AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Passport Verification : હવે માત્ર 5 દિવસમાં પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થશે,જાણો કોને અને કેવી રીતે મળશે સુવિધાનો લાભ

Passport Verification : ઓનલાઈન અરજી મળ્યા બાદ પોલીસના વેરિફિકેશન ઓફિસર અરજદારના ઘરે જશે અને દરવાજા પર ઉભા રહીને સીધી એપ દ્વારા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અંતિમ રિપોર્ટ આપશે. ટેબલેટમાં જીપીએસ હશે જે એ પણ જણાવશે કે વેરિફિકેશન ઓફિસર અરજદારના ઘરે ગયા છે કે નહીં.

Passport Verification : હવે માત્ર 5 દિવસમાં પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થશે,જાણો કોને અને કેવી રીતે મળશે સુવિધાનો લાભ
process of passport verification will be completed in just 5 days
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 9:59 AM
Share

Passport Verification : પાસપોર્ટ મેળવવા માટે પોલીસ વેરિફિકેશનમાં હવે 15 દિવસનો સમય લાગશે નહીં પરંતુ માત્ર પાંચ દિવસમાં વેરિફિકેશન ઓનલાઈન થઈ જશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દિલ્હી  ખાતે પોલીસના 76મા સ્થાપના દિવસ પર કિંગ્સવે કેમ્પ ખાતે આયોજિત પરેડમાં સલામી લીધા બાદ પાસપોર્ટ વેરિફિકેશનની સંપૂર્ણ ઓનલાઈન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. અમિત શાહે આ પ્રસંગે દિલ્હી પોલીસમાં સામેલ કરાયેલા મોબાઈલ ફોરેન્સિક વાહનો પણ જનતાને સમર્પિત કર્યા હતા. આ અવસરે તેમણે કહ્યું કે લોકો માટે સમય ખૂબ જ કિંમતી છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં મોબાઈલ ટેબલેટ દ્વારા પાસપોર્ટ એપ્લિકેશન વેરિફિકેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે.

હવે પાસપોર્ટનું પોલીસ વેરિફિકેશન મોબાઈલ ટેબલેટથી થશે જેના કારણે પાંચ દિવસમાં ઓનલાઈન પોલીસ વેરિફિકેશન થઈ જશે. હવે આ માટે લોકોએ ક્યાંય જવું પડશે નહિ. અમિત શાહે કહ્યું કે એકલા દિલ્હીમાં જ દરરોજ સરેરાશ બે હજારથી વધુ પાસપોર્ટ માટે ઓનલાઈન અરજીઓ મળી રહી છે. ઓનલાઈન વેરિફિકેશનથી લોકોની સુવિધામાં વધારો થશે અને તેમની મુશ્કેલીઓમાં ઘટાડો થશે.

ઓનલાઈન વેરિફિકેશન પેપરલેસ અને સુવિધાજનક હશે

અગાઉ દિલ્હીમાં પોલીસ વેરિફિકેશન માટે 14 દિવસની સમય મર્યાદા હતી. જેમાં વેરિફિકેશન માટે અરજી મળ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અરજદારના ઘરે જતા હતા. આ પછી તે રિપોર્ટ તૈયાર કરતો હતો પછી તેને ઑફલાઇન મોડમાં મોકલતો હતો. આખી પ્રક્રિયામાં બે અઠવાડિયાથી વધુ સમય લાગતો હતો. હવે નવી પ્રક્રિયામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પેપરલેસ હશે. વિદેશ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી એપને ટેબમાં સામેલ કરવામાં આવશે.

ઓનલાઈન અરજી મળ્યા બાદ પોલીસના વેરિફિકેશન ઓફિસર અરજદારના ઘરે જશે અને દરવાજા પર ઉભા રહીને સીધી એપ દ્વારા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અંતિમ રિપોર્ટ આપશે. ટેબલેટમાં જીપીએસ હશે જે એ પણ જણાવશે કે વેરિફિકેશન ઓફિસર અરજદારના ઘરે ગયા છે કે નહીં. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ એપથી એક દિવસમાં અનેક અરજદારોનું વેરિફિકેશન થઈ શકે છે. તે પેપરલેસ હોવાથી ફાઈલોની કોઈ તકલીફ પડશે નહીં.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">