AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ચાલુ મેચ દરમિયાન સ્ટેડિયમમાં લાગી આગ, દર્શકોમાં ભયનો માહોલ છવાયો

બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં બ્રિસ્બેન હીટ અને હોબાર્ટ હરિકેન્સ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન અચાનક સ્ટેડિયમના એક ભાગમાં આગ લાગી હતી, જેના કારણે મેચ રોકવી પડી હતી. આગના કારણે સ્ટેડિયમમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Video : ચાલુ મેચ દરમિયાન સ્ટેડિયમમાં લાગી આગ, દર્શકોમાં ભયનો માહોલ છવાયો
fire broke out during BBL matchImage Credit source: X/BBL14
| Updated on: Jan 16, 2025 | 5:48 PM
Share

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી T20 ટૂર્નામેન્ટ બિગ બેશ લીગમાં એક ભયાનક ઘટના જોવા મળી હતી, જ્યારે સ્ટેડિયમની અંદર આગ ફાટી નીકળી હતી. બ્રિસ્બેન હીટ અને હોબાર્ટ હરિકેન વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન ગાબા સ્ટેડિયમમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે ત્યાં ગભરાટ ફેલાયો હતો. જેના કારણે મેચને થોડો સમય રોકવી પડી હતી, અને ત્યાં બેઠેલા દર્શકોને તરત જ હટાવી દેવામાં આવ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે આગ ભયાનક બનતી અટકી ગઈ હતી અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.

ડીજે બૂથમાં લાગી આગ

ગુરુવાર 16 જાન્યુઆરીએ આ બિગ બેશ લીગ મેચમાં હોબાર્ટની ઈનિંગ દરમિયાન આગ લાગી હતી. ટાર્ગેટનો પીછો કરતી વખતે હોબાર્ટની ઈનિંગની ચોથી ઓવર ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ સ્ટેડિયમના એક ભાગમાંથી આગની જ્વાળાઓ બહાર આવવા લાગી હતી. આ આગ સ્ટેડિયમમાં બનેલા ડીજે બૂથમાં લાગી હતી. સ્ટેડિયમમાં સંગીત વગાડવા અને એનાઉન્સમેન્ટ કરવા માટે બનાવવામાં આવેલા ડીજે બૂથમાં એક નાનકડી સ્પાર્ક આગમાં ફેરવાઈ ગઈ અને તરત જ ત્યાં હાજર લોકોએ તેને ઓલવવા માટે ફાયર એક્સટીનગ્યુસરનો ઉપયોગ શરૂ કર્યો.

મોટી દુર્ઘટના ટળી

આ દુર્ઘટનાને કારણે તરત જ મેચ રોકી દેવામાં આવી હતી અને તે ભાગમાં બેઠેલા દર્શકોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આગ બહુ મોટી ન હતી પરંતુ તેને બુઝાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. થોડા સમય માટે રમત અટકાવવામાં આવી હતી પરંતુ રાહતની વાત એ હતી કે આખરે આગ કાબૂમાં આવી ગઈ હતી. સ્ટેડિયમમાં હાજર કોઈને કોઈ નુકસાન થયું ન હતું અને મોટી દુર્ઘટના ટળી હતી. આ આગ કેવી રીતે લાગી તે અંગે હાલ પરિસ્થિતિ સ્પષ્ટ નથી.

બ્રિસ્બેનની મજબૂત બેટિંગ

જ્યાં સુધી મેચની વાત છે તો બ્રિસ્બેને પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 201 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. બ્રિસ્બેન તરફથી કેપ્ટન ઉસ્માન ખ્વાજાએ માત્ર 9 બોલમાં 23 રન બનાવીને ઝડપી શરૂઆત કરી હતી. આ પછી માર્નસ લાબુશેને માત્ર 44 બોલમાં 77 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે મેટ રેનશોએ આક્રમક 40 રન બનાવ્યા હતા અને અંતે ટોમ એસ્લોપે 39 રનની ઈનિંગ રમી હતી. હોબાર્ટ તરફથી નાથન એલિસે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: Breaking News : રિષભ પંત બનશે ટીમનો કેપ્ટન, શુક્રવારે ટીમની જાહેરાત કરવામાં આવશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">