ગુજરાતના સુલતાને ચડાઈ કરી, હુમાયૂં મદદે આવે એ પહેલા રાણી કર્ણાવતીએ કર્યુ જૌહર
લોકસભાની ચૂંટણી સાથે જ જૌહર શબ્દ ચારેય બાજુ ખૂબ જ સંભળાવવા લાગ્યો છે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ જૌહર કરવાનુ કહેતા જ આ શબ્દની ચર્ચા પણ ખૂબ જ શરુ થઇ છે. જૌહર કેમ કરવામાં આવતુ અને તેના ઇતિહાસને લઈને પણ જાણવાને લઈને પણ સવાલો થઇ રહ્યા છે. ગુજરાતના સુલ્તાને ચિત્તોડગઢ પર હુમલો કરવાને લઈ ઇતિહાસના પાને સૌથી મોટા જૌહર પૈકી એક નોંધાયેલ છે.
જૌહર, આ શબ્દ હાલમાં ખૂબ જ સાંભળવા મળી રહ્યો છે. જૌહર શબ્દ ખૂબ જ સાંભળવા મળવાને લઈ વર્તમાન પેઢીના લોકોને તેના વિશે જાણવા અને તેના ઇતિહાસને લઇ જાણકારી મેળવવા માટે સવાલ થતા હોય છે. જૌહરની વાત આવે એટલે આ માટે ચિત્તોડગઢ નજર સામે જરુર તરી આવે. ઇતિહાસમાં વર્તમાન પેઢીમાં જેને રસ છે, તેઓને ચિત્તોડના જૌહરની કહાની નજર સામે આવી જતી હોય છે.
આવી જ રીતે એક કહાની ગુજરાત સાથે જોડાયેલી છે. ગુજરાતનો સુલ્તાન ચિત્તોડગઢ પર આક્રમણ કરવા પહોંચ્યો હતો.જેને લઈ ચિત્તોડમાં સેંકડો વિરાંગનાઓએ જૌહર કર્યુ હતુ. ઇતિહાસના પાને લખાયેલી આ કહાની ચિત્તોડનો બીજો અને મોટો જૌહર હોવાનું મનાય છે. વીરાંગનાઓએ પ્રાણોની આહૂતી આપવાના આ ઇતિહાસને તથા તેમના વીર કથાઓને જાણવા માટે ચિત્તોડના પ્રવાસે જનારા સવાલો કરતા હોય છે.
ચિત્તોડગઢના સાકા અને જૌહર
ઇતિહાસમાં ચિત્તોડના ત્રણ જૌહર પર નજર કરીએ. જેમાં સૌથી મોટો અને પ્રથમ જૌહર વર્ષ 1303 માં થયો હતો. દિલ્હીના સુલ્તાન અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ પર આક્રમણ કર્યુ હતુ. અલાઉદ્દીન ખિલજી સામ્રાજ્યવાદી હતો અને તેને લઈ અનેક કહાનીઓ ઇતિહાસના પાને લખાયેલી છે. મહારાણી પદ્માવતીએ પોતાની મર્યાદા અને કુળની રક્ષા માટે જૌહર કર્યુ હતુ. રાણી અને દાસીઓ સહિત 16000 એ જૌહર કર્યુ હતુ.
વર્ષ 1534માં રાણી કર્ણાવતીએ જૌહર કર્યુ હતુ. આ જૌહર તેઓએ ગુજરાતના સુલ્તાન બહાદુર શાહે આક્રમણ કરવાને લઈ કર્યુ હતુ. ચિત્તોડના રાજમાતા અને રાણા સાંગાના મહારાણી કર્ણાવતીએ સેંકડો વિરાંગનાઓ સાથે મળીને પોતાના પ્રાણની આહૂતી આપતા જૌહર કર્યુ હતુ.
વર્ષ 1567 માં ચિત્તોડગઢ પર મુગલ બાદશાહ અકબરે આક્રમણ કર્યુ હતુ. આ આક્રમણ કરવા પાછળનો હેતુ એમ મનાય છે કે, ઉદયસિંહ દ્રિતીયે માલવાના શાસક રાજબહાદુરને શરણ આપ્યું હતુ. જેમાં ફત્તા સિસોદીયાના પત્ની ફૂલકૂંવર અને મહાબલી જયમલ મેડતિયાની પત્નિ સહિત 700 એ જૌહર કર્યુ હતું.
રાણી કર્ણાવતીએ કર્યુ જૌહર
ગુજરાતનો સુલ્તાન બહાદુર શાહ આક્રમણ કરતા ચિત્તોડગઢ પહોંચવા પર હતો. આ ચઢાઇને લઈ રાજ માતા રાણી કર્ણાવતીએ ધર્મના ભાઈ માનેલા મુગલ બાદશાહ હુમાયૂંને મદદ માટે કહેવડાવ્યું હતું. પરંતુ મદદ આવી પહોંચે એ પહેલા જ ગુજરાતના સુલતાન ચિત્તોડગઢ પર વિશાળ સૈન્ય સાથે હુમલો કરી દીધો હતો. વિશાળ સૈન્ય વડે ચઢાઈ કરી આવેલ બહાદુર શાહ કિલ્લામાં પ્રવેશ કરે એ પહેલા જ રાજ માતા રાણી કર્ણાવતીએ જૌહર કર્યુ હતું.
