃતિ અટકે એ પ્રાથમિક્તા રહેશે.

મીડિયા સાથેની વાતચીતમાં નવા કમિશનરે જણાવ્યુ કે પોલીસ કડકી રીતે કામ કરશે, ગુનેગારો ડરે એ પણ પોલીસ ધ્યાન રાખશે. ડ્રગ્સનું દૂષણ વધ્યુ છે. તેના પર પણ કામ કરશે.

































































