Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમીમાં આ 7 વસ્તુ ખાઓ જેના લીધે નહીં થાય પાણીની ઉણપ, શરીરમાં રહેશે સ્ફૂર્તિ

ઉનાળાની ઋતુમાં ખાસ કરીને શરીરમાં ડિહાઈડ્રેશનનો ખતરો રહે છે અને શરીરમાં પુરતું પાણી ન હોવાથી ચક્કર આવવાની ઘટના પણ બનતી હોય છે.આ ઉનાળાની ગરમીમાં એવી વસ્તુઓ ખાવી જોઈએ કે જેના લીધે શરીરમાં સતત પાણીની માત્રા જળવાઈ રહે છે. જ્યારે આખો દિવસભર બહાર કામ કરવાનું હોય ત્યારે શરીરને ખાસ પાણીની જરુર પડે છે. 1. તરબૂચ તરબૂચમાં […]

ગરમીમાં આ 7 વસ્તુ ખાઓ જેના લીધે નહીં થાય પાણીની ઉણપ, શરીરમાં રહેશે સ્ફૂર્તિ
Follow Us:
| Updated on: May 22, 2019 | 12:32 PM

ઉનાળાની ઋતુમાં ખાસ કરીને શરીરમાં ડિહાઈડ્રેશનનો ખતરો રહે છે અને શરીરમાં પુરતું પાણી ન હોવાથી ચક્કર આવવાની ઘટના પણ બનતી હોય છે.આ ઉનાળાની ગરમીમાં એવી વસ્તુઓ ખાવી જોઈએ કે જેના લીધે શરીરમાં સતત પાણીની માત્રા જળવાઈ રહે છે. જ્યારે આખો દિવસભર બહાર કામ કરવાનું હોય ત્યારે શરીરને ખાસ પાણીની જરુર પડે છે.

1. તરબૂચ

તરબૂચમાં 70 ટકા જેટલું પાણી હોય છે. ખાલી પાણી જ નહીં પણ તરબૂચમાં વિટામીન સી, વિટામીન ઈ અને મેગ્નેશિયમ હોય છે. આ ઉપરાંત તરબૂચમાં કેલેરીની માત્રા ઓછી હોય છે જેના લીધે શરીરમાં વજન પણ વધતું નથી અને ઉર્જા મળી રહે છે.

ઘરમાં કબૂતરનું ઈંડા મૂકવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
શુભમન ગિલને મળશે 5 કરોડ રૂપિયા !
Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ
આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ
કિંગ ખાનના હાથે જાનકી બોડીવાલાને મળ્યો IIFA Awards
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ

2. કાકડી

કાકડી ખાવાથી પણ શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે. કાકડીમાં પાણીની માત્રાની સાથે વિટામીન કે, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. આમ કાકડી ખાવાની સાથે કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે તો લાંબા સમય સુધી તરસ પણ નથી લાગતી.

3. ટામેટાં

ટામેટાં ખાવાથી શરીરમાં પાણી જળવાઈ રહે છે અને કાકડી અને તરબૂચની જેમ તેમાં પણ કેલરી ઓછી હોય છે. ફાઈબરની માત્રા પણ હોવાથી દિલની બિમારીઓને ખતરો પણ ટામેટાં ખાવાથી ટળે છે.

4. દહીં

જો તમે 250 ગ્રામ દહીં ખાવ તો તેમાં 75 ટકા જેટલું પાણી હોય છે. આટલું જ નહીં તેમાં વિટામીનની સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મિનરલ્સ હોય છે.

આ પણ વાંચો:  લોકસભાની 78 સીટ નક્કી કરશે દેશની સત્તા, જાણો આ સીટો પર કઈ પાર્ટીઓ છે મજબૂત?

5. સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં પાણીની માત્રા 91 ટકા જેટલી હોય છે. આની સાથે તેમાં ફાઈબરની માત્રા પણ વધારે હોય છે. સ્ટ્રોબેરીમાં એન્ટી ઓક્સીડન્ટસ હોય છે જે બિમારીની સામે લડવામાં મદદ કરે છે. રોજ સ્ટ્રોબેરી ખાવાથી દિલની બિમારીઓ, ડાયાબિટીસ અને કેટલાંય પ્રકારના કેન્સર થવાનો ખતરો ટળી જાય છે.

6. સંતરા

સંતરામાં ઉનાળામાં ખાસ કરીને જે શરીરમાં જરુરી પોષકત્તત્વો હોય છે તેની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. ઉનાળામાં પરસેવો નિકળી છે તેની ભરપાઈ માટે પોટેશિયમ જરુરી છે તે સંતરામાં હોય છે. આમ ખાસ ઉનાળામાં સંતરાનું સેવન કરવું જોઈએ.

7. કેળાં

કેળાં ખાવાથી પણ શરીરમાં પોટેશિયમની ઉણપ પુરી થાય છે અને શરીરમાંં ઉર્જા રહે છે. પોટેશિયમ શરીરને હાઈડ્રેટ રાખે છે અને એસિડીટીથી પણ રાહત અપાવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">