રાણા સાંગાના પત્ની અને વીરાંગના કર્ણાવતીએ બહાદુર શાહની વિશાળ સેનાને રોકવા માટે બરાબર મુકાબલો આપ્યો હતો. રાજ માતાએ સ્વંય સેનાનું નેતૃત્વ કર્યુ હતું. રાજપૂત સેનાએ શત્રુ સેનાનો જબદસ્ત મુકાબલો કર્યો હતો. આ માટે તેઓને રાજ માતાએ માતૃભૂમિની રક્ષા માટે મરવા મિટવાનો સંકલ્પ કર્યો હતો. રાજ માતાએ સૈન્યને પ્રેરણા અને ઉત્સાહિત કર્યા હતા. પરંતુ વિશાળ સેનાને જ્યારે રોકી રાખવી સંભવ નહીં લાગતા સૈન્યને કહ્યુ કે, શત્રુઓ અમારા જીવતા રહેતા કિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે. રાણી કર્ણાવતીએ 8 માર્ચ 1534 એ પોતાની સાથે હજારો વિરાંગનાઓ સાથે જૌહર કર્યુ હતું.
હુમાયુની માંગી હતી મદદ
બહાદુર શાહની ચઢાઈ અને તેની વિશાળ સેનાની જાણકારી મળવાને લઈ રાજ માતા રાણી કર્ણાવતીએ મુગલ બાદશાહ હુમાયૂંને રાખડી મોકલી હતી. રાણી કર્ણાવતીએ મુગલ બાદશાહને તેમના ધર્મના ભાઇ માન્યા હતા. આમ ધર્મભાઇને સંકટ સમયે મદદે આવવા માટે કહેણ મોકલાવ્યુ હતુ. આ માટે ચિત્તોડના શેઠના હાથો હાથ રાખડી અને મદદ માટે પત્ર મોકલાવ્યો હોવાનું કહેવાય છે.
બહેનનો સંદેશો મળતા જ હુમાયૂં ભાઈ ધર્મ નિભાવવા મદદ માટે તુરંત ચિત્તોડગઢ તરફ પ્રયાણ કરી ચૂક્યો હતો. જોકે ચિત્તોડગઢ પહોંચે એ પહેલા જ ચિત્તોડના રાજ માતા રાણી કર્ણાવતીએ હજારો વિરાંગનાઓ સાથે મળીને જૌહર કરી લીધુ હતુ. રાજ માતાએ જૌહર પહેલા જ પોતાના બંને પુત્રો વિક્રમાદિત્યસિંહ અને ઉદયસિંહને બુંદી મોકલી આપ્યા હતા.
રાણી કર્ણાવતીએ હુમાયૂંને ભાઈ માન્યો
ઇતિહાસકારોના મતે ચિત્તોડના મહારાણી કર્ણાવતીએ મુગલ સમ્રાટ હુમાયૂંને ધર્મના ભાઇ માન્યા હતા. રાજમાતા કર્ણાવતીએ રાખડી મોકલી હતી અને તેમના રાજ્યની રક્ષા કરવા માટે રાજમાતાએ બહેન તરીકે ભાઈને કહ્યુ હતુ. હુમાયૂંએ ફણ રાખડીની લાજ રાખતા તેમના રાજ્યનીરક્ષા કરી હતી.
મુગલ સમ્રાટ હુમાયૂં એ સમયે એ સમયે પોતાના રાજ્યને વિસ્તારવા માટે લાગેલ હતો. બીજી તરફ ગુજરાતના સુલ્તાન બહાદુર શાહની નજર પણ મેવાડ તરફ હતી. આવી સ્થિતિ વચ્ચે ચિત્તોડગઢના રાજમાતાએ હુમાયૂંની સામે એક પ્રસ્તાવ રાખ્યો હતો. જેમાં પરસ્પર સંધિઓ કરીને સમાન શત્રુ ગુજરાતના સુલ્તાન બહાદુર શાહનો સામનો કરવામા આવે એવો પ્રસ્તાવ હતો. જેને મુગલ સમ્રાટે સ્વિકાર કરી લીધો હતો.
