Baba Siddique Murder : બાબા સિદ્દીકની હત્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું
મુંબઈમાં અજિત પવાર જૂથના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાયા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ કરી છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ બાબા સિદ્દીકીની હત્યાને લઈને મહારાષ્ટ્ર સરકાર પર રાજકીય આક્ષેપો કરાઈ રહ્યાં છે. એનસીપી અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રા પૂર્વમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની ગણતરી મહારાષ્ટ્રના મોટા નેતાઓમાં થાય છે. લોકસભાની ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને NCP જૂથમાં જોડાયા હતા.
હવે વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા જ બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. ઘટના બાદ તરત જ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતા સરકારને ઘેરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ કરી છે. ઘટના પર સીએમ શિંદેએ કહ્યું છે કે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને મામલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવામાં આવશે.
કાયદો અને વ્યવસ્થા પર સવાલો
બાબા સિદ્દીકીની હત્યા બાદ મહારાષ્ટ્રની શિંદે સરકાર નિશાના પર આવી છે. વિરોધ પક્ષોના નેતાઓ સરકાર પર સીધા સવાલો ઉઠાવતા જોવા મળ્યા છે. સાથી પક્ષ ભાજપના લોકોએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે બાબા સિદ્દીકીની હત્યા ચિંતાનો વિષય છે. સરકારે વિશેષ ટીમ બનાવી તેની તપાસ કરાવવી જોઈએ. તેમણે કહ્યું કે આ એક મોટું ષડયંત્ર લાગે છે, કડક કાર્યવાહી થવી જોઈએ.
Shiv Sena (UBT) leaders condemn killing of NCP’s Baba Siddique, question law and order in Maharashtra
Read @ANI Story |https://t.co/PJ2PSKNewh#ShivsenaUBT #BabaSiddique #MumbaiPolice pic.twitter.com/UsDGfyiwf4
— ANI Digital (@ani_digital) October 12, 2024
ચૂંટણીમાં ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ
મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈના રાજકારણ પર બાબા સિદ્દીકીની પોતાની આગવી પકડ હતી. તેઓ બાંદ્રા પશ્ચિમ બેઠક પરથી ત્રણ વખત કોંગ્રેસના ધારાસભ્ય હતા અને મંત્રી પણ રહી ચૂક્યા હતા. તેથી બાબા સિદ્દીકીની મુંબઈની કેટલીક બેઠકો પર સારી પકડ હોવાનું માનવામાં આવે છે. બાબા સિદ્દીકીનું બોલિવૂડ કનેક્શન પણ ખાસ છે. બાબા સિદ્દીકીની બોલિવૂડના કોરિડોરમાં પણ સારી પકડ છે. આવી સ્થિતિમાં વિરોધ પક્ષો પણ મતોના ધ્રુવીકરણનો પ્રયાસ કરશે.
ઓફિસથી નીકળતી વખતે હુમલો થયો
બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દીકીના પુત્ર જીશાનની ઓફિસમાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે બાબા સિદ્દીકી પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે તેમની સુરક્ષા માટે ઘણા પોલીસકર્મીઓ પણ તહેનાત હતા, આમ છતાં હુમલાખોરો તેમના પ્લાનમાં સફળ થયા. મળતી માહિતી મુજબ, હત્યારાઓએ બાબા સિદ્દીકી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી તેની છાતીમાં વાગી હતી, જ્યારે એક ગોળી તેના પેટમાં પણ વાગી હતી. ઘટના બાદ બાબા સિદ્દીકીને તરત જ લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.