દમણ-દિવ અને લક્ષદ્વીપના પ્રશાસકે પ્રાથમિક શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓના વિકાસ માટે અનોખો મંત્ર આપ્યો, સ્કૂલમાં નવી પ્રથા શરુ થશે

પ્રફુલ પટેલે હિંમતનગરના અંતરિયાળ જેવા ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકોને માટે શિક્ષકોને મહત્વનો મંત્ર આપ્યો હતો. તેઓએ શાળામાં શિક્ષકોએ અને ગામના સરપંચ અને અન્ય જનપ્રતિનિધિઓને માટે નવી પ્રથાની શરુઆત કરવા સૂચન કર્યુ હતુ.

દમણ-દિવ અને લક્ષદ્વીપના પ્રશાસકે પ્રાથમિક શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓના વિકાસ માટે અનોખો મંત્ર આપ્યો, સ્કૂલમાં નવી પ્રથા શરુ થશે
Praful Patel એ બાળકોની સુવિધાઓનુ નિરીક્ષણ કર્યુ
Follow Us:
| Updated on: Jan 07, 2023 | 8:30 AM

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ અને ભૌતિક સુવિધાઓનો વિકાસ સરાહનીય રીતે કરવામાં આવી રહ્યો છે. સાબરકાંંઠા ના હિંમતનગર તાલુકાના વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહન આપવા માટે દીવ દમણ અને દાદરા નગર તેમજ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ એક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. ગામના આગેવાનો અને વાલીઓના નિમંત્રણ પર તેઓએ હિંમતનગરના વગડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અંતરિયાળ જેવા ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકોને માટે શિક્ષકોને મહત્વનો મંત્ર આપ્યો હતો. તેઓએ શાળામાં શિક્ષકોએ અને ગામના સરપંચ અને અન્ય જનપ્રતિનિધિઓને માટે નવી પ્રથાની શરુઆત કરવા સૂચન કર્યુ હતુ.

આ સૂચન બાળકોના સ્વાસ્થ્ય અને શૈક્ષણિક હિત માટે કર્યુ હતુ. પ્રફુલ પટેલે મંત્ર આપતા કહ્યુ હતુ કે, શાળામાં જેટલા શિક્ષકો ફરજ બજાવે છે તે પોતાનો, પોતાના પુત્ર પુત્રી અને માતા-પિતાના જન્મદિવસ નિમિત્તે બાળકોને ખાસ આહાર આપે. ચોકલેટના બદલે શાળાના વિદ્યાર્થીઓને કેળા, ખજૂર, નારંગી અને સફરજન જેવા ફળો અથવા ફણગાવેલા મગ અને ચણા જેવા કઠોળ આપવામાં આવે. જેથી અંતરિયાળ વિસ્તારના બાળકોમાં શારીરીક રીતે સ્વાસ્થ્યને લાભ થાય. તેમના મંત્રને શિક્ષકો અને આગેવાનોએ ખુશીથી વધાવી લીધો હતો.

કઈ સ્વાસ્થ્ય સમસ્યા વાળા લોકોએ ન ખાવું જોઈએ જામફળ ?
જાણો કોણ છે ભારતનો સૌથી મોંઘો સિંગર, જુઓ ફોટો
ભારતનો 1 રુપિયો આ દેશમાં થઈ જાય છે રુ 300ની બરાબર ! જાણો કઈ છે જગ્યા
વીર પહાડિયાએ અમદાવાદના કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લીધી, જુઓ ફોટો
Panipuri Benefits :જો તમને છે આ બિમારી તો, ચમત્કારીક ઈલાજ માટે ખાઓ પાણીપુરી
Shilajit Benefits: પુરુષો માટે બેસ્ટ છે શિલાજીત ! આ 6 સમસ્યાઓ કરી દેશે દૂર

પ્રફુલ પટેલે આપ્યો મંત્ર

દમણ દિવ, દાદરાનગર અને સેલવાસ તેમજ લક્ષદ્વીપમાં વિદ્યાર્થીઓને માટે શાળામાં સુંદર વ્યવસ્થાઓનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઈ હિંમતનગરના લોકો પણ તેમના વિચારોને અહીં અપનાવવા માટે તેમને રજૂઆતો સામાન્ય રીતે કરતા હોય છે. આવી જ રીતે હિંમતનગરના વગડી ગામની મુલાકાત લેવા માટે આગેવાનો અને શાળાના વાલીઓએ પ્રશાસક પ્રફુલ પટેલને નિમંત્રણ આપ્યુ હતુ. જેને પગલે તેઓએ શાળાની અને ગામની મુલાકાત લીધી હતી. તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલા અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયા મુલાકાતમાં જોડાયા હતા.

