AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction 2026 Live Updates: CSK એ અનકેપ્ડ પ્રશાંત-કાર્તિક પર 14.20 કરોડ ખર્ચ કર્યા, KKR એ ગ્રીન-પથીરાનાને 43.20 કરોડમાં ટીમમાં સામલે કર્યા

| Updated on: Dec 16, 2025 | 6:47 PM
Share

IPL 2026 માટે ખેલાડીઓની હરાજી અબુ ધાબીમાં થઈ રહી છે. કુલ 369 ખેલાડીઓ મેદાનમાં છે, જેમાં 10 ટીમોમાં 77 સ્લોટ ઉપલબ્ધ છે.

IPL Auction 2026 Live Updates: CSK એ અનકેપ્ડ પ્રશાંત-કાર્તિક પર 14.20 કરોડ ખર્ચ કર્યા, KKR એ ગ્રીન-પથીરાનાને 43.20 કરોડમાં ટીમમાં સામલે કર્યા

LIVE NEWS & UPDATES

  • 16 Dec 2025 06:47 PM (IST)

    નિસાન્કા દિલ્હીમાં સામેલ

    શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન પથુમ નિસાન્કાને દિલ્હી કેપિટલ્સે ₹4 કરોડમાં ખરીદ્યો છે. નિસાન્કા પહેલી વાર IPLમાં રમશે.

  • 16 Dec 2025 06:46 PM (IST)

    જેસન હોલ્ડરને ગુજરાતે 7 કરોડમાં ખરીદ્યો

    ગુજરાત ટાઇટન્સે વેસ્ટ ઇન્ડીઝના અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને ₹7 કરોડ માં કરારબદ્ધ કર્યો છે. આ ફ્રેન્ચાઇઝીની બીજી ખરીદી છે.

  • 16 Dec 2025 06:45 PM (IST)

    રાહુલ KKRમાં પાછો ફર્યો

    અનુભવી ભારતીય બેટ્સમેન રાહુલ ત્રિપાઠીને કોલકાતા નાઈટ રાઈડર્સે ₹75 લાખ ની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે. રાહુલ અગાઉ ફ્રેન્ચાઇઝીનો ભાગ રહી ચૂક્યો છે.

  • 16 Dec 2025 06:30 PM (IST)

    આ 5 ખેલાડીઓ પર સૌથી વધુ બોલી લાગી

    • કેમેરોન ગ્રીન –25.20 કરોડ, KKR
    • મતિષા પથીરાના – 18 કરોડ, KKR
    • પ્રશાંત વીર – 14.20 કરોડ, CSK
    • કાર્તિક શર્મા – 14.20 કરોડ, CSK
    • આકિબ નબી – 8.,40 કરોડ, DC
  • 16 Dec 2025 06:16 PM (IST)

    CSKએ યુવા ખેલાડી પર કરોડો ખર્ચ્યા

    IPL 2026 મીની ઓક્શનમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ એક યુવાન ખેલાડી પર ઘણા પૈસા ખર્ચ્યા. CSK એ આ ખેલાડી માટે સૌથી વધુ ₹14.20 કરોડની બોલી લગાવી. આ ખેલાડી તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.

  • 16 Dec 2025 05:56 PM (IST)

  • 16 Dec 2025 05:48 PM (IST)

    વિગ્નેશ પુથુર હવે RR માં રમશે

    ગયા સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે હિટ રહેલા સ્પિનર ​​વિગ્નેશ પુથુરને આ વખતે રાજસ્થાન રોયલ્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો.

  • 16 Dec 2025 05:47 PM (IST)

    યશ રાજ અને પ્રશાંત સોલંકી SOLD

    જ્યારે અનકેપ્ડ સ્પિનરોની વાત આવે છે, ત્યારે યશ રાજ પુંજાને રાજસ્થાન રોયલ્સે ₹30 લાખના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો.

    પ્રશાંત સોલંકીને પણ કોલકાતા નાઈટ રાઈડર્સે ₹30 લાખમાં ખરીદ્યો હતો.

