Breaking News : મ્યાનમારમાં 7.9ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો, જુઓ તબાહીનો વીડિયો
મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિપોર્ટઅનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.9 હતી. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિપોર્ટઅનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.9 હતી. નિષ્ણાતોનું કહેવું છે કે, બંને દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભૂકંપના કારણે બંન્ને દેશને કેટલું નુકસાન થયું છે. તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી.
ભૂકંપના ઝટકાને કારણે બેંગકોક અને મ્યાનમારના શહેરોમાં મોટી મોટી ઈમારતો હોડીની જેમ હલવા લાગી છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લોકો ચીસો પાડતા રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે.
Earthquake of magnitude 7.2 on the Richter scale hits Myanmar, says National Center for Seismology.
(Video Source: PhoenixTV News) #earthquake #MyanmarEarthquake #TV9Gujarati #TV9News pic.twitter.com/BxjerpPucX
— Tv9 Gujarati (@tv9gujarati) March 28, 2025
વીડિયો સૌજન્ય phoenix Tv
બેંગકોકમાં બિલ્ડિંગ ધરાશાયી
ભૂકંપના કારણે બેંગકોકમાં એક ગગનચુંબી ઈમારત તૂટી પડવાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર જે ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું, તે ભૂકંપમાં ધરાશાયી થઈ છે. ભૂકંપ બાદ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભૂકંપ બાદ ભય જોવા મળી રહ્યો છે.
સ્વીમિંગ પૂલમાંથી પાણી બહાર જવા લાગ્યુ
ભૂકંપના કારણે થાઈલેન્ડ અને મ્યાનમારના પૂલમાંથી પાણી વહેવા લાગ્યું , એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ભૂકંપ પછી ઈમારતોમાં એલાર્મ વાગતા લોકો ગભરાય ગયા હતા. લોકોને જાનહાનિ ટાળવા માટે રસ્તાઓ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.6 દિવ્સ બાદ થાઈલેન્ડમાં બિમ્સટેકનું આયોજન થવાનું છે. આ માટે BIMSTEC સભ્યો થાઈલેન્ડ જશે. 3 થી 6 એપ્રિલ દરમિયાન થનારા આ આયોજનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.
ભૂકંપ કેમ આવે છે ?
ભૂકંપ કેમ આવે છે. તેના વિશે વિસ્તારથી જાણીએ. પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.