Surat : સુરતમાં પણ વરસાદથી હાલાકી, કુંભારીયા ગામ બેટમાં ફેરવાયું, તંત્રની કામગીરી સામે સવાલ
ઉકાઈ (Ukai )ડેમની વાત કરીએ તો બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 335.35 ફૂટ નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 1,77,145 ક્યુસેક જયારે પાણીની જાવક 1,45,460 ક્યુસેક નોંધાઈ છે.

સુરતના(Surat ) પુણા કુંભારીયાગામમાં અને લીંબાયતની (Limbayat )મીઠી ખાડી નજીક આવેલા મકાનોમાં પાણી (Water )ફરી વળ્યાં છે. ત્યારે કુંભારીયા ગામ તો આખું બેટમાં ફેરવાઈ ગયું છે.જેને પગલે સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરતના ઉપરવાસમાં ભારે વરસાદની અસર સુરતમાં જોવા મળી રહી છે. એક તરફ સુરતમાં પણ મેઘરાજાની મહેરબાન થયા છે ત્યારે ઉકાઈડેમમાંથી પણ સતત પાણી છોડવામાં આવતા સુરતની ખાડીઓમાં પાણીની સપાટીમાં વધારો થયો છે.
ત્યારે સુરતના લીંબાયત વિસ્તારની મીઠી ખાડીમાં પણ પાણીની સપાટી વધતા મીઠી ખાડી ની બાજુમાં આવેલ મકાનોમાં વરસાદી અને ખાડીઓના પાણી ફરી વળ્યાં છે. જેને પગલે લોકોને હાલાકી નો સામનો કરવાની નોબત પડી છે. એટલું નહિ પણ પુણા વિસ્તારમાં આવેલ કુંભારીયા ગામમાં પણ વરસાદી અને ખાડીઓનું પુર આવતા ગામ બેટમાં ફેરવાયું છે. અને ગામ સંપર્ક વિહોણું થતા ગામજનો હાલાકીનો સમાનો કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ખાડીનું પુર ગામડા ઓમાં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે સ્થાનિક લોકોએ પણ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે.
ઉકાઈ ડેમની વાત કરીએ તો બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 335.35 ફૂટ નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 1,77,145 ક્યુસેક જયારે પાણીની જાવક 1,45,460 ક્યુસેક નોંધાઈ છે. સુરતના રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતો કોઝવે પણ છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી બંધ છે. કોઝવેની હાલની સપાટી 8.83 મીટર નોંધાઈ છે. ઉકાઇમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી પણ બંને કાંઠે વહી રહી છે. જેને લઈને હાલ સુરત મહાનગરપાલીકાનું તંત્ર સમગ્ર પરિસ્થિતિનું બારીકાઈથી મોનીટરીંગ કરી રહ્યું છે.
- ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા ખાડીઓમાં પાણી સપાટી વધી
- ખાડીઓમાં પાણીની સપાટી વધતા પુણાના કુંભારીયા ગામમાં ભરાયા પાણી
- લીંબાયતના મીઠીખાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા
- વરસાદી અને ખાડીના પાણી ભરાતા ગામ લોકોને હાલાકી
- કોઈ નિરાકરણ લાવવામાં તંત્ર એકદમ નિષ્ફ્ળ રહ્યું