  • 16 Dec 2025 05:46 PM (IST)

  • 16 Dec 2025 05:41 PM (IST)

  • 16 Dec 2025 05:41 PM (IST)

  • 16 Dec 2025 05:40 PM (IST)

  • 16 Dec 2025 05:40 PM (IST)

  • 16 Dec 2025 05:39 PM (IST)

    રાજસ્થાને સુશાંતને ખરીદ્યો

    રાજસ્થાન રોયલ્સે અનકેપ્ડ ફાસ્ટ બોલર સુશાંત મિશ્રાને 90 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

  • 16 Dec 2025 05:39 PM (IST)

    લખનૌએ નમનને ટીમમાં સામલે કર્યો

    2024ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારત માટે રમનાર ડાબોડી ફાસ્ટ બોલર નમન તિવારીને લખનૌ સુપર જાયન્ટ્સે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

  • 16 Dec 2025 05:38 PM (IST)

    કાર્તિકને KKR એ ખરીદ્યો

    ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગી , જે અગાઉ IPLમાં રમી ચૂક્યો છે, તેને કોલકાતા નાઈટ રાઇડર્સે ₹30 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો .

  • 16 Dec 2025 05:37 PM (IST)

    ગુજરાતે પહેલો ખેલાડી ખરીદ્યો

    23 વર્ષીય ફાસ્ટ બોલર અશોક શર્માને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો , જે તેમનો પહેલો ખેલાડી છે. અશોક શર્માને 90 લાખમાં ટીમાં સામેલ કર્યો. 

  • 16 Dec 2025 05:30 PM (IST)

    તેજસ્વીને KKR એ ખરીદ્યો

    વિકેટકીપર-બેટ્સમેન તેજસ્વી સિંહ માટે પણ જોરદાર બોલી લાગી અને કઠિન સ્પર્ધા બાદ, કોલકાતા નાઈટ રાઈડર્સે આખરે તેને 3 કરોડમાં ખરીદ્યો. 

  • 16 Dec 2025 05:22 PM (IST)

  • 16 Dec 2025 05:22 PM (IST)

  • 16 Dec 2025 05:20 PM (IST)

    મુકુલ ચૌધરી LSG માં સામેલ

    લખનૌ સુપર જાયન્ટ્સે 21 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન મુકુલ ચૌધરીને 2.60 કરોડ રૂપિયાની બોલી લગાવીને ટીમમાં સામેલ કર્યો હતો.

  • 16 Dec 2025 05:12 PM (IST)

    CSK એ પણ કાર્તિક પર પૈસાનો વરસાદ કર્યો

    પ્રશાંત વીર પછી, CSK એ પણ બીજા અનકેપ્ડ કાર્તિક શર્મા માટે 14.20 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોલી જીતી લીધી.

  • 16 Dec 2025 05:10 PM (IST)

  • 16 Dec 2025 05:10 PM (IST)

  • 16 Dec 2025 04:59 PM (IST)

    પ્રશાંત વીર 14.20 કરોડમાં CSK માં સામેલ

    ઉત્તર પ્રદેશના 20 વર્ષીય સ્પિન-ઓલરાઉન્ડર પ્રશાંત વીર માટે જોરદાર બોલી લાગી, બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 14.20 કરોડમાં ખરીદ્યો. માત્ર 20 વર્ષના, ઓલરાઉન્ડર પ્રશાંત વીરને CSK દ્વારા ₹14.20 કરોડમાં ખરીદીને ઇતિહાસ રચ્યો છે, અને IPL ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે.

  • 16 Dec 2025 04:53 PM (IST)

    આકિબ ડાર ₹8.40 કરોડમાં દિલ્હીમાં સામેલ

    આકિબ દાર આ હરાજીમાં વેચાતો પહેલો અનકેપ્ડ ખેલાડી છે, અને જોરદાર બોલી પછી, દિલ્હી કેપિટલ્સે તેને ₹8.40 કરોડની મોટી રકમમાં ખરીદ્યો. આ તેનો પહેલો IPL દેખાવ હશે.

  • 16 Dec 2025 04:25 PM (IST)

  • 16 Dec 2025 04:23 PM (IST)

    મતિષા પથીરાના IPL રેકોર્ડ

  • 16 Dec 2025 04:21 PM (IST)

    આ સ્પિનરો UNSOLD

    IPL હરાજી: આ સ્પિનરો વેચાયા વગર રહ્યા,

    રાહુલ ચહર, મહિષ તીક્ષાના,  મુજીબુર રહેમાન

  • 16 Dec 2025 04:20 PM (IST)

    અકીલ હોસીન CSK માં સામેલ

    વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર ​​અકીલ હોસીનને CSK એ રૂ.2 કરોડ ની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે . આ હરાજીમાં CSK નો આ પહેલો સોદો છે.

