દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા CRPF જવાનોના પાર્થિવ દેહ, વડાપ્રધાન મોદી થયા ગમગીન, જુઓ વીડિયો
જમ્મુ કશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપુરામાં ગઈ કાલે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોના પાર્થિવ દેહ આજે દિલ્હીના પાલમ એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચાડવામાં આવ્યા હતા. આ પણ વાંચો : વાયરલ પોસ્ટથી વધી ભાજપની મુશ્કેલી, ‘મારા વોટથી જો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક થાય તો મારો વોટ માત્ર ભાજપને’ Web Stories View more 7 tricks : […]
જમ્મુ કશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપુરામાં ગઈ કાલે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોના પાર્થિવ દેહ આજે દિલ્હીના પાલમ એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : વાયરલ પોસ્ટથી વધી ભાજપની મુશ્કેલી, ‘મારા વોટથી જો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક થાય તો મારો વોટ માત્ર ભાજપને’
આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એમની કેબિનેટના સાથીઓની સાથે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી સહિત અનેક ટોચના નેતાઓ તેમજ સેનાની ત્રણેય પાંખોના વડાઓએ પણ આ વેળાએ હાજર રહીને પુષ્પ ચક્ર અર્પણ કરીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
#Delhi: Wreath laying ceremony of the CRPF jawans at Palam Airport. #PulwamaAttack #TV9News
#Delhi: Wreath laying ceremony of the CRPF jawans at Palam Airport. #PulwamaAttack #TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १५ फेब्रुवारी, २०१९
લશ્કરી વડા જનરલ બિપિન રાવત, નૌકાદળના વડા એડમિરલ સુનીલ લામ્બા અને હવાઈ દળના વડા એરચીફ માર્શલ બી.એસ. ધનોઆએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. કશ્મીરમાં શહીદ થયેલા જવાનોનાં પાર્થિવ શરીર આજે C17 વિમાન દ્વારા પાલમ એરપોર્ટના ટેકનિકલ એરિયા ખાતે લાવવામાં આવ્યા હતા.
#Delhi : Congress president Rahul Gandhi reaches Palam airport, pays tribute to martyrs of #PulwamaAttack #TV9News pic.twitter.com/mAgwuoAVap
— Tv9 Gujarati (@tv9gujarati) February 15, 2019
શહીદ જવાનોના પાર્થિવ શરીર તેમના સંબંધિત રાજ્યો તથા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યારે ભાજપશાસિત રાજ્યોના પ્રધાનો તથા સંસદસભ્યોને વડા પ્રધાન મોદીએ હાજર રહેવાની સૂચના આપી છે.