જીમની બાહર સારા અલી ખાન તેની અતરંગી ચાલના કારણે થઈ ટ્રોલ, Video Viral
જીમમાંથી બહાર નીકળતી વખતે તે જે રીતે ચાલી રહી હતી તે જોઈ લોકો તેની તુલના અભિનેત્રી મલાઈકા અરોરા સાથે કરી રહ્યા છે. તેમજ તેની આવી ચાલ જોઈ તેને ટ્રોલ કરી રહ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને હાલમાં જ અભિનેતા ટાઈગર શ્રોફ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે જ સમયે, તેના આગામી પ્રોજેક્ટ્સ પર કામ કરવાની સાથે, તે તેની ફિટનેસનું પણ ધ્યાન રાખતી જોવા મળે છે. આ દરમિયાન સારા અલી ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જીમમાંથી બહાર નીકળતી વખતે તે જે રીતે ચાલી રહી હતી તે જોઈ લોકો તેની તુલના અભિનેત્રી મલાઈકા અરોરા સાથે કરી રહ્યા છે. તેમજ તેની આવી ચાલ જોઈ તેને ટ્રોલ કરી રહ્યા છે.
જીમની બહાર જોવા મળી સારા
તાજેતરમાં જ અભિનેત્રી સારા અલી ખાનને જીમની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તે વર્કઆઉટ આઉટફિટમાં પાપારાઝીને સ્માઈલ આપતી જોવા મળી હતી. હકીકતમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સારા સફેદ ટોપ અને લાલ રંગના શોર્ટ્સમાં જીમમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. બીજી તરફ, જીમમાંથી બહાર નીકળ્યા પછી કારમાં બેઠેલી અભિનેત્રીની વિચિત્ર હરકતો જોઈને લોકો વીડિયો પર ઝડમથી કમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
મલાઈકા સાથે સરખામણી
કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, આજકાલ બધા લોકો આ રીતે કેમ ચાલે છે. તો બીજાએ લખ્યું, મલાઈકા અરોરા 2. ત્રીજા યુઝરે લખ્યું, મલાઈકા અરોરા લાઈટ. ચોથા યુઝરે લખ્યું, લોકો આ રીતે કેમ ચાલે છે. આવા લોકોએ સોશિયલ મીડિયા પર સારાની ચાલવાની સ્ટાઈલની મજાક ઉડાવી છે.
તમને જણાવી દઈએ કે, સારા ‘મેટ્રો ઇન દિનન’ નામની ફિલ્મમાં જોવા મળવાની છે, જેમાં તે પહેલીવાર અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સિવાય કોંકણા સેન શર્મા, અનુપમ ખેર, નીના ગુપ્તા, અલી ફઝલ, ફાતિમા સના શેખ અને પંકજ ત્રિપાઠી આ ફિલ્મનો ભાગ હશે. છેલ્લી ફિલ્મની વાત કરીએ તો, તે અત્રંગી રેમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી.
વીડિયો પર લોકોની પ્રતિક્રિયા
સારા અલી ખાનની વૉકિંગ વૉકિંગ સ્ટાઈલ જોઈ લોકો તેની હાસી ઉડાવી રહ્યા છે . ત્યારે આ વીડિયો જોઈ કોઈ તેને મલાયકા સાથેે સરખાવી છે તો કોઈએ મલાયકા અરોરા 2 કહ્યું છે.