વારાણસીનો સ્ટ્રીટ ડોગ હવે જશે ઈટાલી, શું તમને Pet પાસપોર્ટ વિશે ખબર છે? વાંચો આ અહેવાલ
અત્યાર સુધી તમે હ્યુમન પાસપોર્ટ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને PET પાસપોર્ટ વિશે જણાવીશું. વિદેશમાં જતા કોઈપણ પાલતુ પ્રાણી માટે આ સૌથી મહત્વની બાબત છે. એવા ઘણા દેશો છે જે પ્રાણીઓને પાસપોર્ટ વિના પ્રવેશવાની મંજૂરી આપે છે, પરંતુ કેટલાક દેશોમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Varanasi: વારાણસીની ગલીઓમાં રખડતો સ્ટ્રીટ ડોગ (Street dog) મોતી હવે ઈટાલી જશે. છેલ્લા દસ વર્ષથી ભારત આવી રહેલા ઈટાલિયન લેખિકા વારા લઝારેટીએ તેને અપનાવ્યો છે. તેની તાલીમ અને પેપરવર્ક પણ પૂર્ણ થઈ ગયું છે. પાસપોર્ટ (Pet Passport) પણ તૈયાર છે. જે મોતી માટે વિદેશ જવા માટેનો સૌથી મહત્વનો દસ્તાવેજ છે.
અત્યાર સુધી તમે હ્યુમન પાસપોર્ટ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને PET પાસપોર્ટ વિશે જણાવીશું. વિદેશમાં જતા કોઈપણ પાલતુ પ્રાણી માટે આ સૌથી મહત્વની બાબત છે. એવા ઘણા દેશો છે જે પ્રાણીઓને પાસપોર્ટ વિના પ્રવેશવાની મંજૂરી આપે છે, પરંતુ કેટલાક દેશોમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: સ્વિસ બેન્કમાં કેટલા રુપિયામાં ભરીને ખોલાવી શકાય છે ખાતુ, જાણો શું છે પ્રોસેસ અને કેવી રીતે કરશો અપ્લાય
PET પાસપોર્ટ શું છે?
જો તમે તમારા પાલતુ પ્રાણીને વિદેશમાં લઈ જવા માંગો છો તો તમારી પાસે PET પાસપોર્ટ હોવો આવશ્યક છે, આ એક દસ્તાવેજ છે, જેમાં પાલતુ પ્રાણી વિશેની તમામ માહિતી રેકોર્ડ કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે પ્રાણીઓની મુસાફરીને સરળ બનાવવાનો છે. કેટલાક દેશો પ્રાણીઓ માટે ઔપચારિક પાસપોર્ટ માંગતા નથી, પરંતુ તેઓએ સંબંધિત દેશને તેમના પાલતુ પ્રાણી વિશે સંપૂર્ણ માહિતી આપવી પડશે અને સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરવા પડશે.
કેવો હોય છે પાસપોર્ટ?
તે કાગળ અથવા નાની પુસ્તિકાના રૂપમાં હોઈ શકે છે. આમાં સૌથી મહત્વની બાબત એ છે કે વિદેશમાં મુસાફરી કરતી વખતે જરૂર પડ્યે પાલતુ પ્રાણીની ગરદનની આસપાસ અથવા ત્વચાની અંદર મુકવામાં આવતી માઈક્રોચિપનો નંબર છે. આ તેની મુખ્ય ઓળખ છે. આ સિવાય પાસપોર્ટમાં એ નોંધવામાં આવે છે કે ક્યારે અને કેટલા દિવસ પહેલા પ્રાણીને હડકવાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે માત્ર લાયસન્સ પ્રાપ્ત પશુચિકિત્સકો જ PET પાસપોર્ટ ઈસ્યુ કરે છે.
PET પાસપોર્ટ માટે સૌથી મહત્વપૂર્ણ શરતો
- PET પાસપોર્ટ માટેની પ્રથમ આવશ્યકતા એ માઈક્રોચિપનું પ્રત્યારોપણ છે, જે પ્રાણીની મુખ્ય ઓળખ છે.
- હડકવા રસીકરણ અને હડકવા એન્ટિબોડી ટેસ્ટ રિપોર્ટની તારીખ.
- પશુચિકિત્સકો પુષ્ટિ કરે છે કે પ્રાણી રોગ મુક્ત છે.
વિદેશમાંથી ભારતમાં પ્રાણીઓ લાવવાના શું છે નિયમો?
- બહારથી આવતા પાલતુ પ્રાણીઓ માઈક્રોચિપથી સજ્જ હોવા જોઈએ.
- જો કોઈ પ્રવાસી તેની સાથે અસ્થાયી રૂપે કોઈ પ્રાણી લાવે છે, તો તેણે ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ પાસેથી લાઇસન્સ લેવું પડશે.
- ભારતમાં પ્રવેશના 31 દિવસ પહેલા હડકવાની રસી ફરજિયાત છે.
- જો પ્રાણીને અલગ રાખવાની જરૂર હોય તો તે ઓછામાં ઓછા 14 દિવસ અને વધુમાં વધુ 30 દિવસ માટે રહેશે.
- જો કોઈ પ્રાણી કાર્ગોમાંથી આવે છે, તો તેને લેવા માટે ઓછામાં ઓછા ત્રીસ દિવસમાં પહોંચવું પડશે.