આ દરમિયાન શાળાની મુલાકાત લઈ તેઓએ શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને લઈ કેટલાક સુચનો શાળાના શિક્ષકોને કર્યા હતા. શાળામાં ફરજ બજાવતા આચાર્ય અને શિક્ષકો મળીને તેમના સ્ટાફની 9 જણાંની સંખ્યા છે. તેમને પોતાના જન્મ દિવસે બાળકોને ચોકલેટ આપવાને બદલે પૌષ્ટીક આહાર આપવા માટે સૂચન કર્યુ હતુ. બાળકોને ફણગાવેલા મગ કે ચણાં ઘરેથી લાવીને પોતાના વર્ગ કે શાળાના બાળકોને આપવા માટે કહ્યુ હતુ. પરિવારમાં પુત્ર-પુત્રી કે પતિ તેમજ માતા-પિતાના જન્મદિવસ નિમિત્તે આ જ પ્રકારે આવી ખાદ્ય ચિજો લાવી બાળકોને ખવરાવવા સૂચન કર્યુ હતુ. આ સિવાય ખજૂર, કેળા, સફરજન સહિતની ફળો આ દિવસ નિમિત્તે આપી શકાય શિક્ષકો સિવાય ગામના સરપંચ, તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો કે અન્ય આગેવાનોને પણ આવી જ રીતે ખાસ દિવસને વિશેષ બનાવવા હાજર સૌને પ્રફુલ પટેલે કહ્યુ હતુ.

શાળાના શૌચાયલ અને પિવાના પાણીને લઈ કરી ટકોર

અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળાના શૌચાલય કે જેનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા હોય તેને રુબરુ જોવા પહોંચ્યા હતા. આ ઉપરાંત શાળાની પિવાના પાણીની વ્યવસ્થાને પણ ચકાસી હતી. તેઓએ ઉપલબ્ધ સુવિધાઓને સ્વચ્છ રાખવા માટે અને નિયમિત સફાઈ કરવા ટકોર કરી હતી. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે જોખમની શરુઆત અહીંથી જ થતી હોય છે. જેથી તે જોખમ ન રહે તેની કાળજી લેવા માટે ટકોર કરી નિયમિત સફાઈના રજીસ્ટર બનાવવાની પ્રથા શરુ કરી તેને મેઈન્ટેન કરવા સૂચન કર્યુ હતુ. સાથે જ શાળામાં ફુલ છોડ પણ જન્મદિવસ નિમિત્તે ઉછેરવાની શરુઆત કરવા પણ સૂચન કર્યુ હતુ. ક્લાસ રુમમાં શિક્ષણ કાર્યને પણ તેઓએ ચકાસ્યુ હતુ અને વાંચનની સમસ્યા દૂર કરવા ટકોર કરી નિવૃત્ત શિક્ષકો કે કર્મચારીઓ હોય તો તેમને પણ બાળકો પાછળ સમય અઠવાડિયામાં એક કલાક આપવા વિનંતી કરી હતી.

તેમની સૂઝભર્યા આવા અનેક સૂચનો શિક્ષકો અને આગેવાનોને કરતા ગામના અગ્રણીઓ અને સ્થાનિકોએ પ્રફુલ પટેલનો આભાર માન્યો હતો. તેઓએ આવી સૂઝ સાથે ચિવટ રાખવાની અને બાળકોની ચિંતા કરવાની ભાવનાને વખાણી હતી. આ પહેલા પ્રફુલ પટેલે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પોષી પૂર્ણિમા નિમિત્તે દર્શન કર્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">