ગર્ભાવસ્થા દરમિયાન ટ્રાવેલ કરતી વખતે મહિલાઓએ શું ધ્યાનમાં રાખવાની જરૂર છે, આ રહી ટિપ્સ
સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ પોતાની સાથે-સાથે બાળકની પણ કાળજી લેવી પડે છે અને પોતના હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે. મહિલાઓ માટે આ ખુશીઓ અને પડકારોથી ભરેલો સમય છે. ઘણી વખત ના છુટકે કેટલીક સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન પણ મુસાફરી કરે છે. તો ચાલો આજે જાણીએ કે ગર્ભાવસ્થા દરમિયાન મુસાફરી સલામત છે કે નહીં.

ગર્ભાવસ્થાએ દરેક સ્ત્રીઓ માટે આરામ અને આનંદનો સમય હોય છે, પરંતુ આવા સમયે ખૂબ સંભાળ લેવાની જરૂર હોય છે. આ સાથે શરીરનું પહેલા કરતા વધુ ધ્યાન રાખવાની જરૂર છે. આ સાથે ઘણી સાવચેતીઓ પણ રાખવી પડે છે. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને ખાવાની આદતોથી લઈને ઉઠવા-બેસવા સુધીની ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે છે.
જો મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન મુસાફરી કરવા જઈ રહી છે તેમજ કોઈ મેટરને લઈને ટ્રાવેલ કરવું પડે એવી પરિસ્થિતિ છે તો તેણે તેના વિશે ચોક્કસપણે પોતાના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કંઈ કંડિશનમાં ટ્રાવેલ કરી શકે તે ડોક્ટર જણાવશે. જો કે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે ગર્ભાવસ્થા દરમિયાન મુસાફરી કરવી કેટલી યોગ્ય છે. આ સાથે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ક્યારે મુસાફરી કરવી
સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ગર્ભાવસ્થાના 3 થી 6 મહિના દરમિયાન મુસાફરી કરી શકાય છે પરંતુ ડોક્ટરની સલાહ લઈને. આ ટ્રાવેલ કરવાની સારી રીત છે. પરંતુ તેની સાથે ડોક્ટર્સનું એમ પણ કહેવું છે કે, જો કોઈ મહિલા પ્રેગ્નન્સી દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી હોય અથવા તો વધારે બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો તેને ક્યાંક મુસાફરી કરવાની મનાઈ થઈ શકે છે. આવી સ્થિતિમાં મહિલાએ તરત જ ફેમિલિ ડૉક્ટરને બતાવવું જોઈએ.
તમને જણાવી દઈએ કે, પ્રથમ ત્રિમાસિકમાં કસુવાવડનું સૌથી વધારે જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં બીજા ત્રિમાસિક એટલે કે 3 થી 6 મહિના વચ્ચેનો સમય ટ્રાવેલ માટે યોગ્ય ગણવામાં છે.
ત્રીજા ત્રિમાસિક સલામત છે
માથાનો દુખાવો, ઉલટી અને સવારની સિકનેસ જેવી સવારે ઉઠ્યા પછી ઊભી થતી સમસ્યાઓ ત્રીજા ત્રિમાસિકમાં ઓછી અનુભવાય છે. તેનાથી તમારો મૂડ પણ સુધરે છે અને સારૂ ફિલ થાય છે. શરીરમાં સુસ્તી લાગતી નથી.
આ કામ પહેલા કરો
ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ પ્રકારની મુસાફરીનું આયોજન કરતી વખતે તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તમામ જરૂરી ચેકઅપ કરાવવા જોઈએ. આ સાથે મુસાફરી કરતી વખતે લેવામાં આવતી સાવચેતીઓ અને સાવધાની વિશે જાણવું જોઈએ. બની શકે તો ડોક્ટર પાસેથી તેનું લિસ્ટ પણ લઈ લેવું જોઈએ જેથી કરીને વડિલો પણ તમારી કાળજી લઈ શકે. તમારી સાથે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ડિલિવરી તારીખ અને ગર્ભાવસ્થાના રિપોર્ટની એક નકલ રાખવી. રસીકરણ અને દવાના કોર્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવી જોઈએ.
આ પણ વાંચો : હેલ્થ વેલ્થ: શું તમને પણ કામની ઉતાવળમાં જલ્દી જલ્દી જમવાની ટેવ છે, તો તેના અનેક ગેરફાયદા છે, જુઓ વીડિયો
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો