AIIMSમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ, જો આ નિયમનું ઉલ્લંઘન કરશો તો ચુકવવો પડશે દંડ
આ નિયમ હોસ્પિટલમા આવતા દર્દીની સાથે AIIMSમા ફરજ બજાવતા કર્મચારીઓ માટે પણ બનાવવામા આવ્યો છે. જેમા દર્દીની સાથે આવનાર વ્યકિત પણ AIIMS પરિસરમા ધુમ્રપાન નહી કરી શકે છતા પણ જો કોઈ ધુમ્રપાન કરતા ઝડપાશે તો તેને દંડ ચુકવવો પડશે.
દિલ્હીમાં આવેલીAIIMSમાં સાયબર ક્રાઈમની ઘટના બન્યા પછી સતત નિયમોમા બદલાવ લાવવામા આવી રહ્યા છે. તેવામા જ વધુ એક નિયમ બનાવવામા આવ્યો છે, જેમા AIIMSના ડાયરેકટરે AIIMSના પરિસરમા ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આ નિયમ હોસ્પિટલમા આવતા દર્દીની સાથે AIIMSમા ફરજ બજાવતા કર્મચારીઓ માટે પણ બનાવવામા આવ્યો છે. જેમાં દર્દીની સાથે આવનાર વ્યકિત પણ AIIMS પરિસરમા ધુમ્રપાન નહી કરી શકે, છતા પણ જો કોઈ ધુમ્રપાન કરતા ઝડપાશે તો તેને 200 રુપિયા દંડ ચુકવવો પડશે.
AIIMSના કાયમી કર્મચારી આ નિયમનો ભંગ કરશે તો તેમના સામે શિસ્ત ભંગનો ગુના અંતરગત કાર્યવાહી કરવામા આવશે અને જે કર્મચારી કાયમી ધોરણે ફરજ બજાવતા નથી તેમની સેવાનો અંત પણ થઈ શકે છે. આ દંડની લેવાનુ કામ AIIMSના સુરક્ષા કર્મચારીઓને આપવામા આવે તેવી શક્યતા છે. આ નિયમનુ ચુસ્તતાથી પાલન થાય તે માટે AIIMSના અલગ-અલગ વિભાગના વડાને આ નિયમનુ સારી રીતે પાલન કરવામા આવે તેની જવાબદારી સોંપવામા આવી છે.
ઘણા લોકો AIIMSમાં ધુમ્રપાન કરે છે
દિલ્હીની AIIMSની ઓપીડીમા દિવસના 10,000 જેટલા દર્દી આવે છે અને AIIMSના દરેક વોર્ડમાં એક જ સમયે 1500 જેટલા દર્દીઓ આવે છે. જેમા કેટલાક લોકો ધુમ્રપાન કરતા હોય છે, જેથીAIIMSની પરિસરમા ગંદકી થાય છે. જેના કારણે AIIMSમા આવતા દર્દીઓને સમસ્યા ઉત્પન થાય છે અને હોસ્પિટલનુ વાતાવરણ બગડે છે. જેના કારણે આ નિયમ બનાવવામા આવ્યો છે.
પરિસરમાં ધૂમ્રપાન કરતા ઝડપાશો તો દંડ વસૂલાશે
આ કામ AIIMSના સુરક્ષા વિભાગના કર્મચારીઓને સોંપવામાં આવી શકે છે. જો કોઈ વ્યક્તિ પરિસરમાં ધૂમ્રપાન કરતા ઝડપાશે તો હોસ્પિટલના સુરક્ષા કર્મચારીઓ દંડ વસૂલશે. આ સંદર્ભે હોસ્પિટલના અનેક વિસ્તારોમાં ચેતવણી માટે અનેક સ્થળોએ બોર્ડ પણ લગાવવામાં આવશે. જેથી લોકોને માહિતી મળે કે હોસ્પિટલ પરિસરમાં ધૂમ્રપાન પર રોક લગાવવામા આવી છે.
જો કોઈ સુરક્ષાકર્મી આવું કરશે તો તેને પણ દંડ લાગશે. આ પહેલા વધુ એક આદેશ બહાર પાડ્યો હતો જેમાં ગાર્ડ સુરક્ષા સિવાય તે અન્ય કોઈ કામ નહીં કરે. જો કોઈ કર્મચારી ગાર્ડ પાસે ચા કે ખાવાનું માંગશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો ગાર્ડ આમ કરતો પકડાશે તો તેની સેવાનો અંત કરવામાં આવશે.