  • 16 Dec 2025 04:19 PM (IST)

  • 16 Dec 2025 04:15 PM (IST)

    રવિ બિશ્નોઈ 7 કરોડમાં RR માં સામેલ

    રવિ બિશ્નોઈ 7 કરોડમાં RR માં સામેલ, રાજસ્થાન રોયલ્સે સ્પિનર રવિ બિશ્નોઈ પર મોટી બોલી લગાવી

  • 16 Dec 2025 04:05 PM (IST)

  • 16 Dec 2025 04:03 PM (IST)

  • 16 Dec 2025 04:02 PM (IST)

    મતિષા પથીરાના 18 કરોડમાં KKR માં સામેલ

    KKR એ લગાવી બીજી સૌથી મોટી બોલી, શ્રીલંકાના ફાસ્ટ બોલર મતિષા પથીરાનાને 18 કરોડમાં ટીમમાં સામેલ કર્યો.

  • 16 Dec 2025 03:55 PM (IST)

    આકાશ દીપ UBSOLD

    કેપ્ડ ફાસ્ટ બોલરો માટે બોલી લગાવવાનું શરૂ થઈ ગયું છે, જેમાં ઘણા ફેમસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે.

    મેટ હેનરી – UBSOLD

    આકાશ દીપ – UBSOLD

  • 16 Dec 2025 03:45 PM (IST)

  • 16 Dec 2025 03:44 PM (IST)

  • 16 Dec 2025 03:34 PM (IST)

    બેન ડકેટ 2 કરોડમાં વેચાયો

    દિલ્હી કેપિટલ્સે ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટને ₹2 કરોડ માં ખરીદ્યો. KKR એ ન્યૂઝીલેન્ડના ફિન એલનને ₹2 કરોડ માં ખરીદ્યો. બંને સોદા બેઝ પ્રાઈસ પર હતા.

  • 16 Dec 2025 03:29 PM (IST)

  • 16 Dec 2025 03:29 PM (IST)

  • 16 Dec 2025 03:27 PM (IST)

    માત્ર 1 કરોડમાં ડી કોક MI માં સામેલ

    માત્ર 1 કરોડમાં ડી કોક MI માં સામેલ, મુંબઈ ઇન્ડિયન્સે મોટી બાજી મારી, આફિકાના સૌથી સફળ બેટ્સમેનન એ સાવ સસ્તામાં બેઝ પ્રાઈસ માત્ર 1 કરોડમાં MI માં સામેલ કર્યો.

  • 16 Dec 2025 03:22 PM (IST)

    વેંકટેશ અય્યર 7 કરોડમાં RCB માં સામેલ

    વેંકટેશ અય્યરને RCB એ 7 કરોડમાં ટીમમાં સામેલ કર્યો, છેલ્લા ઓક્શન કરતા ખૂબ ઓછા રૂપિયા મળ્યા

  • 16 Dec 2025 03:18 PM (IST)

    હસરંગાને LSG એ ખરીદ્યો

    શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાને લખનૌ સુપર જાયન્ટ્સે બેઝ પ્રાઈસ 2 કરોડમાં ખરીદ્યો છે .

  • 16 Dec 2025 03:17 PM (IST)

    લિવિંગ્સ્ટન UBSOLD

    ઓલરાઉન્ડરોમાં, લિયામ લિવિંગસ્ટોન અને રચિન રવિન્દ્ર જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સને પ્રથમ રાઉન્ડમાં કોઈ ખરીદદાર મળ્યો ન હતો.

  • 16 Dec 2025 03:16 PM (IST)

    એટકિન્સન અને રચિન UNSOLD

    રાજીના બીજા સેટ પર બોલી લગાવવાની શરૂઆત થઈ ગઈ છે અને આ વખતે બોલી લગાવવામાં આવી રહી છે કેપ્ડ ઓલરાઉન્ડર્સ પર.

