ભારત સિવાય દુનિયાભરમાં ગુજરાતીઓએ જોયુ હાઈબ્રિડ સૂર્યગ્રહણ, જુઓ વર્ષો બાદ દેખાયેલા અનોખા સૂર્યગ્રહણનો Video
Hybrid solar eclipse 2023 : વર્ષો બાદ આંશિક, પૂર્ણ અને વલયાકાર એમ ત્રણેય પ્રકારના સૂર્યગ્રહણ એટલે કે હાઈબ્રિડ સૂર્યગ્રહણ જોવા મળ્યો હતો. આ ગ્રહણ સવારે 07.04 વાગ્યાથી શરુ થશે અને બપોરે 12.29 વાગ્યા સુધી રહેશે. આ સૂર્યગ્રહણ 5 કલાક 24 મિનિટ સુધી દેખાયો હતો.
આજે ભારત સિવાય વિશ્વના અનેક દેશોમાં વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળ્યો હતો. ભારત અને ગુજરાતના લોકો આ સૂર્યગ્રહણ જોઈ શક્યા ન હતા. પણ વિશ્વમાં દરેક દેશમાં રહેતા ગુજરાતીઓ આ ખાસ સૂર્યગ્રહણના સાક્ષી બન્યા હતા. વર્ષો બાદ આંશિક, પૂર્ણ અને વલયાકાર એમ ત્રણેય પ્રકારના સૂર્યગ્રહણ એટલે કે હાઈબ્રિડ સૂર્યગ્રહણ જોવા મળ્યો હતો. આ ગ્રહણ સવારે 07.04 વાગ્યાથી શરુ થશે અને બપોરે 12.29 વાગ્યા સુધી રહેશે. આ સૂર્યગ્રહણ 5 કલાક 24 મિનિટ સુધી દેખાયો હતો.
સૌપ્રથમ આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું હતું. તે પછી તે બીજા ઘણા દેશોમાં જોવા મળ્યો. ગ્રહણ પછી, કેટલાક દેશોમાં સૂર્ય પોતે ચંદ્ર જેવો દેખાતો હતો, અને કેટલીક જગ્યાએ દિવસ દરમિયાન પણ અંધારું હતું. સૂર્યના ત્રણ અલગ-અલગ સ્વરૂપો જોવા મળ્યો હતા. કેટલાક દેશોમાં, સૂર્ય લગભગ સંપૂર્ણ રીતે ઢંકાયેલો હતો, કેટલાક સ્થળોએ તે આંશિક રીતે દેખાતો હતો.
હવે આ વર્ષે જોવા મળી શકે છે હાઈબ્રિડ સૂર્યગ્રહણ
જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. તે આંશિક, સંપૂર્ણ અને વલયાકાર પણ હોઈ શકે છે. આજે જોવા મળેલા સૂર્યગ્રહણ અંગે નિષ્ણાતોનું માનવું છે કે આવી ખગોળીય ઘટના સદીઓમાં ભાગ્યે જ જોવા મળે છે.કેટલીક જગ્યાએ લોકો ટેલિસ્કોપ દ્વારા આનંદ માણતા પણ જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર હવે પછી આ હાઈબ્રિડ સૂર્યગ્રહણ 2027-28 કે 2021માં દેખાઈ શકે છે.
હાઈબ્રિડ સૂર્યગ્રહણનો લાઈવ વીડિયો
વર્ષ 2023માં દેખાનારા ગ્રહણોનું લિસ્ટ
- 20 એપ્રિલ – હાઈબ્રિડ સૂર્યગ્રહણ – દક્ષિણ-પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસેફિક, હિંદ મહાસાગર, એન્ટાર્કટિકા
- 5-6 મે – ચંદ્રગ્રહણ – યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, પેસેફિક, એન્ટાર્કટિકા, આર્કટિક, હિંદ મહાસાગર
- 14 ઓક્ટોબર – સૂર્યગ્રહણ – પશ્ચિમ આફ્રિકા, ઉત્તર-દક્ષિણ અમેરિકા, પેસેફિક, આર્કટિક, એન્ટાર્કટિકા
- 28-29 ઓક્ટોબર – ચંદ્રગ્રહણ – યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર-દક્ષિણ અમેરિકા, હિંદ મહાસાગર, આર્કટિક, એન્ટાર્કટિકા
હાઈબ્રિડ સૂર્યગ્રહણની પૃથ્વી પર અસર
Here is the solar eclipse in real time from the Exmouth Gulf. #SolarEclipse2023 pic.twitter.com/5A583Z2E8u
— Chris Lewis (@a_film_maker) April 20, 2023
Totality from the Exmouth Gulf #SolarEclipse2023 pic.twitter.com/VBoloAPuI4
— Chris Lewis (@a_film_maker) April 20, 2023
સૂર્યગ્રહણના 4 પ્રકારો વિશે જાણો
- પૂર્ણ સૂર્યગ્રહણ – જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવી જાય છે ત્યારે પૃથ્વીના એક ભાગ પર દિવસે પૂર્ણ અંધકાર છવાઈ જાય છે. તેને પૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
- આંશિક સૂર્યગ્રહણ – આ સૂર્યગ્રહણમાં ચંદ્ર સૂર્યના કેટલાક ભાગના પ્રકાશને રોકે છે, જેને કારણે સૂર્ય આંશિક દેખાઈ છે.
- વલયાકાર સૂર્યગ્રહણ – આ પ્રકારના સૂર્યગ્રહણમાં ચંદ્ર પૃથ્વીથી દૂર હોય છે અને ચંદ્ર આ પ્રકારના ગ્રહણમાં સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી શકતું નથી. જેને કારણે સૂર્યનો રિંગ જેવો આકાર દેખાય છે. તેને વલયાકાર સૂર્યગ્રહણ કહેવાય છે.
- હાઈબ્રિડ સૂર્યગ્રહણ – આંશિક, પૂર્ણ અને વલયાકાર એમ ત્રણેય પ્રકારના સૂર્યગ્રહણ એક સાથે દેખાઈ તેને હાઈબ્રિડ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…