Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari: આજના જમાનામાં પણ રહીશોનો પાણી માટે હેન્ડ પંપ પર આધાર, શહેરના 40 ટકા લોકોને પાણી યોજનાનો લાભ નહીં

લોકોનો આક્ષેપ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પાણી માટે આવી તકલીફ વેઠવી પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે બહુમતી વાળી સરકાર હોય, સી.આર. પાટીલ જેવા દિગ્ગજ નેતા પોતે નવસારીના સાંસદ હોય છતાં અહીંના બેદરકાર તંત્રના કારણે લોકોની સુવિધાનું ધ્યાન નથી રખાતું.

Navsari: આજના જમાનામાં પણ રહીશોનો પાણી માટે હેન્ડ પંપ પર આધાર, શહેરના 40 ટકા લોકોને પાણી યોજનાનો લાભ નહીં
40 per cent of people in Navsari do not get the benefit of water scheme (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 1:00 PM

પીવાનું શુદ્ધ પાણી જનતાને મળી રહે એ જવાબદારી શાસક પક્ષ અને વહીવટી તંત્રની હોય છે પરંતુ નવસારી (Navsari)માં ઊનાળાની શરૂઆત સાથે જ પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. શહેરના વિજલપોર (Vijalpor) વિસ્તારમાં રહેતાં લોકો પાલિકા પાસે કોઈ વિશેષ સુવિધા નથી માગી રહ્યા, તેઓ ફક્ત પીવાનું શુદ્ધ પાણી (Water crisis) માગી રહ્યા છે પરંતુ એ પણ તેમને મળતું નથી. જેના કારણ હવે નવસારીના વિજલપોરમાં જનતાને તરસ્યા રહેવાનો વખત આવ્યો છે. આજના સમયમાં પણ અહીંના લોકોએ પાણી માટે હેન્ડપંપનો આધાર રાખવો પડી રહ્યો છે. સરકારની સૌની યોજનાનો પણ લોકોને કોઇ જ લાભ મળી રહ્યો નથી.

આ કડવી પણ વરવી વાસ્તવિકતા છે. સરકારે સૌની યોજના જાહેર કરી લોકોને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી છે. પરંતુ હરિયાળા અને તાપી નદીના કેનાલનો વિસ્તાર ગણાતા નવસારીના શહેરીજનો માટે પાણી હજી પણ જાણે જરૂરિયાત નહીં, એક એવો વૈભવ છે. જે તેમને મળતો નથી. ગત વર્ષે ચોમાસામાં જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે. જેને કારણે ડેમો અને તળાવોમાં નવા નીર આવ્યા હતા, પરંતુ પાલિકાની અણ આવડત એવી છે કે પાલિકાએ બનાવેલી કેનાલની યોજનાનો લાભ હજી શહેરના 40 ટકા વિસ્તારને મળતો નથી. જેને કારણે મોટા ભાગના લોકો પાણી માટે હંમેશા વલખાં જ મારતા રહે છે.

ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું આખું નામ શું છે?
ભારત-પાકિસ્તાન મેચ છોડી આ ખાસ જગ્યા પર પહોંચી સચિનની લાડલી સારા તેંડુલકર
બે મોટા સુપરસ્ટાર સાથે કરી સગાઈ બાદમાં ત્રીજા વ્યક્તિ સાથે કર્યા લગ્ન, જાણો કોણ છે અભિનેત્રી
રોટલી બનાવતી વખતે આ ભૂલો ન કરો, નહીં તો મા લક્ષ્મી ગુસ્સે થશે!
હોળાષ્ટક દરમિયાન કયા કાર્યોની કરવાની મનાઈ છે?
ગુરુ રંધાવાને માથામાં ઈજા થઈ, હોસ્પિટલમાંથી શેર કર્યા ફોટો

લોકોનો આક્ષેપ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પાણી માટે આવી તકલીફ વેઠવી પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે બહુમતી વાળી સરકાર હોય, સી.આર. પાટીલ જેવા દિગ્ગજ નેતા પોતે નવસારીના સાંસદ હોય છતાં અહીંના બેદરકાર તંત્રના કારણે લોકોની સુવિધાનું ધ્યાન નથી રખાતું. કેટલાક વિસ્તારોમાં હજી લોકો પાણી માટે હેન્ડપંપને આધારે જીવી રહ્યા છે. હવે લોકોની ફરિયાદ બાદ પાલિકાએ ઉનાળાને ધ્યાને લઇને સર્વે શરૂ કર્યો છે અને જે-તે વિસ્તારોમાં જરૂરી પાણીની ડિમાન્ડની વિગતો વોટર સપ્લાય શાખાને આપવામાં આવી છે. આ તરફ પાલિકાના ચીફ ઓફીસર લોકોને પાણી માટે તકલીફ ન પડે તે માટે કામગીરી શરૂ કરાઈ હોવાનું આશ્વાસન આપી રહ્યા છે..

નવસારી વિજલપોરમાં વિકાસ તો છે, પરંતુ ફક્ત કાગળ પર. પ્રાથમિક સુવિધા માટે વલખાં મારતી નવસારીની જનતા ઉનાળા દરમ્યાન પાણી માટે પણ હેરાન જ થતી રહેશે કે શાસકો અને અધિકારીઓ તેમના વાયદા પૂરા કરશે, એ એક સવાલ છે. સરકારની પાણી અંગેની વિવિધ યોજનાઓનો લાભ ખરેખર લાભ લોકો સુધી નહિં પહોંચે તો શક્ય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાણીની પોકારના પડઘમ નેતાઓના કાનમાં દિવસ રાત સંભળાશે.

આ પણ વાંચો-

Jamnagar: કાલાવડ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો-

Surat: પોલીસની SHE ટીમના ‘ગુડ ટચ-બેડ ટચ’ની સમજના અભિયાન બાદ વિદ્યાર્થિનીએ કહી તેની સાથે બનેલા દુષ્કર્મની હકીકત, પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો

g clip-path="url(#clip0_868_265)">