Tapi : જિલ્લો છેવાડાનો પણ શોખ અવ્વલ ! વ્યારાના યુવાન પાસે વિન્ટેજ સાઇકલથી લઈને લેટેસ્ટ સાઇકલ સુધીનું કલેક્શન
છેલ્લા કેટલાક વર્ષોમાં સાયકલ ચલાવવાનું ચલણ દેશ દુનિયામાં વધ્યું છે. લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગ્રત બન્યા છે. દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓને સાયકલ ચલાવવાનો શોખ તો છે, પરંતુ અવનવી સાયકલોને સંગ્રહ કરવાનો શોખ પણ છે. આવો એક યુવક તાપી જિલ્લાના વ્યારા શહેરના સંજીત ભાવસારને છે.
Tapi : કોરોનાના આકરા દિવસો અને તે બાદના સમયથી લોકો પોતાની હેલ્થને લઈને જાગૃત બન્યા છે. તો બીજી તરફ પેટ્રોલ ના વધતાં ભાવોને લઈને લોકો સસ્તી સવારી સાયકલ તરફ વડી રહ્યા છે. ઘણા એવા પણ લોકો છે જેને સાયકલ ચલાવવાનો શોખ તો છે જ પરંતુ અવનવી સાયકલોનો સંગ્રહ કરવાનો પણ અનોખો શોખ છે. આવા જ એક યુવાન તાપી જિલ્લાના વ્યારા શહેરના સંજીતભાઈ ભાવસાર છે. જેમની પાસે વિન્ટેજ સાઇકલથી લઈને મોંઘામાં મોંઘી સાયકલનું કલેક્શન હાલમાં ઉપલબ્ધ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સાયકલ ચલાવવાનું ચલણ દેશ દુનિયામાં વધ્યું છે. લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગ્રત બન્યા છે. દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓને સાયકલ ચલાવવાનો શોખ તો છે, પરંતુ અવનવી સાયકલોને સંગ્રહ કરવાનો શોખ પણ છે. આવો એક યુવક તાપી જિલ્લાના વ્યારા શહેરના સંજીત ભાવસારને છે.
તેમનો આ શોખ નાનપણ નો નથી. પરંતુ 2014-15 ના વર્ષ થી વજન ઘટાડા કરવાને લઈને જન્મ્યો છે. ઓપરેશન કરાવ્યા બાદ વજન ઘટાડવા માટે સાઇકલ સવારીને પસંદ કરી છે. તેમનું માનવું છે કે સ્વસ્થયની જાળવણી સાથે સાથે પર્યાવરણ ના જતન અંગે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. જે અંગેનો પ્રેમ તેમને સાઇકલ પ્રત્યે આકર્ષિત કર્યો હતો એટલે જ દુનિયાની વિન્ટેજ સાઇકલ થી લઈને લેટેસ્ટ સાઇકલ ચાલવાનું ગમ્યું અને તેનું કલેક્શન તેમના ઘરમાં કર્યું છે. તેમની પાસે 7 એન્ટિક સાઇકલ હાલ ઉપલબ્ધ છે. જેમાંથી કેટલીક એવી છે જે સમગ્ર ઇન્ડિયામાં 5થી વધુ લોકો પાસે નથી. આ અંગે સંજીતભાઈએ કહ્યું કે અગાઉ મારી પાસે 13 સાઇકલ હતી.
અત્યાર સુધી 35 કિમી સાઈકલ ચલાવી
જેમાંથી થોડી તેમણે વેચી નાંખી છે. તેમણે અત્યાર સુધીમાં 35 હજાર કિમીથી પણ વધુ સાઇકલિંગ કરી છે. અને આજે પણ તેઓ પ્રતિદિન 35 કિમી સાયકલ ચલાવે છે. સંજીત પાસે ઇટલીમાં બનેલી બોટેચિયા ડોલ્સ વિટા ભારતમાં એકમાત્ર સાઇકલ છે. જે તેમની પાસે છે, આવી ઘણી મૂલ્યવાન સાઈકલનો સંગ્રહ તેમની પાસે પડ્યો છે, તેમના આ અનોખા શોખમાં તેમની પત્ની અને પરિવાર તેમને હરહંમેશ મદદરૂપ થયા હોવાનું તેઓ જણાવી રહ્યા છે..
કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થયો છે, તેના માટે કાર્ડિયો એક્સરસાઇઝ સૌથી વધુ જરૂરી છે. પરંતુ નિષ્ણાંતોના મત મજુબ ખરેખર સાયકલિંગ સારામાં સારુ કાર્ડિયો વર્ક આઉટ છે. જો રોજ 20 મીનીટ સાયકલ ચલવાવમાં આવે તો તેનાથી અનેક શારીરિક સમસ્યાઓ દૂર કરી શકાય છે. વિશ્વના વિકસીત દેશો પણ સાયકલિંગની અવેરનેશ માટે ખુબ જ પ્રોત્સાહન આપે છે. હાલની કોરોના કાળના સંજોગોમાં મોટા ભાગનો વર્ગ ઘરમાં બેસી રહેતો હોય છે. ત્યારે વહેલી સવારના ઠંડા સમયની સાયકલ સવારી આખા દિવસની તાજગીનો સંચાર કરી દે છે.
તાપી જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
( વીથ ઈનપુટ : નીરવ કંસારા,તાપી )