દેશના અનેક રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી, પૂર, ભૂસ્ખલન અને વીજળી પડવાથી અત્યાર સુધીમાં 175 લોકોએ ગુમાવ્યા જીવ

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના અનેક રાજ્યોમાં ચોમાસું આફત બનીને ત્રાટક્યું. ઠેર-ઠેર ભૂસ્ખલન, પૂર અને વીજળી ત્રાટકવાને કારણે અત્યાર સુધીમાં 175થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો થઇ ગયા ઘરવિહોણા બન્યા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2024 | 7:38 PM

દેશના અનેક રાજ્યોમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. આસામની વાત કરીએ તો આસામમાં આસમાની આફતે રીતસર વર્તાવ્યો છે કહેર. આસામમાં ભારે વરસાદને કારણે અનેક ગામો જળમગ્ન બની ગયા છે. આસામની બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓમાં જળસ્તર વધી જવાથી સ્થિતિ કફોડી બની છે. બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. હાલ આસામમાં 26 જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા 17 લાખ થઈ ચૂકી છે. જ્યારે કે વધુ 7 લોકોના મૃત્યુ સાથે આ આંકડો 92 સુધી પહોંચી ગયો છે. આસામમાં પૂરને કારણે અનેક લોકો તેમના ઘરોમાં જ ફસાઇ ગયા છે. રસ્તાઓ પર પાણી એટલું છે કે NDRF તેમજ રેસ્ક્યૂ ટીમ પણ હોડી મારફતે જ લોકો સુધી પહોંચી રહી છે. રેસ્ક્યૂ ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાઇ રહ્યું છે. તો અન્ય લોકોને જરૂરી રાહત સામગ્રી તેમજ ફૂડ પેકેટ પણ પહોંચાડવામાં આવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં પણ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પહાડોમાં વરસાદને કારણે ઉત્તરપ્રદેશની નદીઓ વહેતી થઈ છે. જે પૈકી ઘણી નદીઓ જોખમી સ્તરે પહોંચી ગઈ છે. સરયૂ, ઘાઘરા અને રાપ્તી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બલરામપુર અને લખીમપુરમાં પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં 5 લોકોના મોત થયા છે. તો લખીમપુરના ઘણા ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. 125થી વધુ જેટલા ગામો પાણીમાં ડૂબી ગયા છે. પીલીભીત, લખીમપુર ખેરી, શ્રાવસ્તી સહિત 12 જિલ્લાનાં લગભગ 800 ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. સૌથી ભયાનક સ્થિતિ પીલીભીત અને લખીમપુર ખેરીમાં છે. NDRF અને SDRFની ટીમ પીલીભીત અને લખીમપુર ખીરીમાં બચાવ કાર્યમાં વ્યસ્ત છે.

ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાને કારણે છેલ્લા 24 કલાકમાં 56 લોકોના મોત થયા છે. એકલા ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી 52 લોકોના મોત થયા છે. યુપીમાં પૂર-વરસાદ સંબંધિત અકસ્માતોમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

આ તરફ બિહારના તમામ જિલ્લાઓમાં પણ ભારે વરસાદને લઇને જાહેર કરાયું છે એલર્ટ. બિહારના ગોપાલગંજ અને મધુબનીમાં ભારે વરસાદ વરસ્યો. જેના કારણે ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે. બેતિયા, મોતિહારી, ગોપાલગંજ, મધુબની, સુપૌલ, અરરિયા સહિત અનેક જિલ્લાઓમાં ઘોડાપૂર આવ્યું છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 21 લોકોના મોત થયા છે.

g clip-path="url(#clip0_868_265)">