પેટીકોટ કેન્સરના નામે ભારતીય સંસ્કૃતિ પર હુમલો ! રિપોર્ટસના નામે તૂત કે બીજૂ કાંઈ ?
રિપોર્ટ્સમાં ઉલ્લેખ કર્યા મુજબના કેન્સરના એકાદ બે કેસ સામે આવ્યા હશે, પરંતુ તેના માટે અન્ય પરિબળ પણ જવાબદાર હોઈ શકે છે. જો માત્ર સાડી કે પેટીકોટ પહેરવાથી જ કેન્સર થયું હોય તો અત્યાર સુધીમાં ભારતમાં અનેક સ્ત્રીઓ આવા કેન્સરનો ભોગ બની હોય. પરંતુ તેમ થઈ શક્યું નથી. હજુ પણ મોટા શહેરી વિસ્તારો સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં મહિલાઓ સાડી-ચણીયા-પેટીકોટ પહેરતી હોય છે.
ભારતીય સંસ્કૃતિમાં મહીલાઓ સાડી, ચણીયો, પેટીકોટ સહીતના વસ્ત્રો વર્ષોથી ધારણ કરતી આવી છે. આ સદીઓની પરંપરા હોવા છતા, સાડી-ચણીયો-પેટીકોટ પહેરનાર મહિલાને ક્યારેય કમરના ભાગે કેન્સર થયું હોવાનું કોઈએ સાંભળ્યું નથી. હવે કેટલાક લોકો સાડી-ચણીયો-પેટીકોટ પહેરનાર મહિલાને પેટીકોટ કેન્સર થતુ હોવાનો ભ્રમ ફેલાવીને ભારતીય સંસ્કૃતિ પર એક પ્રકારનો હુમલો કરી રહ્યાં છે.
BMJ કેસ રિપોર્ટ્સને ટાંકિને મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, ડોક્ટરોએ ચેતવણી આપી હતી કે સાડીના અંડરસ્કર્ટ અથવા પેટીકોટ કમરની આસપાસ લાંબા સમય સુધી ચુસ્ત રીતે બાંધવાથી ત્વચાની બિમારીઓ થઈ શકે છે. આ પ્રકારની બિમારીથી થતા કેન્સરને ‘પેટીકોટ કેન્સર’ અથવા ‘સાડીનું કેન્સર’ કહેવામાં આવે છે. BMJ કેસ રિપોર્ટ્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં, દાયકાઓથી સાડી પહેરતી સ્ત્રીઓનું નિદાન થયા પછી આ અજાણી બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જો કે આ રિપોર્ટમાં દર્શાવેલ કારણોસર મહિલાને પેટીકોટ કે સાડી કેન્સર થતુ હોય તો અત્યાર સુધીમાં લાખ્ખો કે કરોડો મહિલાને આ પ્રકારનું કેન્સર થાય. કારણ કે આપણા ઘરમાં અને તેમાય ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં તો હજુ પણ મહિલાઓ સાડી-ચણીયો-પેટીકોટ પહેરે છે. આવી મહિલાઓને કયારેય આ પ્રકારનું કેન્સર થયુ હોવાનું મોટાભાગના લોકોએ સાંભળ્યું નથી હોતુ.
BMJ કેસ રિપોર્ટ્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે, કમરની આસપાસ ચુસ્ત સાડી પહેરવાથી ત્વચાને લગતા રોગ થઈ શકે છે અને તેમાં કેન્સર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે. આવા કેન્સરને આ સંશોધનમાં ‘પેટીકોટ કેન્સર’ અથવા ‘સાડીનું કેન્સર’ કહેવાયુ છે. આ અહેવાલમાં એવા બે આશ્ચર્યજનક કેસોની વિગતો આપવામાં આવી છે. જેમાં વૃદ્ધ મહિલાએ દાયકાઓ સુધી દરરોજ સાડી પહેર્યા પછી આ સાડી-પેટીકોટ કેન્સર થયું હતું, આ રોગ અને તેના લક્ષણો તરફ મોટાભાગે કોઈનું ધ્યાન ગયું ના હોય તેવા જોખમ તરફ ઈશારો કરે છે.
BMJ કેસ રિપોર્ટ્સમાં માર્જોલિનના અલ્સર તરીકે ઓળખાતી સ્થિતિ કે, જેને બોલચાલની ભાષામાં “પેટીકોટ કેન્સર” તરીકે ઓળખવામાં આવે છે, તે સંભવતઃ જ્યારે સાડીના અંડરસ્કર્ટ અથવા પેટીકોટને કમરની આસપાસ ખૂબ જ ચુસ્ત રીતે બાંધવામાં આવે ત્યારે થતુ હોવાનું કહેવાયું છે.
આ BMJ કેસ રિપોર્ટ્સમાં આ પ્રકારના કેન્સરના એકાદ બે કેસ સામે આવ્યા હશે, પરંતુ તેના માટે અન્ય પરિબળ પણ જવાબદાર હોઈ શકે છે. જો માત્ર સાડી કે પેટીકોટ પહેરવાથી જ કેન્સર થયું હોય તો અત્યાર સુધીમાં ભારતમાં અનેક સ્ત્રીઓ આવા કેન્સરનો ભોગ બની હોય. પરંતુ તેમ થઈ શક્યું નથી. હજુ પણ મોટા શહેરી વિસ્તારો સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં મહિલાઓ સાડી-ચણીયા-પેટીકોટ પહેરતી હોય છે.
ભારતે આદી અનાદી કાળથી વૈદકીય અને આરોગ્યલક્ષી જીવન પધ્ધતિ અપનાવેલી છે. જેને આજે વિદેશમાં પણ લોકો સ્વીકારતા થયા છે. એક સમયે આપણે બાવળના દાંતણ અને મીઠાથી દંતમંજન કરતા હતા. એ સમયે કહેવાતુ હતું કે મીઠુ નુકસાન કારક છે. હવે મલ્ટીનેશનલ કંપનીઓ ટૂથપેસ્ટમાં મીઠાનું પ્રમાણ ઉમેરીને આપણને વેચી રહ્યાં છે.