બ્રુનેઈ પણ 15મી સદી સુધી હતું હિન્દુ-બૌદ્ધ રાષ્ટ્ર, જાણો કેવી રીતે બન્યો મુસ્લિમ દેશ

બ્રુનેઈ અગાઉ દક્ષિણપૂર્વ એશિયામાં એક મુખ્ય બૌદ્ધ રાષ્ટ્ર હતું. પુરાતત્વીય પુરાવા દર્શાવે છે કે આ વિસ્તારમાં વિવિધ વંશીય જૂથો રહેતા હતા. તો બ્રુનેઈમાં ભારતીય હિંદુ સામ્રાજ્યનો પ્રભાવ 14મી અને 16મી સદી વચ્ચે સ્પષ્ટપણે દેખાતો હતો. ત્યારે આ લેખમાં જાણીશું કે, એક હિન્દુ-બૌદ્ધ રાષ્ટ્ર કેવી રીતે મુસ્લિમ દેશ બન્યો.

બ્રુનેઈ પણ 15મી સદી સુધી હતું હિન્દુ-બૌદ્ધ રાષ્ટ્ર, જાણો કેવી રીતે બન્યો મુસ્લિમ દેશ
Brunei
Follow Us:
| Updated on: Sep 07, 2024 | 4:21 PM

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બ્રુનેઈની મુલાકાતે ગયા ત્યારે આ દેશ ચર્ચામાં આવ્યો હતો. સૌથી વધુ ચર્ચાની વાત એ હતી કે આ દેશ કોઈની પાસેથી આવકવેરો વસૂલતો નથી, છતાં તેની અર્થવ્યવસ્થા ચાલે છે. આ દેશના સુલતાન હસનલ બોલ્કિયા ખૂબ જ ધનવાન છે. ત્યારે શું તમે જાણો છો કે આ દેશ એક સમયે હિન્દુ-બૌદ્ધ રાષ્ટ્ર હતું, પરંતુ હવે બ્રુનેઈ ઈસ્લામિક દેશ બની ગયો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ દેશ કેવી રીતે હિન્દુ-બૌદ્ધ રાષ્ટ્રમાંથી ઈસ્લામિક દેશ બન્યો.

બ્રુનેઈની વસ્તી લગભગ 4.49 લાખ છે. આ દેશમાં 82.1 ટકા મુસ્લિમો રહે છે. 6.3 ટકા બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે. આ સિવાય ખ્રિસ્તી અને હિન્દુ ધર્મના લોકો પણ વસવાટ કરે છે. બ્રુનેઈ સત્તાવાર રીતે મુસ્લિમ દેશ છે. આ દેશમાં મલય ભાષા બોલાય છે. બ્રુનેઈને બૌદ્ધ દેશમાંથી ઈસ્લામિક દેશમાં રૂપાંતરિત થતાં લગભગ 500 વર્ષ લાગ્યાં હતા. ઇસ્લામના આગમન પહેલા બ્રુનેઇ હિંદુ અને બૌદ્ધ સામ્રાજ્યોથી પ્રભાવિત હતું. જે દક્ષિણના શ્રીવિજય સામ્રાજ્ય સાથે સંકળાયેલું હતું.

બ્રુનેઈનો ઈતિહાસ

બ્રુનેઈ દક્ષિણપૂર્વ એશિયાનો એક નાનો દેશ છે અને તે બોર્નિયો ટાપુના ઉત્તર કિનારે આવેલો છે. 1888માં બ્રુનેઈએ બ્રિટન સાથે સંરક્ષણ સંધિ કરી, જેમાં બ્રિટિશ સરકારને બ્રુનેઈનું સંરક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી. આ સંધિ હેઠળ બ્રુનેઈ બ્રિટિશ સંરક્ષિત રાજ્ય બની ગયું.

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941માં જાપાની સેનાએ બ્રુનેઈ પર હુમલો કર્યો અને તેને કબજે લીધું. જાપાની કબજાનો આ યુદ્ધકાળ બ્રુનેઈ માટે કઠિન સમય હતો. 1945માં બ્રિટિશ સેનાએ બ્રુનેઈને જાપાનીઝ કબજામાંથી મુક્ત કરાવ્યું. આ સાથે જ બ્રુનેઈ ફરીથી બ્રિટિશ સંરક્ષણ હેઠળ આવ્યું.

1959માં બ્રુનેઈને સ્વ-શાસનનો અધિકાર મળ્યો અને બ્રુનેઈ માટે આ મોરચે સ્વતંત્રતા તરફનો માર્ગ મોકળો થયો. ત્યાર બાદ 1 જાન્યુઆરી, 1984ના રોજ બ્રુનેઈ બ્રિટિશ શાસનમાંથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર થયો અને તે પોતાના શાસન હેઠળ સંપૂર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું.

