પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે યોજાયું વિરલ પારિવારિક શાંતિ અભિયાન, 72 હજારથીવધુ સ્વયંસેવકો જોડાયા

parivarik shanti abhiyan: આ પારિવારિક શાંતિ અભિયાનમાં કુલ 72,806 પુરુષ-મહિલા શતાબ્દી સેવકો સેવામાં જોડાયાં હતાં. ભારતનાં કુલ 17 રાજ્યોનાં કુલ 10,012 જેટલાં શહેર-ગામડાંઓમાં પરિભ્રમણ કરીને સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે યોજાયું વિરલ પારિવારિક શાંતિ અભિયાન, 72 હજારથીવધુ સ્વયંસેવકો જોડાયા
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 9:48 AM

parivarik shanti abhiyan: ‘બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ’ આ જીવનમંત્ર હતો પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો (pramukh swami maharaj). નિસ્વાર્થભાવે લોકસેવામાં આખું આયખું સમર્પિત કરનાર આ વિરલ સંતવિભૂતિએ અસંખ્ય લોકોને સાચો રાહ ચીંધીને સુખી અને સ્વસ્થ સમાજ-પરિવાર-જીવનની એક અનોખી કેડી રચી છે. સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્વામી મહારાજે પોતાના 95 વર્ષના જીવનકાળ દરમ્યાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યાં હતા, પરિવારોને સુગ્રથિત કર્યા હતા.

તેઓના અનેક શાસ્વત કાર્યો પૈકીનું એક મહાન કાર્ય એટલે પારિવારિક શાંતિ અભિયાન. લાખો ઘરોમાં રુબરુ જઈને, લાખો પરિવારોને રુબરુ મળી મળીને તેમણે પારિવારિક શાંતિનાં જે અમૃત પાયાં હતાં તેની આજે મધુર ફળશ્રુતિઓ એ અસંખ્ય લોકો માણી રહ્યા છે. અને આભારની લાગણી સાથે તેઓનું મનોમન સ્મરણ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે પાયેલાં એ પારિવારિક શાંતિનાં અમૃતને, તેઓના શતાબ્દી પર્વે બીજાં અસંખ્ય પરિવારોમાં વિસ્તારવા માટે, તેઓના આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજે પ્રેરણા આપી, જેના પરિણામે તાજેતરમાં ભારત અને વિદેશોમાં પણ બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક અનોખું પારિવારિક શાંતિ અભિયાન યોજાઈ ગયું. આ પારિવારિક શાંતિ અભિયાનમાં (parivarik shanti abhiyan) કુલ 72,806 પુરુષ-મહિલા શતાબ્દી સેવકો સેવામાં જોડાયાં હતાં. ભારતનાં કુલ 17 રાજ્યોનાં કુલ 10,012 જેટલાં શહેર-ગામડાંઓમાં પરિભ્રમણ કરીને સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો. કુલ 24,00,052 જેટલાં પરિવારોમાં જઈને 60,57,635 વ્યક્તિઓને પારિવારિક શાંતિની પ્રેરણા આપવામાં આવી હતી.

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે વિરાટ પાયા પર આ જનસંપર્ક કરવાનું નક્કી થયું. 2019ના શરદપૂર્ણિમાના પર્વે ગોંડલ ખાતે યોજાયેલ સંસ્થાની સંયોજન સમિતિમાં આ અિભયાન અંગે વિશદ ચર્ચા-વિચારણા થઈ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ અભિયાનનું નામાભિધાન કર્યું, પારિવારિક શાંતિ અભિયાન. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ અભિયાન હોવાથી આ સેવામાં જોડાનાર પુરુષ-મહિલા હરિભક્તોને શતાબ્દી સેવકની ઓળખ આપવામાં આવી. સંપર્ક દરમ્યાન સૌ કોઈ તેમને પ્રથમ નજરે ઓળખી શકે, તે માટે ઓળખપત્ર વગેરે તૈયાર કરવામાં આવ્યા. સ્ત્રી-પુરુષ શતાબ્દી સેવકો પારિવારિક શાંતિનો સંદેશ લઈને ઘરોઘર ઘૂમવાના હતા, એટલે તેમનો ગણવેશ પણ એવો સૌમ્ય નક્કી કરવામાં આવ્યો. સંપર્ક દરમિયાન દરેક ઘરે આપવામાં આવનાર સાહિત્ય, પારિવારક શાંતિનાં પ્રમુખસ્વામી મહારાજનાં પ્રેરણાસૂત્રોને આલેખતું આકર્ષક પોસ્ટર, પોકેટ કેલેન્ડર, પધરામણીની મૂર્તિ, સાહિત્ય રાખવા માટે શતાબ્દી બેગ તથા કાપડની હેન્ડ બેગ વગેરે સામગ્રીથી પણ તેમને સજ્જ કરવામાં આવ્યા હતા.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ અભિયાન દરમ્યાન જેમનો સંપર્ક કરવામાં આવ્યો હોય તેવા સદભાવીને સંપર્ક બાદ પણ પારિવારક શાંતિની પ્રેરણા સતત પ્રાપ્ત થતી રહે તે માટે, બે નૂતન મોબાઈલ ફોન એપ્લીકેશન – ‘પ્રમુખસેતુ એપ્લિકેશન’ અને ‘પ્રેરણાસેતુ એપ્લીકેશન’ તૈયાર કરવામાં આવી હતી. આ અભિયાનને અમલમાં મૂકતાં પહેલાં યોગ્ય કાર્યવાહીની ચકાસણી માટે ચાર શહેરી અને પાંચ ગ્રામ્ય ક્ષેત્રોમાં પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. આ પાયલોટ પ્રોજેક્ટમાં જોડાનાર શતાબ્દી સેવકોનાં અનુભવો તથા સૂચનોના આધારે અભિયાનની અંતિમ સ્તરની કાર્યવાહી નિર્ધારિત કરવામાં આવી.

