AIIMS Delhi Server Attack : ચીને હેક કર્યુ હતુ AIIMSનું સર્વર, અધિકારીએ કર્યો ખુલાસો

23 નવેમ્બરે AIIMSના સર્વર પર સાયબર એટેક થયો હતો. આ સાયબર હુમલો હોંગકોંગના બે મેઈલ આઈડી પરથી કરવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ કરી રહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) દ્વારા આ માહિતી મળી હતી.

AIIMS Delhi Server Attack : ચીને હેક કર્યુ હતુ AIIMSનું સર્વર, અધિકારીએ કર્યો ખુલાસો
Delhi AIIMSImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 4:30 PM

રાજધાની દિલ્હીમાં સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના સર્વર પર થયેલા સાયબર હુમલાને લઈને બુધવારે મોટો ખુલાસો થયો છે. કેન્દ્રીય પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે એફઆઈઆર મુજબ, એઈમ્સના સર્વર પર ચીનથી હુમલો કરવામાં આવ્યો હતો. હેકર્સે 100 માંથી પાંચ સર્વર હેક કરી લીધા હતા. જોકે, હવે આ પાંચ સર્વરમાંથી ડેટા રિકવર કરવામાં આવ્યો છે.

હોંગકોંગના બે ઈ-મેલ આઈડી દ્વારા સર્વર પર હુમલો

ઉલ્લેખનીય છે કે 23 નવેમ્બરે AIIMSના સર્વર પર સાયબર એટેક થયો હતો. આ સાયબર હુમલો હોંગકોંગના બે મેઈલ આઈડી પરથી કરવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ કરી રહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) દ્વારા આ માહિતી મળી હતી. હુમલામાં વપરાયેલ ઈમેલનું આઈપી એડ્રેસ હોંગકોંગમાં આવી રહ્યું છે. આ કારણે ચીનની ભૂમિકા શંકાસ્પદ છે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

દિલ્હી પોલીસે વિદેશ મંત્રાલયને જાણ કરી હતી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ હેઠળના મુખ્ય મેઈલ આઈડીમાંથી એકનું આઈપી એડ્રેસ 146.196.54.222 છે અને એડ્રેસ ગ્લોબલ નેટવર્ક, ફ્રેન્ચિટ લિમિટેડ રોડ ડી/3એફ બ્લોક-II, 62 યુઆન રોડ હોંગકોંગ-00852 છે. દિલ્હી પોલીસે આ મામલાની જાણ વિદેશ મંત્રાલયને કરી હતી.

ઓનલાઈન સેવાઓને અસર થઈ હતી

આ કિસ્સામાં, પોલીસે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે હેકર્સે સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે ખંડણી તરીકે 200 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની માંગણી કરી હતી. સાયબર હુમલાથી સંસ્થાની લગભગ તમામ ઓનલાઈન સેવાઓને અસર થઈ હતી, જેમાં એપોઈન્ટમેન્ટની સિસ્ટમથી લઈને બિલિંગ અને વિભાગો વચ્ચેના અહેવાલોની વહેંચણી સુધી અસર થઈ હતી.

આપને જણાવી દઈએ કે દર વર્ષે ઘણા દિગ્ગજ નેતાઓ, અધિકારીઓ અને ન્યાયાધીશો સહિત લગભગ 38 લાખ દર્દીઓ AIIMSમાં તેમની સારવાર કરાવે છે. આવી સ્થિતિમાં, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ દર્દીઓના ડેટાની ચોરી કરવા માટે AIIMSના સર્વરને નિશાન બનાવવામાં આવ્યું હતું.

સંસદમાં ઉઠ્યો મુદ્દો

આ મુદ્દો સંસદમાં બે દિવસ પહેલા ઉઠ્યો હતો જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે આ મામલાની તપાસ કરવા અને તેને ફરીથી ન થાય તે માટે નક્કર વ્યવસ્થા કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે હુમલો શા માટે કરવામાં આવ્યો તે સ્પષ્ટ નથી. આ હુમલો આપણા દેશમાં ખાસ કરીને સરકારી સંસ્થાઓ દ્વારા નબળા ડેટા સુરક્ષા પગલાં પણ દર્શાવે છે.

g clip-path="url(#clip0_868_265)">