AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi Ka Amrit Mahotsav : સાંડર્સની હત્યામાં ભગત સિંહ અને સુખદેવ સાથે રાજગુરુ પણ હતા સામેલ, ફાંસી પહેલા સાથે મળીને લગાવ્યા હતા ક્રાંતિના નારા

23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ અને સુખદેવની સાથે સાથે રાજગુરુને ( Rajguru) પણ ફાંસી આપવામાં આવી હતી. ભારતનો આ પુત્રો પોતાની દેશની આઝાદી માટે શહીદ થયા હતા.

Azadi Ka Amrit Mahotsav : સાંડર્સની હત્યામાં ભગત સિંહ અને સુખદેવ સાથે રાજગુરુ પણ હતા સામેલ, ફાંસી પહેલા સાથે મળીને  લગાવ્યા હતા ક્રાંતિના નારા
Azadi Ka Amrit MahotsavImage Credit source: tv9 gfx
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 5:39 PM
Share

ભારતની આઝદી માટે લાખો લોકોએ પોતાનો જીવ આપ્યો હતો. ઘણા પરિવારો વેરવિખેર થયા હતા. તેમના બલિદાન અને સંઘર્ષને કારણે જ દેશને 200 વર્ષ પછી અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. 23 માર્ચ, 1931ની સાંજે 7 વાગીને 33 મિનિટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને (Rajguru) ફાંસી આપવામાં આવી હતી. તે પહેલા જેલની બહાર લોકો પ્રદર્શન કરી રહ્યા હતા અને અંગ્રેજો આ ત્રણ ક્રાંતિકારીની (Freedom Fighters) સજાની તૈયારી. લોકોનો ગુસ્સો અને કાંતિકારીઓની હિંમત જોઈને ડરી ગયેલા અંગ્રેજોએ તેમને નક્કી કરેલા સમયના એક દિવસ પહેલા જ ફાંસી આપી હતી. તેમની લાશને પણ લોકોના ગુસ્સાથી બચવા જેલની પાછળ જ કશે છુપાડી દેવામાં આવ્યો હતો. ચાલો જાણીએ આ કાંતિક્રારીઓમાંના એક રાજગુરુની શૌર્યની ગાથા વિશે.

મરાઠી પરિવારમાં થયો હતો જન્મ

વીર ક્રાંતિકારી રાજગુરુનો જન્મ પુણેના ખેડાં ગામના પરિવારમાં થયો હતો. તેમનું આખુ નામ શિવરામ હરિ રાજગુરુ. 24 અગસ્ત, 1908ના રોજ જન્મેલા રાજગુરુના પિતાનું નામ હરિનારાયણ અને માતાનું નામ પાર્વતી બાઈ હતુ. બાળપણમાં જ તેમના પિતાનું નિધન થયુ હતુ. તેમની માતા અને મોટા ભાઈએ જ તેમનું પાલન પોષણ કર્યુ હતુ. 12 વર્ષની ઉંમરમાં જ તેઓ સંસ્કૃતની શિક્ષા માટે વારાણસી ગયા હતા.

16 વર્ષની ઉંમરે રાજગુરુ બન્યા ક્રાંતિકારી

વારાણસી પહોંચ્યા પછી રાજગુરુ દેશને આઝાદી અપાવવા માટે ચાલી રહેલા સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા. 16 વર્ષની ઉંમરે તેઓ ચંદ્રશેખર આઝાદને મળ્યા. આઝાદ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા અને હિંદુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન આર્મી (HSRA)માં રાજગુરુ જોડાયા. રાજગુરુ, લોકમાન્ય તિલક અને વીર શિવાજી રાવના ચાહક હતા, જ્યારે રાજગુરુ HSRAમાં હતા તે દરમિયાન ભગત સિંહ અને સુખદેવને મળ્યા ત્યારે તેઓ આ બે ક્રાંતિકારીઓથી ખૂબ પ્રભાવિત થયા હતા. થોડા જ દિવસોમાં ત્રણેય સારા મિત્રો બની ગયા અને સાથે મળીને ઘણી ક્રાંતિકારી ઘટનાઓને અંજામ આપતા હતા.

સોન્ડર્સની હત્યા કરીને લીધો હતો બદલો

9 ડિસેમ્બર 1928ના રોજ, રાજગુરુ, ભગતસિંહ અને સુખદેવે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને લાહોરમાં સાંડર્સની હત્યાની યોજના બનાવી હતી. અંગ્રેજોએ સાંડર્સની હત્યાને લાહોર ષડયંત્ર કેસનું નામ આપ્યું, અંગ્રેજો આ ઘટનાથી ગભરાઈ ગયા અને ત્રણેયની ધરપકડ પર પૂરો જોર લગાવ્યો. લાહોર છોડ્યા પછી રાજગુરુ લખનૌમાં ઉતર્યા અને ભગતસિંહ હાવડા જવા રવાના થયા. લખનૌ પછી રાજગુરુ વારાણસી ગયા, ત્યાર બાદ તેઓ નાગપુર ગયા. અંગ્રેજોએ અહીંથી પુણે જતા સમયે તેમની ધરપકડ કરી હતી.

22 વર્ષની વયે દેશ માટે આપ્યું હતું બલિદાન

ત્રણેયની ધડપકડ બાદ તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.રાજગુરુ માત્ર 22 વર્ષની ઉંમરે દેશ શહીદ થયા હતા, તેમના સન્માનમાં તેમના ગામ ખેડાંનું નામ બદલીને રાજગુરુનગર રાખવામાં આવ્યું. 2013માં સરકારે તેમના નામે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">