શું તમે પ્રેગ્નસી દરમિયાન સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરી રહ્યા છો ? જાણો તેના ગેરફાયદા
Smartphone side effects:જો મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરે છે, તો તેનાથી તેની લાઈફ સ્ટાઈલ બગડવા લાગે છે. ઊંઘ અને જાગવાની પેટર્ન ખલેલ પહોંચાડી શકે છે.
સોશિયલ મીડિયાનો જમાનો છે અને હવે સ્માર્ટફોન લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કદાચ ખાવાનું જેટલું મહત્ત્વ છે, હવે ફોન પણ એટલું જ મહત્ત્વનો બની ગયો છે. બાળકો હોય કે વડીલો, તે દરેકના જીવનનો એક ભાગ બની ગયો છે. જેમાં ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન, ઘણી સ્ત્રીઓ કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. કદાચ તેઓ જાણતા નથી કે ફોનનો વધુ પડતો ઉપયોગ માતા અને ભાવિ બાળક બંને માટે નુકસાનકારક હોઈ શકે છે.
એક્સપર્ટનું કહેવું છે કે, જો પ્રેગ્નેટ મહિલાઓ પોતાની પ્રેગ્નેસી દરમિયાન લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જેનાથી તેના આવનાર બાળકને માનસિક સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે. જન્મ બાદ બાળકોના વ્યવ્હાર સાથે જોડાયેલી મુશ્કેલીઓ થઈ શકે છે. ડેનમાર્કમાં હાલમાં થયેલી એક સ્ટડીમાં 1 હજાર ગર્ભવતી મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવી છે.
આ મહિલાઓમાં જેમણે પ્રેગ્ન્સી દરમિયાન સ્માર્ટફોન સૌથી વધારે યુઝ કર્યો છે, તેના બાળકોના જન્મબાદ હાઈપરએક્ટિવિટી અને અન્ય બિમારીઓ જોવા મળી હતી.
આ પણ વાંચો : Monsoon Shayari: મૌસમ કી મચી ખલબલી, જઝબાતો મેં હૈ હલચલી….વાંચો વરસાદ પર એકદમ નવી શાયરી
સ્માર્ટફોનનો ઉપયોગ કેટલો ખતરનાક
દિલ્હીમાં રોગ વિશેષજ્ઞ ડો.ચંચલ શર્માએ જણાવ્યું કે,ગર્ભાવસ્થા દરમિયાન જો મહિલાઓ સ્માર્ટફોનનો વધારે યુઝ કરે છે તો તેની લાઈફસ્ટાઈલ ખરાબ થવા લાગે છે,સુવા અને ઉઠવાની પેટર્ન બગડી જાય છે. જેનાથી ઉંધની ગુણવતા ખરાબ થાય છે. ઘણા કિસ્સામાં મહિલાઓ પણ આનો શિકાર બને છે. લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાથી તે રેડિયેશનના સંપર્કમાં આવે છે. તેનાથી યાદશક્તિ પર પણ અસર પડી શકે છે. મહિલાઓને આવતી આ બધી સમસ્યાઓની સીધી અસર બાળકના સ્વાસ્થ્ય પર પડે છે.
ડો.ચંચલ જણાવે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનનો યુઝ કરનારની સંખ્યા વધી રહી છે. કારણ વગર મહિલાઓ કલાકો સુધી ફોન યુઝ કરે છે. જેની મોબાઈલની આ ટેવ ઓછી કરવાની જરુર છે.
આ વાતોનું ધ્યાન રાખો
ફોન યુઝ કરવાનો સમય નક્કી કરો
સોશિયલ મીડિયાથી દુર રહો અને પોતાની જાતને વ્યસ્ત રઆખવા માટે પુસ્તકો વાંચો
રાત્રે સુતા પહેલા 2 કલાક સુધી ફોનનો ઉપયોગ ન કરો
જો તમે એકલતા અનુભવો છો, તો પરિવારના સભ્ય સાથે વાત કરો
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો