વિદેશ પ્રવાસ દરમિયાન જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તરત જ કરો આ કામ, નહીં તો થશે મોટું નુકસાન
તમારો પાસપોર્ટ વિદેશમાં ક્યાંક ખોવાઈ ગયો હોય, તો તમારા માટે એક ઉપાધિ સર્જાઇ શકે છે કેમ કે વિદેશી અધિકારીઓને એ સમજાવવામાં મુશ્કેલી પડી શકે છે કે તમે ભારતના જ નાગરિક છો.
વિદેશ જવા માટે સૌથી મહત્વપૂર્ણ જો કઈ વસ્તુ હોય તો તે છે પાસપોર્ટ. પણ જો કોઈ પરિસ્થિતિમાં તમારો પાસપોર્ટ ગુમ થઈ જાય તો શું કરવું? કેમ કે આ પાસપોર્ટ એ આજકાલના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. એવામાં જો તમારો પાસપોર્ટ વિદેશમાં ક્યાંક ખોવાઈ ગયો હોય, તો તમારા માટે એક ઉપાધિ સર્જાઇ શકે છે કેમ કે વિદેશી અધિકારીઓને એ સમજાવવામાં મુશ્કેલી પડી શકે છે કે તમે ભારતના જ નાગરિક છો.
તો આવી સ્થિતિમાં, તમારે તરત જ જઇ અને વિદેશી અધિકારીઓને આ વિશે જાણ કરવી જોઈએ. તો ચાલો તમને આજે જણાવીએ કે તમે આ સિવાય શું કરી શકો. વિદેશમાં જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય, તો તમે તેની જાણ www.passports.gov.in પર અથવા નજીકના રાજદ્વારી મિશન અથવા કોન્સ્યુલેટમાં કરી શકો છો.
જો તમારો પાસપોર્ટ ભારતમાં હોય ત્યારે ખોવાઈ જાય, તો તમે www.passports.gov.in પર અથવા 1-877-487-2778 પર પાસપોર્ટ માહિતી સેવાને કૉલ કરીને તેની જાણ કરી શકો છો.
હવે જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો આ સ્ટેપ્સ ને ફોલો કરો
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરો
સૌ પ્રથમ તમારે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવવી જોઈએ અને તમારો પાસપોર્ટ કેવી રીતે ખોવાઈ ગયો તેની સંપૂર્ણ વાત તેમને જણાવો. ત્યારબાદ તમારો પાસપોર્ટ નંબર પણ તેમની સાથે શેર કરો. ફરિયાદની નકલ લઈ લેવાનું ન ભૂલતા . ફરિયાદ કર્યા પછી, તમારી અરજીની નકલ લઈ લેવી જેથી તમને પાસપોર્ટ રી-ઇશ્યુ કરવામાં મદદ મળશે.
INDIAN EMBASSY પાસે જાઓ
પાસપોર્ટ ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવ્યા પછી, ઇંડિયન એમ્બેસીમાં જાઓ અને તેમને બધું જણાવો. તેઓ તમને ભારત પાછા મોકલવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો: કામની વાત: માત્ર પાંચ જ દિવસમાં બની જશે તમારો પાસપોર્ટ, આ સરળ રીતે કરો ઓનલાઈન અરજી
ઈમરજન્સી સર્ટિફિકેટ માટે અરજી કરો
તમારા ઈમરજન્સી સર્ટિફિકેટ માટે તરત જ અરજી કરો. આ માટે તમે ઇંડિયન એમ્બેસીમાં જઈને ઈમરજન્સી સર્ટિફિકેટ મેળવી શકો છો. વિઝા ફરીથી રી ઇસ્યુ કરાવો. હવે બધી ફોર્માલિટીસ પતાવ્યા પછી, તમારા વિઝા રી-ન્યુ કરાવો. આ માટે તમારે ઇંડિયન એમ્બેસીમાં જવું પડશે.
ભવિષ્યમાં આવું ન થાય તે માટેના પગલાં
પ્રવાસે જતા પહેલા, તમારા પાસપોર્ટની બે ફોટોકોપી તૈયાર કરાવી દેવી અને પછી તેને અલગ-અલગ જગ્યાએ રાખવી. જો તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો હોય તો તેની ફોટોકોપી આપવી કાયદેસર રીતે જરૂરી નથી, પરંતુ તમારે તમારા જૂના પાસપોર્ટ વિશેની માહિતી આપવી પડશે, જેમ કે તમને પાસપોર્ટ ક્યારે જારી કરવામાં આવ્યો હતો, પાસપોર્ટની માન્યતા ક્યારે સમાપ્ત થાય છે અને પાસપોર્ટ ક્યાંથી જારી કરવામાં આવ્યો હતો. વગેરે એટલા માટે પાસપોર્ટની ફોટોકોપી કરવી ખૂબ જ જરૂરી છે. આ સાથે બે-ત્રણ ફોટોગ્રાફ્સ, આઈડીનો કોઈ પણ દસ્તાવેજ અને જન્મતારીખ સંબંધિત કોઈપણ દસ્તાવેજ લો.