AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCTV Video : 4 વર્ષના બાળકને ખૂણામાં લઈ ગયા, પગ પર બેસી ધમકાવ્યો, વડોદરા ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળક સાથે ક્રૂરતા

વડોદરાના પ્રતાપનગરમાં આવેલા ન્યૂ હોરાઈઝન્સ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં 4 વર્ષના બાળક સાથે ક્રૂરતાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. CCTV ફૂટેજમાં સેન્ટરની મેડમ બાળકને ધમકાવતી દેખાઈ છે.

CCTV Video : 4 વર્ષના બાળકને ખૂણામાં લઈ ગયા, પગ પર બેસી ધમકાવ્યો, વડોદરા ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળક સાથે ક્રૂરતા
Anjali oza
| Edited By: | Updated on: Mar 31, 2025 | 1:26 PM
Share

વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ન્યૂ હોરિઝન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળક સાથે થયેલા અત્યાચારનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. TV9 ગુજરાતી ના અહેવાલ બાદ બાળ આયોગ તાત્કાલિક એક્શનમાં આવ્યું અને સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા.

ઘટનાક્રમ: 4 વર્ષના બાળક સાથે ક્રૂરતાની ઘટના

આ મામલો 15 માર્ચના રોજ બની હોવાનું જાણવા મળ્યું છે. 4 વર્ષના બાળકને તેના વિકાસ માટે ન્યૂ હોરિઝન્સ ચાઇલ્ડ સેન્ટરમાં મૂકવામાં આવ્યું હતું, કારણ કે તે તેની ઉંમરના બાળકો સાથે વાતચીત અને ફ્રેન્ડશીપ કરી શકતો ન હતો.

માતા પિતાના જણાવ્યા મુજબ, મીરા મેડમ નામની સેન્ટરની હેડ દ્વારા બાળકને ધમકાવવાની ઘટના બની.

  • મેડમે બાળકના પગ પર બેસીને ધમકાવ્યો હતો
  • જ્યારે બાળક રડતો હતો ત્યારે મેડમે તેનો હાથ પકડીને ખૂણામાં બેસાડી દીધો
  • ત્યારબાદ મેડમે બાળકના પગ પર પગ રાખીને દબાણ કર્યું અને ધમકાવ્યું

CCTVમાં કેદ થયેલી ઘટના

માતા પિતાએ જ્યારે સેન્ટરથી બાળકને ઘરે લઈ ગયા ત્યારે બાળક રડતો રહ્યો. જ્યારે માતા પિતાએ બાળક સાથે વાતચીત કરી ત્યારે તેણે મેડમ દ્વારા માર મારવાના આક્ષેપો કર્યા.

માતા પિતાએ સેન્ટરના CCTV ફૂટેજ માંગ્યા પરંતુ તેમને કહ્યું કે CCTVનું સંચાલન મુંબઈ હેડ ઓફિસમાંથી થાય છે. માતા પિતાએ મુંબઈ હેડ ઓફિસને મેઇલ કરીને CCTVની માંગણી કરી છતાં પણ અનાકાની કરવામાં આવી. અનેક પ્રયાસો બાદ જ્યારે CCTV ફૂટેજ સામે આવ્યા ત્યારે માતા પિતાના હોશ ઉડી ગયા.

ફરિયાદ અને પોલીસે હાથ ધરી તપાસ

માતા પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મીરા અને પૂજા નામની મેડમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

પૂજા મેડમની નિષ્ક્રિયતા

જ્યારે બાળક રડતું હતું ત્યારે પૂજા મેડમ હિંચકે ઝૂલતી રહી અને બાળકને ચૂપ કરાવવાની પણ તસ્દી લીધી નહીં. મીરા મેડમ જ્યારે બાળકને ધમકાવતી હતી ત્યારે પણ પૂજા મેડમ ત્યાં હાજર હતી પણ તેણે આ ઘટનાનો વિરોધ કર્યો નહોતો.

બાળ આયોગનું દખલ અને તપાસના આદેશ

TV9 ગુજરાતી ના અહેવાલ બાદ બાળ આયોગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. મકરપુરા પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય બાળકો માટે ચિંતાજનક સ્થિતિ

માતા પિતાએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. તેમના બાળકને ઘટનાની જાણ થઈ કારણ કે તે બોલી શકે છે. પરંતુ જે બાળકો બોલી શકતા નથી તે બાળકો શું કરશે. માતા પિતાની ચિંતાઓ છે કે સેન્ટરમાં આવનારા અન્ય બાળકો સાથે પણ આવો જ ક્રૂરતાભર્યો વ્યવહાર થતો હોય તો તે બહાર કેવી રીતે આવશે.

મકરપુરા પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી

મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા મેડમ મીરા અને પૂજા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે Tv9 એ પોલીસ DCP સાથે વાત કરતાં આ બાબતે અન્ય અધિકારીને પૂછવા ખો આપ્યો હતો.

માતા પિતાની અપીલ

માતા પિતાએ બાળ સુરક્ષા માટે વધુ સાવધાની રાખવા અને આવા સેન્ટરોમાં સતર્ક દેખરેખ રાખવા માટે બાળકોના વાલીઓને અપીલ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">