કટ્ટરપંથીઓની વિરૂદ્ધ સતર્કતાની જરૂર, ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોમાં તોડફોડ પર બોલ્યા એસ જયશંકર
મુલાકાત બાદ જયશંકરે ટ્વીટ કર્યુ. અમારા દ્વિપક્ષીય એજન્ડા પર આગળ વધવાનો ઉલ્લેખ કર્યો. ભારતીય સમુદાયને લક્ષ્ય કરનારી કટ્ટરપંથી ગતિવિધિઓની વિરૂદ્ધ સતર્કતાની જરૂરિયાત પર ભાર મુક્યો.
ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે આ વાત પર ભાર મુક્યો કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને નિશાનો બનાવનારી કટ્ટરપંથી ગતિવિધિઓની વિરૂદ્ધ સતર્કતાની જરૂરિયાત છે. તેમને ખાલિસ્તાની સમર્થકો દ્વારા દેશમાં હિન્દુ મંદિરોમાં થયેલી તોડફોડને ધ્યાનમાં રાખીને આ વાત કહી. પોતાના ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગ સાથે મુલાકાત દરમિયાન જયશંકરે આ નિવેદન આપ્યું. જયશંકરે વોંગની સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.
મુલાકાત બાદ જયશંકરે ટ્વીટ કર્યુ. અમારા દ્વિપક્ષીય એજન્ડા પર આગળ વધવાનો ઉલ્લેખ કર્યો. ભારતીય સમુદાયને લક્ષ્ય કરનારી કટ્ટરપંથી ગતિવિધિઓની વિરૂદ્ધ સતર્કતાની જરૂરિયાત પર ભાર મુક્યો.
Warm and wide ranging discussions with FM @SenatorWong at Sydney Harbour today.
Exchanged perspectives on the Indo-Pacific strategic picture, progress in the Quad, G20 developments and our respective neighbourhoods. pic.twitter.com/SiLFlkK7mK
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 18, 2023
આ પણ વાંચો: Gujarati Video : અમરેલીના લીલીયામાં બે રાઉન્ડ ફાયરિંગ, આરોપીઓને ઝડપવા પોલીસ સક્રિય
તોડફોડ બાદ લખ્યા ભારત વિરોધી નારા
દેશના 3 હિન્દુ મંદિરોમાં તોડફોડની હાલની ઘટનાઓના સંદર્ભમાં તેમને નિવેદન આપ્યું. મેલબર્નના અલ્બર્ટ પાર્ક સ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શસનેસ (ઈસ્કોન) મંદિરના મેનેજમેન્ટે 23 જાન્યુઆરીએ જોયું કે મંદિરની દિવાલ પર તોડફોડ કરવામાં આવી અને જેના પર હિન્દુસ્તાન મુર્દાબાદ વાંધાજનક વાક્ય લખવામાં આવ્યા હતા.
આ પ્રકારે વિક્ટોરિયાના કેરમ ડાઉન્સ સ્થિત ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં 16 જાન્યુઆરીએ તોડફોડ થઈ હતી. મેલબર્ન સ્થિત સ્વામીનારાયણ મંદિરની દિવાલ પર અસામાજિક તત્વોએ 12 જાન્યુઆરીએ ભારત વિરોધી નારા લખ્યા. એક દિવસીય યાત્રા પર આવેલા જયશંકરે વોંગની સાથે વાતચીત દરમિયાન કહ્યું કે તે ઝડપી જ નવી દિલ્હીમાં તેમનું સ્વાગત કરશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાને એકબીજા માટે કામ કરવાની જરૂર
આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો માટે વિશ્વની દિશા નક્કી કરવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. રાયસીના સિડની બિઝનેસ બ્રેકફાસ્ટમાં આપેલા પોતાના સંબોધનમાં વિદેશ પ્રધાને કહ્યું કે દુનિયાની હાલની પરિસ્થિતિ ભારત અને ઓસ્ટ્રેલિયાને એકબીજા માટે વધુ કામ કરવા મજબૂર કરે છે.
હાલમાં ઑસ્ટ્રેલિયામાં રહેલા જયશંકરે જણાવ્યું હતું કે, “વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાનું નિર્માણ સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થા પરના જોખમને વાસ્તવમાં કેવી રીતે ઘટાડવું તે સૌથી મોટા લક્ષ્યોમાંનું એક છે.” આ વાસ્તવમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન દ્વારા શરૂ કરાયેલી પહેલોમાંની એક છે.
તેમણે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા તેમના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગ પર છે અને ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઉત્પ્રેરક સાબિત થશે.