CBIએ કોર્ટમાંથી જ દિલ્હીના CM કેજરીવાલની કરી ધરપકડ, જામીન અરજી પર આજે જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
આજે સુપ્રીમ કોર્ટ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. જેમાં તેણે દિલ્હી હાઈકોર્ટના જામીન પર સ્ટે લગાવવાના આદેશને પડકાર્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં, CBI અને ED બંનેએ FIR નોંધી છે અને બંને એજન્સીઓ અલગ-અલગ તપાસ કરી રહી છે. ઈડી કેસમાં કેજરીવાલ પહેલાથી જ 3 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલા સીએમ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન CBIએ કોર્ટ પાસે કેજરીવાલના રિમાન્ડની માંગણી કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું કે અમને કેજરીવાલને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવાની મંજૂરી આપવી જોઈએ.
CBI formally arrests Delhi CM and AAP National Convenor #ArvindKejriwal in the #ExcisePolicy case. #TV9Gujarati
— Tv9 Gujarati (@tv9gujarati) June 26, 2024
જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
જણાવી દઈએ કે આજે સુપ્રીમ કોર્ટ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. જેમાં તેણે દિલ્હી હાઈકોર્ટના જામીન પર સ્ટે લગાવવાના આદેશને પડકાર્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં, CBI અને ED બંનેએ FIR નોંધી છે અને બંને એજન્સીઓ અલગ-અલગ તપાસ કરી રહી છે. ઈડી કેસમાં કેજરીવાલ પહેલાથી જ 3 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.
આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું
કેજરીવાલની ધરપકડ પર આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. AAPએ કહ્યું, આજે જ્યારે બીજેપીને લાગ્યું કે દિલ્હીના પુત્ર કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી શકે છે, ત્યારે તેઓએ ફરીથી સીબીઆઈ દ્વારા નકલી કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરવાનું કાવતરું ઘડ્યું. ભાજપના દરેક ષડયંત્રનો જવાબ આપવામાં આવશે, આખરે સત્યનો જ વિજય થશે.
કેજરીવાલના વકીલે પોતાનો વિરોધ નોંધાવતા કહ્યું – કાલે મામલો મુકવામાં આવે અને કાગળો અમને આપવામાં આવે તો કઇ થઇ જવાનું નથી. કોર્ટે કેજરીવાલના વકીલને કહ્યું- તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવી નથી, તો કાર્યવાહી ક્યાંથી શરૂ થશે? કેજરીવાલના વકીલે ફરી કહ્યું- તમે અમને અરજી દાખલ કરવા દો. કૃપા કરીને અમને જવાબ આપવા માટે સમય આપો. આ મામલે આવતીકાલે પ્રથમ સુનાવણી થઈ શકે છે. તેમણે કહ્યું કે કેજરીવાલ કોર્ટની કસ્ટડીમાં છે, શું તેમને સુનાવણી કરવાનો અધિકાર નથી?
જવાબમાં સીબીઆઈએ કહ્યું કે, અમારી ધરપકડ બાદ આ દલીલો આવવા દો. શું તેઓ આ સ્તરે સાંભળી શકાય છે? સીબીઆઈના વકીલ ડીપી સિંહે કહ્યું- અમે ચૂંટણી પહેલા અને દરમિયાન આ (કેજરીવાલની ધરપકડ) કરી શક્યા હોત. અમે નથી કર્યું. અમે આટલી લાંબી રાહ જોઈ. પછી અમે તેની પૂછપરછ કરી. તે કહે છે કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. હા, તે કમનસીબ છે કે તમે પોલિસી (એક્સાઈઝ પોલિસી)ની જાણ થાય તે પહેલા જ દાવેદારોને શોધવાનું શરૂ કરો છો. આ કામમાં ખુદ દિલ્હીનું રાજકીય તંત્ર સામેલ હતું. દાવેદારો ઇચ્છતા હતા તે રીતે તમે નીતિ બનાવી.