Rajkot: બદલી પામેલા અધિક કલેક્ટરને શણગારેલા ગાડામાં વિદાય અપાઇ, ખેડુતોએ અધિકારીનું ઋણ ઉતારવા પ્રયાસ કર્યો
Rajkot: અમદાવાદ ખાતે બદલી પામનાર પરિમલ પંડ્યાને રાજકોટમાં રાજાશાહી ઠાઠમાઠથી વિદાય આપવામાં આવી.પરિમલ પંડ્યાના વિદાય સમારોહ ભારતીય કિસાન સંઘ દ્રારા યોજવામાં આવ્યો
Rajkot: રાજકોટ જિલ્લામાં અધિક કલેક્ટર(Additional Collector) તરીકે ફરજ બજાવી અમદાવાદ ખાતે બદલી પામનાર પરિમલ પંડ્યાને રાજકોટમાં રાજાશાહી ઠાઠમાઠથી વિદાય આપવામાં આવી. પરિમલ પંડ્યાના વિદાય સમારોહ ભારતીય કિસાન સંઘ દ્રારા યોજવામાં આવ્યો હતો જેમાં કિસાન સંઘ દ્રારા ઢોલ નગારા સાથે ગાડું શણગારીને લાવવામાં આવ્યું હતુ અને તેમાં બેસાડીને તેને કલેક્ટર કચેરી ખાતેથી વિદાયમાન આપવામાં આવી હતી.
ત્રણ વર્ષ દરમિયાન ખેડૂતોના પ્રશ્નો હલ કર્યા-કિસાન સંઘ
ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લાના પ્રમુખ દિલીપ સખિયાએ કહ્યું હતુ કે પરિમલ પંડ્યાએ ત્રણ વર્ષ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા અને તેમની કક્ષાએથી તેમનું સમાધાન કરવાનો પણ પ્રયાસ કર્યો છે, આથી તેમની વિદાયને યાદગાર બનાવીને ઋણ સ્વીકારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રાજકોટના અધિક કલેક્ટર તરીકે કેતન ઠક્કરે ચાર્જ સંભાળ્યો
રાજકોટ જિલ્લાના નવા અધિક કલેક્ટર તરીકે કેતન ઠક્કરે આજે ચાર્જ સંભાળ્યો હતો.કેતન ઠક્કર અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને ત્યાંથી રાજકોટ બદલી થઇ છે.
આ અગાઉ તેઓ રાજકોટમાં ફરજ બજાવી ચૂક્યા છે તેથી રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. ગ્રામ્યસ્તરે ઓછું રસીકરણ અને સંભવત: થર્ડવેવ કેતન ઠક્કર માટે સૌથી મોટો પડકાર છે.