હુમાયૂંએ નિભાવ્યું વચન
ગુજરાતના સુલતાને મેવાડને જીતી લીધા બાદ હુમાયૂંએ તેની સામે આક્રમણ કર્યુ હતુ. હુમાયૂએ મેવાડને ફરથી રાણા સાંગાના વંશજોને સોંપ્યુ હતું. બહાદુર શાહે મેવાડ જીતીને લૂંટફાટ કરી હતી. જે બાદ જ્યારે હુમાયૂંએ બહાદુર શાહ સામે લડાઇ લડી હતી અને જેમાં મેવાડ રાજ્યનો કબજો લઈને તેને રાણા સાંગાના વંશજોને સોપ્યું. ધર્મની બહેન રાજમાતા કર્ણાવતીએ જૌહર કર્યા બાદ તેમના પત્રોને રાજ્ય સોંપવામાં આવ્યુ હતુ.
બાબર સામે જંગે ચડ્યા રાણા સાંગા
વર્ષ 1526માં બાબર દ્વારા દિલ્હીની સત્તા મેળવવામાં આવી હતી. જેની ચિત્તોડ એટલે મેવાડના રાણા સંગ્રામસિંહ એટલે કે સાંગા રાણાએ જંગ છેડ્યો હતો. બાબર સામે રાજપૂત રાજાઓને એકજૂટ કરીને બાબર સામે લડાઈ લડવાની શરુ કરી હતી. બાબરને બયાના યુદ્ધમાં પાછળ કરી દીધો હતો.
જોકે ખાનુઓની લડાઈમાં સફળતા મળી શકી નહોતી. ખાનુઆ લડાઈમાં રાજપૂત રાજાઓ બાબરના તોપખાનાઓ સામે હારી ગયા હતા. પોતાના પિતા સામે જંગ કરવા છતાં પણ રાણા સાંગાના મહારાણીની રાખડી મળવા પર હુમાયૂં મેવાડની રક્ષાએ પહોંચ્યો હતો.
મહારાણા પ્રતાપના દાદી હતા કર્ણાવતી
મેવાડના મહારાણી કર્ણાવતી મહારાણા પ્રતાપના દાદી હતા. બુંદીના રાજકુમારી કર્ણાવતીના મેવાડના રાણા સાંગા સાથે વિવાહ કરી મહારાણી બન્યા હતા. રાણા સાંગાના બાદ બે પુત્રો રાણા વિક્રમાદિત્યસિંહ અને રાણા ઉદય સિંહે સત્તા સંભાળી હતી. આ દરમિયાન રાજમાતા કર્ણાવતીએ રાજ્યના સંચાલન માટે પોતાના પુત્રોના સંરક્ષિકા તરીકે જવાબદારી નિભાવી હતી.
રાણી કર્ણાવતી મહારાણા પ્રતાપના દાદી હતા. મહારાણા પ્રતાપ રાણા સાંગા અને રાણી કર્ણાવતીના પુત્ર ઉદય સિંહના પુત્ર હતા. એટલે કે રાણી કર્ણાવતીના પૌત્ર હતા મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપનો સૌથી મોટો શત્રુ અકબર હતો. અકબર પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે લડતો હતો, અને મહારાણા પ્રતાપ માતૃભૂમિની સ્વાધીનતા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. અકબર મહારાણા પ્રતાપના ગુણોનો પ્રશંસક હતો.
કોણ હતા સુલતાન બહાદુર શાહ?
સુલતાન મુઝફ્ફરશાહનો પુત્ર અને મહમૂદ બેગડાનો પૌત્ર છે સુલતાન બહાદુર શાહ. જેણે મેવાડ પર ચડાઈ કરતા જે દરમિયાન રાણી કર્ણાવતીએ જૌહર કર્યુ હતું. વર્ષ 1526ની 11 જુલાઈએ એ તેણે ગુજરાતની ગાદી સંભાળી હતી. એ પછી તેણે ગુજરાતની રાજધાની ચાંપાનેરનો કબજો લઈ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પોતાની સત્તાને સ્થિત કરી હતી. પાડોશી રાજ્યો પર પણ તેણે નજર રાખી અને જેને હાંસલ કરવા પ્રયાસ કર્યો હતો.
હુમાયૂંના આક્રમણને લઈ તે પરાજિત થયો હતો અને દીવ તરફ ભાગી છૂટ્યો હતો. જ્યાં તેણે ફિરંગીઓ સાથે દીવ બંદરને સોંપીને લશ્કરી મદદ મેળવવા માટે સંધિ કરી હતી. શેરખાન શૂળના બળવાને લઈ હુમાયૂએ આગ્રા પરત ફરવું પડ્યુ અને બહાદુરશાહના હાથમાં ફરીથી ગુજરાતની સત્તા આવી હતી. શેત્રુંજ્ય પર્વત પરના જૈન દેરાસરોના જીર્ણોદ્ગાર માટે તેણે સહાય કરી હતી. બહાદુરશાહના અવસાન બાદ ગુજરાતની સલ્તનતનું પતન થયું અને બાદમાં ગુજરાતને અકબરે જીતી લઈને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધુ હતું.