પારિવારિક શાંતિ અભિયાનની પ્રાથમિક સમજૂતી તેમજ શતાબ્દી સેવકોની નોંધણી અંગેની માહિતી, પ્રતિ વર્ષ યોજાતી ડિસેમ્બર – ૨૦૧૯ની કાર્યકર શિબિરમાં 18,000 પુરુષ-મહિલા કાર્યકરોને આપવામાં આવી. કાર્યકર શિબિર બાદ શતાબ્દી સેવકોને જ્યાં સંપર્ક કરવા માટે જવાનું હતું, તે સંપર્કનાં ગામો તથા શહેરોમાં સંપર્ક પરિસરોની પસંદગી અને સોંપણી કરવાની કાર્યવાહી શરૂ થઈ. તાલીમબદ્ધ થયેલ ટ્રેઈનર્સ સંતો-કાર્યકરો શતાબ્દી સેવકોને તાલીમ આપવા પૂર્ણ સજ્જ થઈ ગયા અને શતાબ્દી સેવક તાલીમનો વિગતવાર કાર્યક્રમ ઘડાયો. આ તાલીમમાં મુખ્યત્વે પ્રત્યેક ઘરના આશરે 20-25 મિનિટના સંપર્ક દરમ્યાન કરવાની પ્રત્યેક કાર્યવાહીનું સૂક્ષ્મ નિદર્શન દર્શાવવામાં આવ્યું. આવી શતાબ્દી સેવક તાલીમો સમગ્ર ભારતમાં જુદી જુદી કુલ 304 જગ્યાઓ પર યોજાઈ.

પારિવારિક શાંતિ અભિયાન માટે સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા કુલ 21 પ્રકારની સામગ્રી તૈયાર કરવામાં આવી હતી, જે આયોજનબદ્ધ રીતે ઠેરઠેર શતાબ્દી સેવકો સુધી પહોંચાડવામાં આવી. 1 માર્ચ, 2020 અભિયાનના પ્રારંભનો દિવસ નક્કી કરવામાં આવ્યો. તે પૂર્વે 18/2/2020ના રોજ અટલાદરા ખાતે પારિવારિક શાંતિ અભિયાનના પ્રેરણાદાતા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં અભિયાનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ ઉદ્ઘાટન સમારોહથી તમામ શતાબ્દી સેવકોમાં દિવ્ય ચેતનાનો સંચાર થયો.

૧ માર્ચ 2020ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આણંદ ખાતે પ્રાતઃકાળે દીપ પ્રગટાવીને પારિવારિક શાંતિ અભિયાનનો વિધિવત પ્રારંભ કર્યો. પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિ માટેના સંદેશને અનેક પરિવારો સુધી પહોંચાડવા માટે સૌ શતાબ્દી સેવકો ગામડે – ગામડે અને શહેરી વિસ્તારોમાં ઘૂમવા મંડ્યા. આ અભિયાન માત્ર 12 દિવસ ચાલ્યું ત્યાં અચાનક કોરોના મહામારીનું આક્રમણ થયું અને જાહેર જનજીવનની સુરક્ષાને લક્ષમાં લઈને સંસ્થા દ્વારા આ અભિયાન 13 માર્ચ 2020થી થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યું.

મહામારીના લગભગ પોણા બે વર્ષ બાદ પુનઃ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું. જો કે વચ્ચે ઘણો સમય પસાર થઈ જવાથી બધા જ શતાબ્દી સેવકોને ફરીથી તાલીમ આપવામાં આવી. ફરી એકવાર પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષે તેમનો પારિવારિક શાંતિનો સંદેશ પ્રસરાવવા સૌ શતાબ્દી સેવકો તાલીમ અને ઉપયુક્ત સામગ્રીઓ સાથે સેવામાં સુસજ્જ થઈ ગયા. અને એ હજારો શતાબ્દી સેવકો સાથે 31/1/2022ના દિનથી પુનઃ આ અભિયાન સતત અઢી મહિના સુધી વણથંભ્યું દોડતું રહ્યું.

આ વિરાટ અભિયાન દરમિયાન દરેક શતાબ્દી સેવકે સરેરાશ 100થી વધુ કલાકનો સમય પારિવારિક સંપર્કમાં વિતાવ્યો. પરિણામે તમામ શતાબ્દી સેવકોએ કુલ 72,00,000 થી વધુ માનવ કલાકોનું સમયદાન કરીને એક ઉમદા સેવાકાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેના ફળસ્વરૂપે અસંખ્ય પરિવારોમાં પારિવારિક એકતાનો મંત્ર ઘુંટાયો અને 4,24,696 પરિવારોએ ઘરસભા કરવાનો સંકલ્પ કર્યો. 10,28,560 પરિવારોએ ઘરમાં સમૂહ આરતી-પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો હતો.

આ પણ વાંચો: Gir Somnath: 4.0ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા

આ પણ વાંચો: ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">