જુઓ કઇ રીતે ઉત્તરાખંડમાં મજૂરોના બાળકોને ભણાવવાનું નેક કામ કરી રહ્યા છે BRO ના ઓફિસર
વર્તમાનમાં 60-70 બાળકો આ શિબિરોમાં ભાગ લઇ રહ્યા છે. બીઆરઓના આ અધિકારીઓ બાળકોને કપડા અને રાશન ઉપલબ્ધ કરાવવા માટે એક એનજીઓ 'ગૂંજ' સાથે મળીને સક્રિય રૂપથી કામ કરી રહ્યા છે.
ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન સરહદ નજીક રોડ નિર્માણ કરીને દેશને રણનૈતિક રૂપથી મજબૂત બનાવનાર સીમા માર્ગ સંગઠન (BRO) હાલમાં એક સારા કામમાં જોડાયુ છે. બીઆરઓએ ઉત્તરાખંડમાં ધરાસૂ-ગંગોત્રી માર્ગ પર ચાલી રહેલા વિભિન્ન માર્ગ નિર્માણ કાર્યોમાં તેની તરફથી હાયર કરવામાં આવેલા મજૂરો એટલે કે સીપીએલના (CPL) બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરી છે.
મોબાઇલ કનેક્શન અને પ્રાથમિક સુવિઘાઓ વગર બીઆરઓના ઓફિસરો આ બાળકોને ઉંચા વિસ્તારોમાં શિક્ષણ પ્રદાન કરાવી રહ્યા છે.
60 થી 70 બાળકો આવે છે ક્લાસમાં
ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી રાજમાર્ગ પર માર્ગ નિર્માણ માટે જવાબદાર જૂનિયર એન્જીનિયર રાહુલ યાદવ અને સૂબેદાર સંદેશ પવારે બાળકોને પ્રાથમિક શિક્ષા પ્રદાન કરાવવા માટે તેમના માતા-પિતાના બહાર કામ કરવા જવાના સમયે વ્યસ્ત રાખવા માટે વિચાર રાખ્યો. ઝંગલા, હિંડોલીગઢ અને નાગામાં ત્રણ શિબિરોમાં 21 જુલાઇ 2021 થી આઉટડોર શિક્ષણનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
વર્તમાનમાં 60-70 બાળકો આ શિબિરોમાં ભાગ લઇ રહ્યા છે. બીઆરઓના (BRO) આ અધિકારીઓ બાળકોને કપડા અને રાશન ઉપલબ્ધ કરાવવા માટે એક એનજીઓ ‘ગૂંજ’ સાથે મળીને સક્રિય રૂપથી કામ કરી રહ્યા છે. આ અધિકારીઓની પહેલને આગળ વધારતા બીઆરઓએ આવનાર મહિનાઓમાં બાળકોને આવાસ અને વધુ સારી શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરવા માટેની યોજના બનાવી છે.
સીપીએલ, સીમા માર્ગ સંગઠનનો મુખ્ય ભાગ છે કારણ કે તે રાજનીતિક સીમા વાળા માર્ગોના નિર્માણને સુનિશ્ચિત કરવા માટે દુર દુરના અને મુશ્કેલ વિસ્તારોમાં કામ કરે છે. તેઓ લાંબા સમય સુધી પોતાના ઘરથી દૂર રહે છે. આ વિસ્તારોમાં કામ કરનાર મજૂરો મોટાભાગે ઝારખંડના રહેવાસી અથવા તો નેપાળની સીમા પાસે રહેનાર હોય છે. સંગઠનના આ કામથી આ બાળકોના માતા-પિતા સંગઠનથી પ્રોત્સાહિત રહે અને સંતુષ્ટ રહે જેથી તેઓ સંગઠન માટે કામ કરતા રહે છે.
બીઆરઓની શરૂઆત 7 મે 1960 ના રોજ થઇ હતી અને તેને શરૂ કરવા પાછળનું કારણ દેશની સિમાઓને સુરક્ષિત કરવાનું હતું. સાથે જ આ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્ર્ચરને ડેવલપ કરવાનું હતુ. દેશની આંતરરાષ્ટ્રીય સરહદને જોડતા માર્ગનુ બાંધકામ બીઆરઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.