    ગુસ એટકિન્સન અને રચિન રવિન્દ્ર UNSOLD

  • 16 Dec 2025 03:11 PM (IST)

  • 16 Dec 2025 03:07 PM (IST)

  • 16 Dec 2025 03:03 PM (IST)

  • 16 Dec 2025 02:58 PM (IST)

    KSH ઇન્ટરનેશનલ વૃદ્ધિ જાળવી રાખવા માટે ક્ષમતા વિસ્તરણ અને દેવા ઘટાડા પર દાવ લગાવી રહ્યું છે

    મેનેજિંગ ડિરેક્ટર રાજેશ હેગડેના જણાવ્યા અનુસાર, મેગ્નેટ વિન્ડિંગ વાયર ઉત્પાદક KSH ઇન્ટરનેશનલ આગામી કેટલાક વર્ષોમાં તેની વૃદ્ધિ ગતિ જાળવી રાખવાની અપેક્ષા રાખે છે, જે ક્ષમતા વિસ્તરણ, સુધારેલ બેલેન્સ શીટ મજબૂતાઈ અને ઉચ્ચ-મૂલ્ય સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને સમર્થિત છે.

    કંપની માને છે કે લિસ્ટિંગ પછી પણ તેની વર્તમાન નફાકારકતા ટકાઉ રહેશે, કારણ કે નવી ક્ષમતા ઓનલાઈન આવી રહી છે અને દેવા ઘટાડાથી વ્યાજ ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે. KSH ઇન્ટરનેશનલનો ₹710 કરોડનો પ્રારંભિક જાહેર ઓફર (IPO) મંગળવાર, 16 ડિસેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 18 ડિસેમ્બરે બંધ થશે.

  • 16 Dec 2025 02:58 PM (IST)

    25.20 કરોડ માં ગ્રીન KKR માં

    કેમેરોન ગ્રીન પર સૌથી મોટી બોલી લાગી, 25.20 કરોડ માં KKR માં સામેલ

  • 16 Dec 2025 02:55 PM (IST)

    કેમેરોન ગ્રીન પર મોટી બોલી લાગી રહી છે

    ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન, જેમને હરાજી પહેલા જ ટોચના દાવેદાર માનવામાં આવતા હતા, તેમણે બોલી લગાવવાની શરૂઆત કરી દીધી છે. તેમની મૂળ કિંમત ₹2 કરોડ છે.

  • 16 Dec 2025 02:52 PM (IST)

    મિલર પહેલો SOLD ખેલાડી

    દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટિંગ દિગ્ગજ ડેવિડ મિલર હરાજીમાં વેચાયેલા પહેલા ખેલાડી હતા. તેમને દિલ્હી કેપિટલ્સે ₹2 કરોડના બેઝ પ્રાઈઝમાં ખરીદ્યા હતા.

  • 16 Dec 2025 02:51 PM (IST)

    કોનવે પણ વેચાયા વિના રહ્યો

    અપેક્ષા મુજબ, ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે પણ પહેલા રાઉન્ડમાં વેચાયા વિના રહ્યા. તેમની બેઝ પ્રાઈસ ₹2 કરોડ હતી.

  • 16 Dec 2025 02:50 PM (IST)

    પૃથ્વી શો પણ અનસોલ્ડ

    ભારતના વિસ્ફોટક બેટ્સમેન પૃથ્વી શો પણ પહેલા રાઉન્ડમાં વેચાયા વિના રહ્યા. તેમની બેઝ પ્રાઈસ ₹75 લાખ હતી પરંતુ તેમને ખરીદદાર મળ્યો નહીં.

  • 16 Dec 2025 02:50 PM (IST)

    મેકગર્ક UNSOLD

    હરાજી શરૂ થઈ ગઈ છે, પરંતુ પહેલો ખેલાડી વેચાયો જ નથી. યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્ક ખાલી હાથે ગયો.

  • 16 Dec 2025 02:47 PM (IST)

    હરાજી ઇવેન્ટ શરૂ

    હરાજી ઇવેન્ટ શરૂ, પૃથ્વી શો વેચાયો નહીં, દિલ્હીએ ડેવિડ મિલરને ખરીદ્યો

IPL 2026 માટે ખેલાડીઓની હરાજી અબુ ધાબીમાં થઈ. મલ્લિકા સાગર ખેલાડીઓના નામ જાહેર કરશે જેમના માટે ટીમો બોલી લગાવશે. શરૂઆતમાં, હરાજી માટે 350 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં, એવી માહિતી મળી હતી કે યાદીમાં 19 વધુ ખેલાડીઓ ઉમેરવામાં આવ્યા છે. અબુ ધાબીમાં હરાજી બપોરે 2:30 વાગ્યેથી ઓક્શન શરૂ.

Published On - Dec 16,2025 2:46 PM

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">