Pregnancy Care Tips: પ્રેગ્નન્સીમાં આ ત્રણ રોગોનું જોખમ સૌથી વધુ, જાણો બચવાના ઉપાયો
Pregnancy care tips: પ્રેગ્નસી દરમિયાન મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સમય દરમિયાન કોઈપણ ચેપ ખતરનાક સ્વરૂપ લઈ શકે છે.

Pregnancy care tips : પ્રેગ્નસી દરમિયાન મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, એવું એટલા માટે કારણ કે, આ સમયે તેની ઈમ્યુનિટી(રોગ પ્રતિકારક શક્તિ)ની ક્ષમતા પણ ખુબ ઓછી થઈ જાય છે. જેમાં મહિલાઓને અનેક બિમારીઓનો ખતરો રહે છે. ડોક્ટર જણાવે છે કે, પ્રેગ્નસી દરમિયાન મહિલાઓ કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનનો ઝડપી શિકાર બની જાય છે. જેમાં ત્રણ બિમારી એવી છે જેમાં સંક્રમિત થવાની શક્યતા વધુ રહે છે.
દિલ્હીના વરિષ્ઠ ફિઝિશિયન ડો. અજય કુમારે જણાવે છે કે, પ્રેગ્નસીમાં મહિલાઓ તેના સ્વાસ્થનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન થયેલું કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારે બિમારીઓની જાણકારી અને તેના લક્ષણોની જાણ હોવી ખુબ જરુરી છે. એવી ત્રણ બિમારીઓ છે જેને લઈ સતર્ક રહેવાની જરુર છે ચાલો જાણીએ કે,પ્રેગ્નસી દરમિયાન કઈ બિમારીઓનો ખતરો વધુ રહે છે.
ડાયાબિટીસ
પ્રેગ્નસી દરમિયાન ડાયાબિટીઝ થવાનું રિસ્ક વધુ રહે છે. એટલા માટે આવું એટલા માટે થાય છે કારણ કે કેટલીક મહિલાઓમાં ઈન્સ્યુલિન યોગ્ય રીતે નથી બનતું, જેના કારણે શુગર લેવલ વધી જાય છે અને ડાયાબિટીસનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં મહિલાઓએ પ્રેગ્નસી દરમિયાન તેમના શુગર લેવલને ચેક કરતા રહેવું જોઈએ. જો તે વધતું જાય તો ડૉક્ટરનો સંપર્ક કરો.
લોહીની ઉણપ
પ્રેગ્નસી દરમિયાન જો તમે ખાનપાનનું ધ્યાન નહિ રાખો તો મહિલાઓમાં લોહીની ઉણપની થઈ શકે છે. આ સમસ્યાથી થનારા બાળકના સ્વાસ્થ પર ખુબ અસર પડે છે. ત્યારે મહિલાઓ માટે જરુરી છે તે પોતાની ડાયટનું ધ્યાન રાખે. ખાનપાનથી લઈ કોઈ પણ લાપરવાહી ન કરો. નિયમિત રુપે બ્લડ ટેસ્ટ કરાવતા રહો. જો શરીરમાં લોહીની ઉણપ આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરો.
થાઈરોડની બિમારી
થાઈરોડ મહિલાઓમાં થનારી એક કોમન બિમારી છે. પ્રેગ્નસી દરમિયાન આ રોગનું રિસ્ક ખુબ વધી જાય છે. કેટલીક બાબતોમાં મહિલાઓમાં થાઈરોડ વધી જાય છે. જેની અસર થનારા બાળક પર થઈશકે છે. જો થાઈરોડ કંટ્રોલમાં ન રહે તો ગર્ભપાત થઈ શકે છે. તેથી થાઈરોડની બિમારીઓને સસ્તામાં ન રહો.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)