સુરતનો ભવ્ય ઐતિહાસિક વારસો કિલ્લામાં જીવંત થશે, બીજા ફેઝનું કામ પણ પૂર્ણતાના આરે
સુરતના આ ભાતીગળ ઈતિહાસથી સુરતવાસીઓને માહિતગાર કરી શકાય તે માટે સુરત મહાનગર પાલિકાએ ચોક બજાર ખાતેના ઐતિહાસિક કિલ્લાનું રિસ્ટોરેશન કર્યું છે.
સુરત એક ઐતિહાસિક (Historical) શહેર છે. હાલમાં મુંબઈ જે રીતે દેશની આર્થિક રાજધાની છે. તેવી જ રીતે સુરત શહેર મોગલોના (Mughal) સમયમાં ભારતની આર્થિક રાજધાની હતું. સુરત શહેરનો ઈતિહાસ સદીઓ જુનો છે. સુરતની ઓળખ વૈશ્વિક સ્તરે પણ છે. સદીઓ પહેલા સુરતની મુલાકાત લેનારા અનેકે શહેર વિશે લખ્યું છે.
સુરતના આ ભાતીગળ ઈતિહાસથી સુરતવાસીઓને માહિતગાર કરી શકાય તે માટે સુરત મહાનગર પાલિકાએ ચોક બજાર ખાતેના ઐતિહાસિક કિલ્લાનું રિસ્ટોરેશન કર્યું છે. જેમાં રિસ્ટોરેશનની કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે હવે ડિસેમ્બર કે જાન્યુઆરી મહિના સુધીમાં કિલ્લાનો બીજા ફેઝ સાથેનો નવો લુક પણ શહેરીજનો માટે ખુલ્લો મૂકી દેવાશે.
શહેરના આ ઐતિહાસિક કિલ્લામાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અંદાજિત 10થી 12 કરોડનો ખર્ચ કરાયાનો અંદાજ છે. આ શોને કારણે આગામી દિવસોમાં કિલ્લા પ્રત્યે પણ લોકો આકર્ષિત થશે. તાપી નદી અને સુરત શહેરના ભૂત, ભવિષ્ય અને વર્તમાનને આ શોમાં જીવંત કરાશે. સુરત શહેરના ભવ્ય ઈતિહાસની તમામ જાણકારી આ શોના માધ્યમથી આપવામાં આવશે.
જેમાં અકબર સુરત શહેરમાં આવ્યા હતા, શિવાજી શહેરમાં આવ્યા હતા, તે તમામ ઈતિહાસ અને ત્યાંથી લઈને કવિ નર્મદ વિશેની જાણકારી પણ લાઈટ એન્ડ સાઉન્ડ લેસર શોના માધ્યમથી આપવામાં આવશે. તમામ કેરેક્ટરને નેરેટ કરે એ પ્રકારે સાઉન્ડ સિસ્ટમ ગોઠવી હિસ્ટોરિકલ નેરેશન કરવામાં આવશે. ટૂંકમાં સુરત અને તાપી નદીના ભવ્ય ઈતિહાસ, વર્તમાન અને ભવિષ્યના આયોજનોને સમાવી લેવામાં આવશે.
બીજી શું ખાસિયત હશે કિલ્લામાં?
ઐતિહાસિક ગેલેરીઓ, ડચ લાઈફસ્ટાઈલ રૂમ, કોર્ટ રૂમ, હસ્તપ્રતો અને લઘુચિત્રો આધારિત ગેલેરીઓ, તામ્રપત્રો, તેલ ચિત્રો, પિછવાઈ અને શિલાલેખો સુરતના મહત્વપૂર્ણ સ્થળો અને દર્શાવતી પેનલ, બ્રિટિશ lifestyle ગેલેરી. બ્રિટિશ પોર્સલીન, જાપાની પોર્સલીન, ચાઈનીઝ પોર્સલીન અને reproduction પથ્થરની મૂર્તિઓ, ગુજરાતી લોક કલા આધારિત ગેલેરી, કાચની કલાકૃતિઓ, જરી અને ટેકસટાઈલ, બીડ વર્ક ગેલેરીઓ, હાથીદાંતની કલાકૃતિઓ.
સુરતનો નકશો, લાકડામાંથી બનેલ કલાકૃતિઓ, ફિલાટેલી, યુનાની ડિસ્પેન્સરીમાંથી બનાવેલ કલાકૃતિઓ વગેરે કિલ્લામાં સમાવવામાં આવી છે.કિલ્લાના રેસ્ટોરેશનમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યા નથી અને અસલ જૂના કિલ્લા જેવો લુક આપવા માટે ખાસ મહેનત કરવામાં આવી છે. જેમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને મહારાષ્ટ્રના ખાસ લેસરનો ઉપયોગ કરાયો છે, તેમજ કિલ્લાના દાદર પણ પહેલાંના જેવા જ અસલ બનાવાયા છે.
આ પણ વાંચો : Surat: મેયર સાંભળો છો? વેસુના લાભાર્થીઓ હજી સપનાના ઘર માટે સપના જ જોઈ રહ્યા છે
આ પણ વાંચો : Surat : વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો હોબાળો અટકાવવા યુનિવર્સીટી ખરીદશે ગ્રિવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