Vadodara ના 74 વર્ષીય મિકેનકલ એન્જિનિયરે જુદા જુદા 8 પ્રકારની લંબગોળ સાયકલ બનાવી, જરુરિયાત ધરાવતા લોકોને ફ્રિ આપે છે

પુત્રીને મળવા માટે સાત-આઠ વર્ષ અગાઉ અમેરિકા ગયા અને ત્યાં તેમણે ત્યાંની ઈલિપ્ટિકલ સાયકલ જોઈ અને સવારી કરી હતી. જો કે તેની કિંમત ઘણી વધારે લાગી તેથી તેઓએ ઓછા ખર્ચે આવી અવનવી સાયકલો ભારતમાં જ બનાવવાનું વિચાર્યું

yunus.gazi
| Edited By: | Updated on: Jun 03, 2023 | 7:47 PM
વડોદરા શહેરના 74 વર્ષીય સુધીર ભાવે નિવૃત્ત મિકેનિકલ એન્જિનિયર છે. નાનપણથી જ સાયકલ ચલાવવાના તેમના જુસ્સાને કારણે તેમણે ૮ જેટલી લંબગોળ સાયકલ જાતે જ બનાવી છે. આ ઉંમરે પણ તે દરરોજ ઓછામાં ઓછું 10 કિમી ચાલે છે અને સાયકલ ચલાવે છે. ઉપરાંત જે લોકોને સાયકલની જરૂર હોય તેઓને સવારી માટે મફત સાયકલ આપે છે. તેમની દરેક સાયકલનાં ચક્રો સંપૂર્ણપણે કસરત માટે હોય છે. તેમનો આ નવો આઈડિયા અને નવી ડિઝાઇન દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે.

1 / 6
અનોખા સાયકલિસ્ટ સુધીર ભાવેએ એમ. એસ. યુનિવર્સિટીમાંથી 1973 માં મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતુ. નિવૃત્તિ પછી તેમની પુત્રીને મળવા માટે સાત-આઠ વર્ષ અગાઉ અમેરિકા ગયા અને ત્યાં તેમણે ત્યાંની ઈલિપ્ટિકલ સાયકલ જોઈ અને સવારી કરી હતી. જો કે તેની કિંમત ઘણી વધારે લાગી તેથી તેઓએ ઓછા ખર્ચે આવી અવનવી સાયકલો ભારતમાં જ બનાવવાનું વિચાર્યું હતુ અને તેને અમલમાં મુક્યો હતો.

2 / 6
એક લંબગોળની કિંમત 1400 ડૉલરની કિંમત પોતાને ઘણી વધારે લાગી હતી. તેથી તેઓએ ભારત આવીને એન્જિનિયરિંગ મગજ કામે લગાડ્યુ અને લંબગોળ સાયકલ બનાવવાનું વિચાર્યું. ભારતમાં પાછા આવ્યા પછી તેના પર કામ કરવાનું શરૂ કર્યું. લગભગ ૪ મહિનાની મહેનત પછી 300 ડોલરમાં સાયકલ તૈયાર કરવામાં આવી હતી. પાછળથી મેં લંબગોળ સાયકલ બનાવવાનું શરૂ કર્યું અને શરૂઆતમાં ત્રણ ઓર્થોપેડિક ડોકટરોએ મારી પાસેથી એ સાયકલ ખરીદી અને તેનો ઉપયોગ કર્યો હતો એમ સુધીર ભાવેએ કહ્યુ હતું.

3 / 6
મિકેનિકલ એન્જિનિયરિંગ કુશળતાનો ઉપયોગ કરીને સુધીર ભાવેએ કસરત કરવા માટે વિવિધ આકાર, પ્રકાર અને કદની ૮ લંબગોળ સાયકલ ડિઝાઇન કરી. તેમણે તેનું નામ તેના પરિવારના સભ્યો અને મિત્રોના નામ પરથી રાખ્યું છે. ફિટ રહેવા માટે તેનો નિયમિત રીતે ઉપયોગ પણ કરી રહ્યા છે.

4 / 6
મારા અનુભવનો ઉપયોગ કરીને મેં સ્થાનિક રીતે ઉપલબ્ધ ભાગો સાથે વિવિધ પ્રકારની સાયકલ બનાવી. બાકીના અનુપલબ્ધ ભાગોને જાતે જ ડિઝાઇન કર્યા. મારા મિત્રોએ આ અનુપલબ્ધ ભાગો બનાવવામાં સંપૂર્ણ મદદ કરી છે. તેઓ મને સાયકલ પૂર્ણ કરવામાં મદદ કરે છે. આ દરેક સાયકલની સંપૂર્ણપણે બનાવટ મેઈડ ઈન ઇન્ડિયા છે. એક સાયકલ બનાવતાં ૩ થી ૪ મહિનાનો સમય લાગે છે. તે બધીયે સાયકલ માત્ર કસરતના હેતુ માટે છે. કેટલાક ઉપલા શરીરને નિશાન બનાવે છે, કેટલાક નીચલા અને બાકીના વપરાશકર્તાના આખા શરીરને એમ સુધીર ભાવેએ જણાવ્યું હતું.

5 / 6
સુધીર ભાવે એક જુસ્સાદાર સાયકલ સવાર છે. દરરોજ ઓછામાં ઓછી લગભગ 10 કિલોમીટરની સવારી તેઓ પોતે જ કરે છે. આ ઉપરાંત તેઓ જે નાગરિકોને સાયકલની જરૂર હોય તેમની જરૂરિયાત મુજબ મફતમાં સાયકલ પણ આપે છે. છેલ્લા 12 વર્ષથી સુધીર ભાવે વડોદરામાં જ સાયકલિંગ ક્લબ ચલાવે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">