Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા બાકી રહ્યા અમૃત સ્નાન? જાણી લો તિથિ અને સમય
13 જાન્યુઆરી 2025થી મહાકુંભનો પ્રારંભ થયો છે. તેનુ સમાપન 26 ફેબ્રુઆરી 2025 મહાશિવરાત્રિના દિવસે થશે. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભના કેટલા અમૃત સ્નાન હોય છે અને કેટલા શાહી સ્નાન? તેમજ તેનો સમય અને તિથિ શું રહેશે તે દરેક વિગતો આપને અહીં મળી જશે.
ભવ્ય મહાકુંભ 2025 આસ્થા, ભક્તિ અને આધ્યાત્મિક એક્તાના ભવ્ય મહાકુંભનો 13 જાન્યુઆરીથી પ્રારંભ થઈ ગયો છે. તેનું સમાપન 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થશે. આ મહાકુંભ 45 દિવસ સુધી ચાલશે. આજે અમે આપને જણાવશુ કે પ્રયાગરાજમાં આયોજિત આ વખતના કુંભમાં આ ત્રણ અમૃત સ્નાન થશે. જેમાથી એક અમૃત સ્નાન મકરસંક્રાંતિના પર્વે થઈ ચુક્યુ છે હવે બે અમૃત સ્નાન બાકી રહ્યા છે. આ સિવાય બે એવી તિથિ છે કે જેના પર સંગમમાં ડૂબકી લગાવવી ખૂબ શુભ ગણાય છે. ચાલો આપને આ તારીખો વિશે જણાવીએ.
જ્યારે પણ મહાકુંભની વાત થાય ત્યારે સૌથી પહેલા દરેકના મનમાં મહત્વપૂર્ણ તિથિઓને જાણવાની જિજ્ઞાસા હોય છે. જેમા અમૃત સ્નાન કરી શકાય છે. અત્યાર સુધીમાં એક અમૃત સ્નાન થઈ ચુક્યુ છે હવે બે અમૃત સ્નાન બાકી રહ્યા છે.
- 13 જાન્યુઆરી (સોમવાર) – શાહી સ્નાન, પોષ પૂર્ણિમા
- 14 જાન્યુઆરી (મંગળવાર) – અમૃત સ્નાન, મકરસંક્રાંતિ
હવે આ સ્નાન બાકી છે
- 29 જાન્યુઆરી (બુધવાર) – અમૃત સ્નાન, મૌની અમાવસ્યા
- 3 ફેબ્રુઆરી (સોમવાર) – અમૃત સ્નાન, વસંત પંચમી
- 12 ફેબ્રુઆરી (બુધવાર) – સ્નાન, માઘ પૂર્ણિમા
- 26 ફેબ્રુઆરી (બુધવાર) – સ્નાન, મહાશિવરાત્રી
મહા કુંભના ત્રીજા શાહી સ્નાન માટેનો શુભ સમય:
- બ્રહ્મ મુહૂર્ત- 05:25 AM થી 06:18 AM
- પરોઢ- 05:51 AM થી 07:11 AM
- વિજય મુહૂર્ત- બપોરે 02:22 થી 03:05 સુધી
- સંધ્યા મુહૂર્ત- 05:55 PM થી 06:22 PM
આ પવિત્ર નદીઓ પર કુંભનું આયોજન
મહાકુંભ એ હિન્દુ ધર્મનો મહત્વનો ધાર્મિક તહેવાર છે. તેને કુંભ મેળો પણ કહેવાય છે, મહાકુંભનું આયોજન દર 12 વર્ષે થાય છે. જ્યાં શ્રધ્ધાળુઓ શ્રધ્ધાથી સ્નાન કરે છે. આ ઉત્સવ ભારતની ચાર પવિત્ર નદીઓ અને ચાર તીર્થ સ્થાનો પર જ આયોજીત થાય છે. મહાકુંભનું આયોજન પ્રયાગરાજમાં સંગમ, હરિદ્વારમાં ગંગા નદી, ઉજ્જૈનમાં શિપ્રા નદી અને નાસિકમાં ગોદાવરી નદી પર કરવામાં આવે છે. આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે અને તે ચાર મુખ્ય તીર્થસ્થળો, હરિદ્વાર, પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે.