Maharashtra : કેન્દ્રીય પ્રધાન રાણેના નિવેદન પર રાજકારણ ગરમાયું, શિવસૈનિકોએ ભાજપની ઓફિસ પર પથ્થરમારો કર્યો

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘જો તે ત્યાં હોત તો તેમણે કાનની નીચે થપ્પડ મારી દીધી હોત’. તેમના આ નિવેદન બાદ શિવસેના ખૂબ જ નારાજ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 11:20 AM

Maharashtra : કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે સામે FIR નોંધવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની વાત કર્યા બાદ રાણેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અને, પોલીસ દ્વારા રાણેની ધરપકડ કરવાની કાર્યવાહી આરંભવામાં આવી છે. નોંધનીય છેકે મુખ્યપ્રધાનને અપશબ્દો કહ્યાં બાદ રાણેની ધરપકડના આદેશ આપવામાં આવ્યા છે. નાસિક પોલીસે નારાયણ રાણેની ધરપકડ કરવા રવાના થઇ છે.

આ સાથે જ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના વિવાદીત નિવેદનને પગલે શિવસેનાના સમર્થકોમાં નારાજગી છવાઇ છે. જેમાં મુંબઇ સહિત અનેક જગ્યાએ શિવસેનાના સમર્થકોએ નારાયણ રાણે વિરૂદ્ધ ઠેરઠેર પોસ્ટર લગાવ્યા છે. આ સાથે નાસિક ખાતે આવેલી ભાજપની ઓફિસ પર શિવસૈનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. તો સાંગલીમાં નારાયણ રાણેના પોસ્ટર પર શિવસૈનિકો દ્વારા કાળી શાહી ફેંકી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના વિવાદાસ્પદ નિવેદન કરવાના કારણે મહારાષ્ટ્રનુ રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુધ્ધ નિવેદન આપવા બદલ નાસિક અને પુણેમાં રાણે સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. શિવસેના દ્વારા નારાયણ રાણેનો વિરોધ કરાઈ રહ્યો છે. રાણેના વિરોધમાં શિવસેનાએ ‘મરઘી ચોર’ના પોસ્ટર લગાવ્યા છે.

શિવસેનાના વિરોધ બાદ મુંબઈમાં નારાયણ રાણેના જુહુ ખાતે આવેલા નિવાસસ્થાનની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવાર 23 ઓગસ્ટે મહાડમાં પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘જો તે ત્યાં હોત તો તેમણે કાનની નીચે થપ્પડ મારી દીધી હોત’. તેમના આ નિવેદન બાદ શિવસેના ખૂબ જ નારાજ છે. સોમવાર 23મી ઓગસ્ટની રાત્રે જ રાણે સામે પ્રથમ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.

Follow Us:
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
g clip-path="url(#clip0_868_265)">