Ahmedabad: એક એવી અનોખી લાયબ્રેરી કે જેમાં સાડીઓનો સંગ્રહ છે, જાણો શું છે લાયબ્રેરીનો ઉદ્દેશ

અમદાવાદ શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલ કોમર્સ છ રસ્તા પાસે આ લાયબ્રેરી આવેલી છે. આદર્શ અમદાવાદ નામની સંસ્થા દ્વારા સાડી લાઈબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે આ લાઈબ્રેરીમાં વિવિઘ પ્રકારની સાડીઓ, ડ્રેસ, ચણિયાચોળી વગેરે રાખવામાં આવે છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Mar 24, 2022 | 4:30 PM
લાઇબ્રેરી, આ શબ્દ સાંભળતાજ આપણા મનની અંદર શેનું ચિત્ર ઉપસી આવે. સ્કૂલ કે કોલેજમાં ભણવા જાવ ત્યારે આ શબ્દ સાંભળવા મળે. એક એવું સ્થળ કે જ્યાં આપણે બેસીને શાંતિથી ભણી શકે અથવા વાંચી શકીએ.લાઈબ્રેરી અનેક પ્રકારની હોઈ શકે જેમકે વાંચવાની લાઇબ્રેરી, જર્નલ્સની લાઇબ્રેરી ફોનોગ્રાફ્સ લાયબ્રેરી ચિત્રાત્મક લાયબ્રેરી અને દ્રશ્ય-શ્રાવ્ય લાઇબ્રેરી પરંતુ આજે તમને એક એવી લાઇબ્રેરીની વાત કરીશું જેમાં આમાનું કશું નથી પણ છે ફક્ત સાડીઓ તમે બરોબર સમજ્યા સાડી લાઇબ્રેરી.

1 / 7
 અમદાવાદ શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલ કોમર્સ છ રસ્તા પાસે આ લાયબ્રેરી આવેલી છે આદર્શ અમદાવાદ નામની સંસ્થા દ્વારા સાડી લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે આ લાયબ્રેરીમા વિવિઘ પ્રકારની સાડીઓ, ડ્રેસ, ચણિયાચોળી વગેરે રાખવામાં આવે છે.

2 / 7
 ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે  શુભ પ્રસંગ માટે ઘણી મોંઘી સાડીઓ ખરીદતા હોય છે આ સાડીઓ ડ્રેસ કે ચણીયા ચોળી બે-ત્રણ વખત પહેર્યા પછી તેનો ઉપયોગ કરતા નથી અને પછી જો પાછો પ્રસંગ આવે ત્યારે નવા કપડા ખરીદીએ છીએ કબાટમાં ખૂબ જ સારી રીતે સચવાયેલી આ સાડીઓ કે ચણિયા ચોળી આ સંસ્થાને દાનમાં આપવામાં આવે છે આ સાડીઓ નો સંગ્રહ કરીને એક સુંદર મજાની લાઇબ્રેરી ઉભી કરવામાં આવી છે , આ કપડા સમાજના દરેક વર્ગના અને કોઈ પણ પરિવારના લોકો આવીને લઈ શકે છે.

3 / 7
આ સાડીઓ ની કિંમત આશરે 2000 હજાર રૂપિયાથી લઈને 25000 રૂપિયા સુધીની પણ હોઇ શકે છે અહીં સિલ્કની સાડીઓ ચણીયા ચોળી કે ડ્રેસ લગ્ન રક્ષાબંધન દિવાળી જેવા વિવિધ અનેક પ્રસંગે પહેરાય તેવી હોય છે સિલ્કની સાડીઓ ડિઝાઇનર વર્ક વાળા ચણીયા ચોળી અને ડ્રેસ રાખવામાં આવે છે.

4 / 7
 આ દરેક સાડી અને ચણિયા-ચોળી ને ધોઈને ડ્રાય ક્લીન કરીને રાખવામાં આવે છે જો તમે શુભ પ્રસંગે 5,000 રૂપિયાની સાડી ખરીદવા નું વિચાર્યું હોય તો અહીં તમને વિનામૂલ્યે 15000 કે ૨૫ 000 રૂપિયાની સાડી ચણીયા ચોળી પણ મળી શકે છેઉપરાંત જો તમારી પાસે સારી સાડીઓ હોય પણ દરેક પ્રસંગે તેજ સાડીઓ ના પહેરવી હોય તો તેમને અહીં  વિનમુલ્યે પસંદગીની વિશાળશ્રેણી  પણ મળી રહે છે

5 / 7
અહીં પ્રસંગોપાત પહેરાય તેવી 200 કરતા વધારે સાડીઓ ચણીયા ચોળી અને ડ્રેસ રાખવામાં આવે છે સૌથી મહત્વની વાત એ છે કે આ બધું જ સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવે છે આ સાડીઓ ચણિયાચોળી વગેરેને તેની ગુણવત્તા પ્રમાણે અલગ પાડવામાં આવે છે. આ કપડાને તેની ગુણવત્તાને આધારે આધારે એક રિફંડેબલ ડીપોઝીટ લઈને આપવામાં આવે છે આ રિફંડેબલ ડીપોઝીટ 1000થી લઈને 2000 રૂપિયા સુધીની હોય છે એક વખત અહીંથી સાડી ચણીયા ચોળી કે ડ્રેસ સાત દિવસ સુધીની સમયમર્યાદામાં આપવામાં આવે છે અને જ્યારે પરત આપવામાં આવે ત્યારે આ રિફંડેબલ ડીપોઝીટ પાછી આપવામાં આવે છે આ રીતે આ સાડી ચણીયા ચોળી કે ડ્રેસ સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવે છે ફક્ત આ કપડાં લઈ જાય ત્યારે પોતાના ઓળખના પૂરાવા તરીકે આધારકાર્ડ રેફરન્સ અને ફોન નંબર જ આપવાનું હોય છે.

6 / 7
  આજના મોંઘવારીના સમયમાં ઘરમાં આવેલ શુભ પ્રસંગમાં આવી લાઇબ્રેરી થી સારા કપડાં પણ પહેરાય અને પ્રસંગનું આર્થિક બજેટ પણ સચવાઈ જાય તે મહત્વનું હોય છે સાથે સાથે ડિઝાઇનર અને મોંઘા કપડાં પહેરવાની લોકોની ઈચ્છા પણ પૂર્ણ થાય છે. ( Photos By- Manish Trivedi, Edited By- Omprakash Sharma)

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">