રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર કરાશે 55 ફૂટના રાવણના પૂતળાનું દહન, તૈયારીઓ આખરી તબક્કામાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 7:58 AM

આ વર્ષે આ પૂતળાના નિર્માણના ખર્ચમાં ગત વર્ષ કરતા 15થી 20 ટકાનો ભાવ વધારો થયો છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શુક્રવારે સાંજે 7 કલાકે રાવણ દહનનોભવ્ય કાર્યક્રમ યોજાશે.

રાજકોટના(Rajkot)રેસકોર્ષ ગ્રાઉન્ડમાં(Racecourse Ground)રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના આગ્રાના કારીગરો દ્વારા પૂતળા તૈયાર કરવાની કામગીરી આખરી તબક્કામાં છે. જો કે આ વર્ષે આ પૂતળાના નિર્માણના ખર્ચમાં ગત વર્ષ કરતા 15થી 20 ટકાનો ભાવ વધારો થયો છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શુક્રવારે સાંજે 7 કલાકે રાવણ દહનનો(Ravana Dahan)ભવ્ય કાર્યક્રમ યોજાશે.

ગુજરાતમાં દશેરાના પર્વે રાવણદહન કાર્યક્રમની શરતી મંજૂરી આપવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે નવરાત્રીની જેમ 400 લોકોની મર્યાદામાં રાવણદહન કાર્યક્રમની તંત્ર દ્વારા મંજૂરી  આપવામાં આવશે .જોકે આયોજકોએ મંજૂરી લેવાની સાથે કોવિડ-19 ગાઇડલાઇનનું કડકપણે પાલન કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ છે કે દશેરાએ રાવણદહન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.ત્યારે ધાર્મિક પરંપરા ન તૂટે અને લોકોની શ્રદ્ધા જળવાઇ રહે તેવા હેતુસર ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આસૂરી વૃત્તિને હરાવી વિજયનો ઉજાસ પાથરવાનો દિવસ એટલે કે વિજયા દશમી. હિન્દુ ધર્મ માટે આ દિવસ ખૂબ મહત્વનો છે.. દશેરાના દિવસને શસ્ત્રપૂજન અને વાહન ખરીદી માટે મહત્વનો માનવામાં આવે છે. સાથે જ આ દિવસે હવન-પૂજાના પણ આયોજનો કરવામાં આવે છે.આ પાવન પર્વ નિમિત્તે લોકો ફાફડા-જલેબીની જયાફત માણવાનું ચૂકતા નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપ સરકાર ચૂંટણીઓ આવે ત્યારે ભરતીની યુવાનોને લાલચ આપે છે : કોંગ્રેસ

આ પણ વાંચો : Surat : ડાયમંડ સ્ટડેડ જવેલરીની ડિમાન્ડ વધતા સુરતનાં વેપારીઓનાં દિવાળી પહેલા બખ્ખા

Published on: Oct 14, 2021 07:57 AM
g clip-path="url(#clip0_868_265)">