બ્રુનેઈ એક સમયે હિન્દુ-બૌદ્ધ રાષ્ટ્ર હતું

બ્રુનેઈ અગાઉ દક્ષિણપૂર્વ એશિયામાં એક મુખ્ય બૌદ્ધ રાષ્ટ્ર હતું. પુરાતત્વીય પુરાવા દર્શાવે છે કે આ વિસ્તારમાં વિવિધ વંશીય જૂથો રહેતા હતા. બ્રુનેઈ પોતે કદાચ શ્રીવિજય શહેર સામ્રાજ્યનો ભાગ હતો. બ્રુનેઈમાં ભારતીય હિંદુ સામ્રાજ્યનો પ્રભાવ 14મી અને 16મી સદી વચ્ચે સ્પષ્ટપણે દેખાતો હતો. પ્રાચીન ચાઇનીઝ ગ્રંથોમાં બ્રુનેઇ અને તેની વેપાર પ્રવૃત્તિઓ અને શ્રીવિજય અને માજાપહિત જેવા મોટા હિંદુ અને બૌદ્ધ સામ્રાજ્યો સાથે સાંસ્કૃતિક વિનિમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

6ઠ્ઠી સદીની શરૂઆતમાં, ભારત અને ચીન સાથે બ્રુનેઈના વેપાર અને સાંસ્કૃતિક સંબંધો વિકસતા હતા. બ્રુનેઈનું નામ સંસ્કૃત શબ્દ “વરુણ” પરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે, જેનો અર્થ થાય છે નાવિક. બ્રુનેઇ નામ સંભવતઃ “બારુ નાહ” શબ્દ પરથી વિકસિત થયું છે, જેનો અર્થ ‘બસ આટલું જ’ થાય છે.

બ્રુનેઈના પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે, અહીંની મોટાભાગની વસ્તી બૌદ્ધ ધર્મનું પાલન કરતી હતી. જે પાછળથી આ દેશ મુસ્લિમ બની ગયો. જો કે બૌદ્ધ લોકો હજુ પણ અહીં રહે છે, પરંતુ બહુ ઓછા છે. તો હિન્દુ ધર્મનો પણ અહીં પ્રભાવ જોવા મળતો હતો. તેથી કહી શકાય કે એક સમયે બ્રુનેઈની ઓળખ હિંદુ અને બૌદ્ધ રજવાડાઓ સાથે હતી, જે પાછળથી બદલાઈ ગઈ.

2002માં અહીં શોધાયેલ પુરાતત્વીય સ્થળ સુંગાઈ લિમાઉ મનિસ બૌદ્ધ પ્રભાવ ધરાવતું સ્થળ છે. એ જ રીતે 1950માં શોધાયેલ કોટા બાટુમાંથી મળેલી કલાકૃતિઓ દર્શાવે છે કે આ વિસ્તાર સાંસ્કૃતિક અને આર્થિક રીતે ગતિશીલ હતો. અહીં હિંદુ અને બૌદ્ધ સામ્રાજ્યોનો પ્રભાવ રહ્યો હશે. 1997માં બ્રુનેઈના દરિયાકિનારે એક ખૂબ જ પ્રાચીન વહાણ મળી આવ્યું હતું. જેમાંથી બૌદ્ધ અને હિન્દુ ધર્મથી પ્રભાવિત મોટી સંખ્યામાં કલાકૃતિઓ મળી આવી હતી.

મુસ્લિમ યુગની શરૂઆત

14મી સદીમાં ઇસ્લામ તરફ બ્રુનેઇનું નોંધપાત્ર પરિવર્તન શરૂ થયું, જ્યારે આ પ્રદેશે અરબી દ્વીપકલ્પ અને ભારતના મુસ્લિમ વેપારીઓ સાથેના વેપાર દ્વારા ઇસ્લામિક પ્રભાવને અપનાવવાનું શરૂ કર્યું. 1515માં બ્રુનેઈના બૌદ્ધ રાજા અવાંગ અલક બેટાતરે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને તેણે પોતાનું નામ બદલીને સુલતાન મુહમ્મદ રાખ્યું. આનાથી બ્રુનેઈના ઈતિહાસમાં ઈસ્લામિક યુગની શરૂઆત થઈ.

સમય જતાં ઇસ્લામનો પ્રભાવ બ્રુનેઇમાં શાસન અને દૈનિક જીવનના વિવિધ પાસાઓમાં આવ્યો. 16મી સદી સુધીમાં શાસક રાજવંશ ઇસ્લામમાં મજબૂત રીતે સ્થાપિત થયો, વસ્તીએ ધર્માંતરણ કરવાનું શરૂ કર્યું. બ્રુનેઈના સુલતાને રાજ્યના શાસનને ઈસ્લામિક સિદ્ધાંતો સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1959માં સ્થપાયેલા બ્રુનેઈના બંધારણે ઈસ્લામને સત્તાવાર ધર્મ જાહેર કર્યો.

બ્રુનેઈમાં કેટલા હિન્દુઓ છે ?

મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ બ્રુનેઈમાં હિંદુઓ પણ રહે છે. જો કે, હિન્દુ સમુદાય બ્રુનેઈની કુલ વસ્તીનો ખૂબ જ નાનો હિસ્સો ધરાવે છે. 4.49 લાખની વસ્તીવાળા આ દેશમાં હિંદુ સમુદાયની સંખ્યા 1 હજારથી 2 હજારની વચ્ચે છે. આ સંખ્યામાં મુખ્યત્વે ભારતીય ઇમિગ્રન્ટ્સ અને તેમના પૂર્વજોનો સમાવેશ થાય છે, જેઓ વ્યવસાય અથવા અન્ય હેતુઓ માટે બ્રુનેઇ આવ્યા છે.

બ્રુનેઈમાં હિન્દુ ધર્મના બહુ ઓછા અનુયાયીઓ છે. બિનસાંપ્રદાયિકતા અને સાંસ્કૃતિક વિવિધતા હોવા છતાં હિન્દુઓની સંખ્યા ઘણી ઓછી છે. ધાર્મિક પરિદ્રશ્યની દૃષ્ટિએ હિન્દુ મંદિરોની સંખ્યા મર્યાદિત છે. બ્રુનેઈ દેશની ધાર્મિક ઓળખ ઈસ્લામ છે અને દેશના મોટાભાગના લોકો પણ મુસ્લિમ છે. ઇસ્લામનું વર્ચસ્વ હોવા છતાં અન્ય ધર્મના અનુયાયીઓ માટે ધાર્મિક સ્થળો અસ્તિત્વમાં છે.

બ્રુનેઈમાં હાલમાં બે મોટા હિન્દુ મંદિરો છે, જેમાં એક શિવ મંદિર છે અને બીજું રામ મંદિર છે. બંને મંદિર બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાનમાં આવેલા છે. આ મંદિરો મુખ્યત્વે સ્થાનિક ભારતીય સમુદાયના લોકો માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. આ મંદિરોમાં હિંદુ તહેવારો અને પૂજા વિધિઓનું આયોજન કરવામાં આવે છે. હિંદુ ધાર્મિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન મુખ્યત્વે ભારતીય સમુદાય દ્વારા કરવામાં આવે છે.

ભારત અને બ્રુનેઈ વચ્ચેના સંબંધો કેવા છે ?

ભારત અને બ્રુનેઈએ 1984માં રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. જો કે, ભારતીય વસાહતીઓએ 1930ના દાયકાની શરૂઆતમાં જ બ્રુનેઈમાં તેમના મૂળિયા નાખ્યા હતા. બ્રુનેઈમાં અંદાજે 14,500 ભારતીયો રહે છે. તેમાંથી અડધાથી વધુ તેલ અને ગેસ ઉદ્યોગ, બાંધકામ અને છૂટક વેપારમાં સંકળાયેલા છે. બ્રુનેઈમાં ઘણા ડોક્ટરો પણ ભારતના છે. ભારતીય શિક્ષકો, એન્જિનિયરો અને આઈટી પ્રોફેશનલ્સ પણ બ્રુનેઈમાં રહે છે. બ્રુનેઈના ટેક્સટાઈલ માર્કેટમાં ભારતીય વેપારીઓનો પણ સારો હિસ્સો છે. બ્રુનેઈમાં ભારતીયોને સકારાત્મક રીતે જોવામાં આવે છે.

2013માં તત્કાલિન વડાપ્રધાન ડો.મનમોહન સિંહ આસિયાન સંમેલનમાં ભાગ લેવા માટે અહીં આવ્યા હતા, પરંતુ પીએમ મોદી દ્વિપક્ષીય વાટાઘાટ માટે બ્રુનેઈની મુલાકાત લેનારા ભારતના પહેલા વડાપ્રધાન છે. બંને દેશો વચ્ચેનો વેપાર એ વાતની પુષ્ટિ કરે છે કે ભારત અને બ્રુનેઈ વચ્ચેના સંબંધો કેટલા મજબૂત છે.

ભારત બ્રુનેઈથી ઘણી વસ્તુઓ આયાત કરે છે. આમાં ક્રૂડ ઓઈલ, હાઈડ્રોકાર્બન, આયર્ન, સ્ટીલ, ધાતુઓ, આઈસોટોપ્સ, ન્યુક્લિયર રિએક્ટર, બોઈલર, વાહનોનો સમાવેશ થાય છે. તો બ્રુનેઈ પણ ભારતમાંથી આયાત કરવામાં પાછળ નથી. આ દેશ ભારતમાંથી ડેરી ઉત્પાદનો, ફળો, બદામ, અનાજ, તેલ, સૌંદર્ય પ્રસાધનો, ડેરી ઉત્પાદનો અને એલ્યુમિનિયમ ખરીદે છે.

ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
g clip-path="url(#clip0_868_265)">