Maharashtra: મુખ્ય પ્રધાન ઉદ્ધવને ‘થપ્પડ’ મારવાનું કહીને ફસાયા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે, નાસિક-પુણેમાં નોધાઈ FIR, શિવસેનાએ લગાવ્યા ‘મરઘી ચોર’ના પોસ્ટર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ નાસિક અને પુણેમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. શિવસેના દ્વારા નારાયણ રાણેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના વિવાદાસ્પદ નિવેદન કરવાના કારણે મહારાષ્ટ્રનુ રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુધ્ધ નિવેદન આપવા બદલ નાસિક અને પુણેમાં રાણે સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. શિવસેના દ્વારા નારાયણ રાણેનો વિરોધ કરાઈ રહ્યો છે. રાણેના વિરોધમાં શિવસેનાએ ‘મરઘી ચોર’ના પોસ્ટર લગાવ્યા છે.
શિવસેનાના વિરોધ બાદ મુંબઈમાં નારાયણ રાણેના જુહુ ખાતે આવેલા નિવાસસ્થાનની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવાર 23 ઓગસ્ટે મહાડમાં પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘જો તે ત્યાં હોત તો તેમણે કાનની નીચે થપ્પડ મારી દીધી હોત’. તેમના આ નિવેદન બાદ શિવસેના ખૂબ જ નારાજ છે. સોમવાર 23મી ઓગસ્ટની રાત્રે જ રાણે સામે પ્રથમ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.
શિવસેનાએ ‘મરઘી ચોર’ના પોસ્ટર લગાવ્યા નારાયણ રાણેના વિરોધમાં ગુસ્સે ભરાયેલા શિવસેનાના કાર્યકરોએ દાદર ટીટી સર્કલ પર મરઘી ચોરના પોસ્ટર લગાવ્યા હતા. જોકે, બીએમસીએ વહેલી સવારે આ પોસ્ટરો હટાવી દીધા હતા. TV9 ભારતવર્ષ સાથેની વાતચીતમાં અમેયા ઘોલેએ કહ્યું કે આ ક્રિયાની સામે પ્રતિક્રિયા છે. સોમવાર 23મી ઓગસ્ટે નારાયણ રાણેએ કોરોના મહામારી વિશે કહ્યું હતું કે આજે તમામ વ્યવસાય ખરાબ હાલતમાં છે. લોકો આગામી 10 વર્ષ સુધી ફરી બેઠા થઈ શકે તેમ નથી, તે માત્ર ઉદ્ધવ ઠાકરેના કારણે જ બન્યુ છે.
‘મેં તેમને ત્યાં થપ્પડ મારી હોત’ નારાયણ રાણેએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેને કારણે જ મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે 1 લાખ 57 હજાર લોકોના મૃત્યુ નિપજ્યા છે, ભાજપના નેતાએ કહ્યું હતું કે રાજ્યમાં ન તો રસી છે, ન તો હોસ્પિટલો છે અને ન તો સ્ટાફ અને ડોક્ટરો. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ પાસે કશુ નથી. નારાયણ રાણેએ કહ્યું હતું કે 15 ઓગસ્ટના રોજ ઉદ્ધવ ઠાકરે પાછળ ફરીને પૂછતા હતા કે આપણને આઝાદી મળ્યાને કેટલા વર્ષો થયા અરે, આ વાતની તેમને ખબર કેમ નથી.. જો હું ત્યાં હોત તો મેં તેમને ત્યાં જ થપ્પડ મારી દિધી હોત.
આ પણ વાંચોઃ Afghanistan vs Pakistan વન ડે સિરીઝ આખરે ટાળી દેવાઇ, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતીને લઇને કરાયો નિર્ણય
આ પણ વાંચોઃ Tokyo Paralympics 2020: 12 દિવસ, 9 રમતો, 54 ભારતીયો અને 1 મોટું મિશન, ઇવેન્ટ્સમાં દર્શકોને પ્રવેશ નહીં અપાય