Googleએ વેલેન્ટાઈન ડે પર બનાવ્યું મજેદાર Doodle, ક્વિઝ રમીને ઓળખો તમારા કેમેસ્ટ્રી બોન્ડને
ગૂગલે સાયન્સના ટ્વિસ્ટ સાથે વેલેન્ટાઈન ડૂડલ બનાવ્યું છે. તમે ડૂડલ પર ક્લિક કરતાંની સાથે જ તમારી પાસે ક્વિઝ રમવાનો અને તમારું પોતાનું કેમિકલ પસંદ કરવાનો વિકલ્પ હશે.
પ્રેમ કરતા લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે એટલે કે 14મી ફેબ્રુઆરી, સમગ્ર વિશ્વમાં લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે. આ દિવસે લોકો એકબીજાને પ્રેમ વ્યક્ત કરે છે. પોત પોતાના પાર્ટનરને ગિફ્ટ આપે છે. તેઓ આ દિવસને ખાસ બનાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસ કરે છે. આ અવસર પર સર્ચ એન્જિન ગૂગલે પણ ખાસ ડૂડલ બનાવ્યું છે અને શેર કર્યું છે.
વેલેન્ટાઈન ડેના ગૂગલ ડૂડલમાં શું છે ખાસ?
ગૂગલે આ વખતે વેલેન્ટાઈન ડે પર સાયન્સના ટ્વિસ્ટ સાથે ડૂડલ બનાવ્યું છે. જલદી તમે ડૂડલ પર ક્લિક કરશો તો તમારી પાસે ક્વિઝ રમવાનો અને તમારું પોતાનું કેમિકલ બોન્ડ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યું છે. આ ડૂડલ દ્વારા તમે જાણી શકશો કે તમે કેમેસ્ટ્રીના કયું કેમિકલ છો અને ક્યા રસાયણ સાથે તમે બોન્ડ બનાવી શકો છો. તમે ગૂગલ ડૂડલ પર ક્લિક કરીને પણ આ ક્વિઝ રમી શકો છો.
વેલેન્ટાઈન ડેનો ઈતિહાસ શું છે?
વેલેન્ટાઇન ડે પ્રાચીન રોમમાં ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે, જ્યારે લુપરકેલિયાનો તહેવાર 13 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવતો હતો. આ દિવસોમાં પુરુષો દ્વારા એક બકરી અને એક કૂતરાનું બલિદાન આપવામાં આવતું હતું અને આ બલિદાન પછી સ્ત્રીઓને પ્રાણીઓની ચામડીથી મારવામાં આવતી હતી. એવું માનવામાં આવતું હતું કે તેનાથી મહિલાઓની પ્રજનન ક્ષમતામાં સુધારો થાય છે.
આ તહેવાર દરમિયાન મેચ મેકિંગ લોટરી પણ યોજવામાં આવી હતી. પુરૂષો બરણીમાંથી સ્ત્રીઓના નામ કાઢતાં અને જે સ્ત્રીનું નામ બરણીમાંથી નીકળતું તેની સાથે યુગલ બની જતા. 3જી સદીમાં લુપરકેલિયાનો તહેવાર વેલેન્ટાઈન ડેમાં બદલાઈ ગયો.
આ પણ એક સ્ટોરી વણવામાં આવી છે
સમ્રાટ ક્લાઉડિયસ સેકન્ડે સંત વેલેન્ટાઇનને ફાંસીનો આદેશ આપ્યો હતો. સેન્ટ વેલેન્ટાઇન એક પાદરી હતા, જેમણે ખ્રિસ્તી યુગલોને લગ્ન કરવામાં મદદ કરી હતી. સમ્રાટ ક્લાઉડિયસ દ્વિતિયએ પુરુષો સાથે લગ્ન કરવાની વિરુદ્ધ હતા અને સંત વેલેન્ટાઇનનું શિરચ્છેદ કરવાનો આદેશ આપ્યો હતો. તેમને 14 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવી હતી. એવું પણ કહેવાય છે કે જ્યારે સેન્ટ વેલેન્ટાઈન જેલમાં હતા ત્યારે તેણે જેલરની અંધ દીકરીની સંભાળ લીધી હતી અને તેને એક કાર્ડ પણ લખ્યું હતું. જેમાં લખ્યું હતું, ‘ફ્રોમ યોર વેલેન્ટાઈન’.