Knowledge: જાણો શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત વચ્ચેનો તફાવત
આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સમજવું અને પરિચિત થવું ખૂબ જ જરૂરી બની જાય છે. આપણા હિંદુ વૈદિક ગ્રંથો અને હિંદુ ધર્મગ્રંથો વિશેના જ્ઞાનનો પણ સમાવેશ થાય છે. અમુક હિંદુ સાહિત્યિક ગ્રંથો વિશે ઘણી મૂંઝવણો હોય છે. ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત વચ્ચેનો તફાવત શું છે તે આ લેખમાં જાણીશું.
Bhakti : આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સમજવું અને પરિચિત થવું ખૂબ જ જરૂરી બની જાય છે. આપણા હિંદુ વૈદિક ગ્રંથો અને હિંદુ ધર્મગ્રંથો વિશેના જ્ઞાનનો પણ સમાવેશ થાય છે. અમુક હિંદુ સાહિત્યિક ગ્રંથો વિશે ઘણી મૂંઝવણો હોય છે, તે માંથી એક મોટી મૂંઝવણ હિન્દુ ધર્મ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત વચ્ચેના તફાવત વિશે પણ છે.
આ પણ વાંચો : Bhakti : તમારા અટકી પડેલા ધંધાને વેગ આપશે એકાક્ષી નારિયેળનો આ ઉપાય !
શ્રીમદ ભગવદ ગીતા
શ્રીમદ ભગવદ્ ગીતાને ઘણીવાર “ભગવાનનું ગીત” તરીકે ઓળખવામાં આવે છે. તે મહાન ભારતીય હિંદુ મહાકાવ્ય “મહાભારત” નો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તે મહાભારતના છઠ્ઠા ભાગનો ભાગ છે. જેને ‘ભીસ્મપર્વ’ પણ કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 નાના પ્રકરણો છે. જેને આપણે 18 અધ્યાય તરીકે પણ ઓળખીયે છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં લગભગ 700 શ્લોકોનો સમાવેશ છે, અને તે હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોમાંનો એક ગ્રંથ માનવામાં આવે છે. ગીતા સંશ્લેષણનો યોગ શીખવે છે. વિશ્વના સાહિત્યના ધાર્મિક કાર્યોમાં પણ તે ઉચ્ચ સ્થાન ધરાવે છે.
શ્રીમદ ભગવદ ગીતાનો જન્મ
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ ભારતમાં નહી પણ વિદેશોમાં પણ ગીતા જયંતી ધુમધામથી ઉજવામાં આવે છે. ગીતા જયંતી આપણને એ પવન ઉપદેશની યાદ અપાવે છે જે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો. ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે.
માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધમાં પરિવારના સભ્યો અને સબંધીઓને જોઈ ભયભીત થઈ ગયો હતા. સાહસ અને વિશ્વાસથી ભરેલા અર્જુન મહાન યુદ્ધની શરૂઆત પૂર્વે રથ પર બેસીને યુદ્ધને મુલતવી રાખે છે. તે શ્રી કૃષ્ણને કહે છે કે ‘હું યુદ્ધ નહી કરુ હું પૂજ્ય ગુરુઓ અને સબંધીઓની હત્યા કરીને રાજ્યની ખુશી નથી ઇચ્છતો.
આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું. તેમને આત્મા-પરમાત્માથી લઈને ધર્મ-કર્મથી જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રીમદ્ ભગવદ ગીતા છે.
શ્રીમદ ભાગવત
શ્રીમદ ભાગવતને ભાગવત પુરાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે હિંદુ ધર્મના 18 જુદા જુદા પુરાણોમાંનું 5મું મુખ્ય પુરાણ છે. તેને તમામ વેદોનો સાર માનવામાં આવે છે. શ્રીમદ ભાગવતમાં 335 પ્રકરણોમાં 18,000 શ્લોકોનો સમાવેશ છે અને તેમાં પુસ્તકોના 12 પેટાવિભાગો છે. આ 12 પુસ્તકો એકસાથે વૈદિક સંસ્કૃતિનો સંપૂર્ણ ઇતિહાસ તેમજ ભગવાન કૃષ્ણ અને તેમના અવતારોની કથાનો સમાવેશ છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો